એને બદલે તે ફિલ્મના નફા-નુકસાનનો ભાગીદાર બને છે
આમિર ખાન
આમિર ખાને છેલ્લાં વીસ વર્ષથી ફિલ્મમાં કામ કરવા માટે ફી નથી લીધી. આમિરે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘હું ફી નથી લેતો, પણ ફિલ્મના પ્રૉફિટ-શૅરમાંથી કમાણી કરું છું. હું મારી ફીનો બોજ ફિલ્મના બજેટ પર નથી નાખતો. આના કારણે મારી ફિલ્મ ૧૦-૨૦ કરોડ રૂપિયામાં બની જાય છે અને આટલી કમાણી તો કરી જ લે છે. હું પ્રૉફિટ-શૅર મૉડલ પર કામ કરું છું. જો મારી ફિલ્મ સારી કમાણી કરે છે તો મને પણ સારા પૈસા મળે છે. જો ફિલ્મ નથી ચાલતી તો મને પણ નુકસાન થાય છે. હું ફી નથી લેતો.’
આમિર ખાને વધુમાં જણાવ્યું હતું કે ‘તેની કમાણી ફિલ્મની સફળતા પર આધારિત છે. કમાણીના આ મૉડલને અપનાવવાથી મને મારી પસંદની ફિલ્મોમાં કામ કરવાની તક મળી છે. આનાથી ફિલ્મનું બજેટ નથી વધતું અને ફી મેળવવા માટે કોઈ સમસ્યાનો સામનો નથી કરવો પડતો. અમારે તો બસ ફિલ્મ બનાવવામાં લાગેલા ૧૫-૨૦ કરોડ રૂપિયાની કમાણી થાય એવા પ્રયાસ કરવાના હોય છે.’

