સ્વર્ગસ્થ કાર્ટૂનિસ્ટ આર. કે. લક્ષ્મણના અવસાન પછી તેમના પરિવારે તેમની યાદમાં એક ખાસ સન્માન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે અને આમિર આ અવૉર્ડ મેળવનાર પ્રથમ અભિનેતા બનશે.
આમિર ખાનને મળશે પહેલો આર. કે. લક્ષ્મણ અવૉર્ડ ફૉર એક્સલન્સ
આમિર ખાનને પહેલો ‘આર. કે. લક્ષ્મણ અવૉર્ડ ફૉર એક્સલન્સ’ એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે. હકીકતમાં સ્વર્ગસ્થ કાર્ટૂનિસ્ટ આર. કે. લક્ષ્મણના અવસાન પછી તેમના પરિવારે તેમની યાદમાં એક ખાસ સન્માન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે અને આમિર આ અવૉર્ડ મેળવનાર પ્રથમ અભિનેતા બનશે. આર. કે. લક્ષ્મણના પરિવારે ૨૩ નવેમ્બરે પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ અસોસિએશન સ્ટેડિયમમાં એ. આર. રહમાનની લાઇવ મ્યુઝિક કૉન્સર્ટનું આયોજન કર્યું છે જેમાં આમિરને આ અવૉર્ડ આપવામાં આવશે.
કોણ હતા આર. કે. લક્ષ્મણ?
આર. કે. લક્ષ્મણ ભારતના સૌથી જાણીતા કાર્ટૂનિસ્ટ અને ચિત્રકાર હતા. તેઓ પોતાના પ્રખ્યાત પાત્ર ‘કૉમન મૅન’ અને દૈનિક કાર્ટૂન સ્ટ્રિપ ‘You Said It’ માટે પ્રસિદ્ધ હતા. તેમણે પોતાના મોટા ભાઈ આર. કે. નારાયણની વાર્તાઓ પર આધારિત લોકપ્રિય ટીવી-શો ‘માલગુડી ડેઝ’ માટે પણ સ્કેચ બનાવ્યા હતા. આર. કે. લક્ષ્મણનું અવસાન ૯૩ વર્ષની વયે ૨૦૧૫માં પુણેની દીનાનાથ મંગેશકર હૉસ્પિટલમાં થયું હતું.


