Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જમ્મુ-કાશ્મીરના લેફ. ગવર્નર સાથે આમિર અને કિરણ રાવે કરી મુલાકાત

જમ્મુ-કાશ્મીરના લેફ. ગવર્નર સાથે આમિર અને કિરણ રાવે કરી મુલાકાત

02 August, 2021 09:54 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પ્રસિદ્ધ ઍક્ટર આમિર ખાન અને કિરણ રાવ સાથે મુલાકાત થઈ હતી. અમે જમ્મુ-કાશ્મીરની ફિલ્મને સંબંધિત નવી રણનીતિ પર ચર્ચા કરી હતી, જેને થોડા સમયમાં બહાર પાડવામાં આવશે.

જમ્મુ-કાશ્મીરના લેફ. ગવર્નર સાથે આમિર અને કિરણ રાવે કરી મુલાકાત

જમ્મુ-કાશ્મીરના લેફ. ગવર્નર સાથે આમિર અને કિરણ રાવે કરી મુલાકાત


જમ્મુ-કાશ્મીરના લેફ. ગવર્નર મનોજ સિંહા સાથે આમિર ખાન અને કિરણ રાવે મુલાકાત કરી હતી અને રાજ્યની ફિલ્મને લગતી પૉલિસી પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. આમિર ખાન અને કિરણ રાવે શ્રીનગરના ડેપ્યુટી કમિશનર મોહમ્મદ એજાઝ અસર સાથે પણ મુલાકાત કરી હતી. એ વખતે તેમનો દીકરો આઝાદ પણ હાજર હતો. આ મુલાકાતનો ફોટો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. આમિર અને કિરણ તેમની આગામી ‘લાલ સિંહ ચઢ્ઢા’ના શૂટિંગ માટે લદાખ ગયાં હતાં. થોડા સમય પહેલાં જ આમિર અને કિરણે પોતાના ડિવૉર્સની જાહેરાત કરી હતી. જોકે પ્રોફેશનલી તેઓ સાથે કામ કરતાં રહેશે. આમિર અને કિરણ સાથેની મુલાકાતનો ફોટો ટ્વિટર પર શૅર કરીને ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ ટ્વીટ કર્યું હતું કે ‘પ્રસિદ્ધ ઍક્ટર આમિર ખાન અને કિરણ રાવ સાથે મુલાકાત થઈ હતી. અમે જમ્મુ-કાશ્મીરની ફિલ્મને સંબંધિત નવી રણનીતિ પર ચર્ચા કરી હતી, જેને થોડા સમયમાં બહાર પાડવામાં આવશે. સાથે જ અમે બૉલીવુડમાં જમ્મુ-કાશ્મીરની સિદ્ધિને ફરીથી તાજી કરવા અને ફિલ્મોના શૂટિંગ માટે મનપસંદ સ્થળ તરીકે સ્થાપિત કરવા પર પણ ચર્ચા કરી હતી.’


Whatsapp-channel Whatsapp-channel

02 August, 2021 09:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK