Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જ્યારે અક્ષય અને દિલજીતે કર્યો લેબર પેનનો અનુભવ, જુઓ વીડિયો

જ્યારે અક્ષય અને દિલજીતે કર્યો લેબર પેનનો અનુભવ, જુઓ વીડિયો

14 December, 2019 04:00 PM IST | Mumbai Desk

જ્યારે અક્ષય અને દિલજીતે કર્યો લેબર પેનનો અનુભવ, જુઓ વીડિયો

જ્યારે અક્ષય અને દિલજીતે કર્યો લેબર પેનનો અનુભવ, જુઓ વીડિયો


બોલીવુડ એક્ટર અક્ષય કુમાર, વર્ષના અંતે કરીના કપૂર, કિયારા અડવાણી અને દિલજીત દોસાંઝની સાથે એક વાર ફરી મોટા પડદા પર કમબૅક કરવાના છે. મલ્ટી સ્ટારર ફિલ્મ ગુડ ન્યૂઝમાં ચારેય એક્ટર એકસાથે દેખાશે અને ફિલ્મના ટ્રેલર રિલીઝ થયા પછી હે લોકો ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. તો ફિલ્મની કાસ્ટ પણ પોતાની અપકમિંગ ફિલ્મને પ્રમોટ કરવા માટે પણ કોઇ કસર બાકી રાખવા માગતાં નથી અને નવી નવી રીતે ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા છે.

તાજેતરમાં જ આઇવીએફ પ્રેગ્નેન્સી પર આધારિત ફિલ્મ ગુડ ન્યૂઝના લીડ એક્ટર અક્ષય કુમાર અને દિલજીત દોસાંઝે ખાસ રીતે ફિલ્મનું પ્રમોશન કર્યું. આ દરમિયાન અક્ષય કુમાર અને દિલજીતે લેબર પેનનો અનુભવ કર્યો. આ દરમિયાન બન્ને એક્ટર્સે તે દુઃખાવાનો અનુભવ કરવાનો પ્રયત્ન કર્યો છે, જે એક માતાને ડિલીવરી દરમિયાન થતો હોય છે. આ માટે તેમણે એક ઇલેક્ટ્રિક મશીનની મદદ લીધી છે, જેથી બરાબર એવો અનુભવ થાય છે, જે એક માતાને ડિલીવરી દરમિયાન થતો હોય છે.




વીડિયોમાં દેખાય છે કે અક્ષય કુમાર અને દિલજીત દોસાંઝ પહેલા જણાવે છે કે તે લેબર પેનનો અનુભવ કરવા જઈ રહ્યા છે. તેના પછી તે બેડ પર લેટી જાય છે અને તેના પેટ પર મશીન લગાડવામાં આવે છે. જેના પછી ડૉક્ટર ધીમે-ધીમે તેની સ્પીડ વધારે છે અને તેમને ખૂબ જ મુશ્કેલી પડે છે. બન્ને આ દુઃખાવાને કારણે ચીસો પાડતા દેખાય છે. તેના પછી બન્ને એક્ટર્સ જણાવે છે અમે બધી માતાઓનું સન્માન કરીએ છીએ, કારણકે તેમને એક બાળકને જન્મ આપવામાં ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, અને ખૂબ જ તકલીફ પણ સહન કરવી પડે છે.

આ પણ વાંચો : Divyanka Tripathi: જુઓ આ સીધી સાદી વહુનો છે આટલો મૉર્ડન અંદાજ


જણાવીએ કે આ ફિલ્મ 27 ડિસેમ્બરના રિલીઝ થવાની છે, જેમાં સ્પર્મ એક્સચેંજની સ્ટોરી છે, જેના પચી કરીના કપૂર અને કિયારા અડવાણી માતા બને છે. તેની સાથે અક્ષય કુમાર કરીના સાથે અને દિલજીત કિયારા સાથે દેખાય છે.

Whatsapp-channel Whatsapp-channel

14 December, 2019 04:00 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK