Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સ્મૃતિ ઈરાનીએ અમેઠીમાં ઉમેદવારી નોંધાવી

સ્મૃતિ ઈરાનીએ અમેઠીમાં ઉમેદવારી નોંધાવી

30 April, 2024 08:58 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦ મેએ ચૂંટણીના પાંચમા તબક્કામાં આ બેઠક પર મતદાન થશે.

સ્મૃતિ ઈરાનીએ ગઈ કાલે અમેઠીમાં ઉમેદવારી નોંધાવતાં પહેલાં ટૂ-વ્હીલર પર ફરીને પ્રચાર કર્યો હતો.

સ્મૃતિ ઈરાનીએ ગઈ કાલે અમેઠીમાં ઉમેદવારી નોંધાવતાં પહેલાં ટૂ-વ્હીલર પર ફરીને પ્રચાર કર્યો હતો.


લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશની પ્રતિષ્ઠિત અમેઠી બેઠક પર ગઈ કાલે ભારતીય જનતા પાર્ટી (BJP)નાં ઉમેદવાર સ્મૃતિ ઈરાનીએ ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારી નોંધાવવાના એક દિવસ પહેલાં તેમણે અયોધ્યાના રામમંદિરની મુલાકાત પણ લીધી હતી. ઉમેદવારી નોંધાવતી વખતે તેમની સાથે મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન મોહન યાદવ ઉપસ્થિત હતા. ઉમેદવારી નોંધાવતાં પહેલાં તેમણે ગૌરીગંજમાં BJPની ઑફિસથી રોડ-શો કર્યો હતો. કલેક્ટરની ઑફિસથી ૨૦૦ મીટર પહેલાં રોડ-શો અટકાવી દેવામાં આવ્યો હતો. રોડ-શોમાં સ્મૃતિ ઈરાનીના પતિ ઝુબિન ઈરાની પણ ઉપસ્થિત હતા. ૨૦૧૯માં સ્મૃતિ ઈરાનીએ કૉન્ગ્રેસની આ પરંપરાગત બેઠક પર રાહુલ ગાંધીને હરાવ્યા હતા. કૉન્ગ્રેસે હજી સુધી આ બેઠક માટેના ઉમેદવાર જાહેર કર્યા નથી. ૨૦ મેએ ચૂંટણીના પાંચમા તબક્કામાં આ બેઠક પર મતદાન થશે.


Whatsapp-channel Whatsapp-channel

30 April, 2024 08:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK