૭૧મા નૅશનલ ફિલ્મ અવૉર્ડ્સનું આયોજન ૨૩ સપ્ટેમ્બરે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં સાંજે ૪ વાગ્યાથી કરવામાં આવ્યું છે
શાહરુખ ખાન અને રાની મુખરજી
આ વર્ષે ૭૧મા નૅશનલ ફિલ્મ અવૉર્ડ્સમાં શાહરુખ ખાનને ‘જવાન’ માટે અને વિક્રાન્ત મેસીને ‘12th ફેલ’ માટે સંયુક્ત રીતે બેસ્ટ ઍક્ટરનો તથા રાની મુખરજીને ‘મિસિસ ચૅટરજી વર્સસ નૉર્વે’ માટે બેસ્ટ ઍક્ટ્રેસનો નૅશનલ અવૉર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે ૭૧મા નૅશનલ ફિલ્મ અવૉર્ડ્સનું આયોજન ૨૩ સપ્ટેમ્બરે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં સાંજે ૪ વાગ્યાથી કરવામાં આવ્યું છે. આ ફંક્શનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તમામ નૅશનલ અવૉર્ડ વિજેતાઓને સન્માન એનાયત કરશે.


