Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મીનલના નિધનના 4 વર્ષ બાદ લલિત મોદીને સુષ્મિતા સાથે થયો પ્રેમ, જાણો કોણ છે પહેલી પત્ની

મીનલના નિધનના 4 વર્ષ બાદ લલિત મોદીને સુષ્મિતા સાથે થયો પ્રેમ, જાણો કોણ છે પહેલી પત્ની

20 July, 2022 01:06 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

લલિત મોદીને તેની માતાની મિત્ર મીનલ સાથે પ્રેમ થઈ ગયો હતો, જેની સાથે તે વિદેશમાં અભ્યાસ કરતા હતા. જો કે, મીનલને તેનામાં રસ ન હતો, તેથી તેણે લલિતના પ્રસ્તાવને ફગાવી દીધો હતો.

તસવીર (ઈન્સ્ટાગ્રામ)

તસવીર (ઈન્સ્ટાગ્રામ)


ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના સ્થાપક લલિત મોદી(Lalit Modi)`મિસ યુનિવર્સ` અને બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેન (Sushmita Sen)સાથેના સંબંધોને લઈને ચર્ચામાં છે. તેણે સુષ્મિતા સાથે ડેટિંગની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. લલિત ખૂબ જ પ્રાઈવેટ વ્યક્તિ છે, પરંતુ તેનું જીવન કોઈ ફિલ્મી વાર્તાથી ઓછું નથી. પરિણીત મહિલા સાથે લગ્ન કરવાથી લઈને સુષ્મિતા સેનને ડેટ કરવા સુધી, તેના જીવન વિશે બધું જાણો.

જો અહેવાલોનું માનીએ તો લલિત મોદીને તેની માતાની મિત્ર મીનલ સાથે પ્રેમ થઈ ગયો હતો, જેની સાથે તે વિદેશમાં અભ્યાસ કરતા હતા. જો કે, મીનલને તેનામાં રસ ન હતો, તેથી તેણે લલિતના પ્રસ્તાવને ફગાવી દીધો હતો.



મીનલ મોદીના પ્રથમ લગ્ન


લલિત મોદી સાથે લગ્ન કરતા પહેલા મીનલ મોદીએ સાઉદી અરેબિયા સ્થિત બિઝનેસમેન જેક સગરાણી સાથે લગ્ન કર્યા હતા. જો કે, જ્યારે મીનલ ગર્ભવતી હતી, ત્યારે જેકને કૌભાંડના આરોપ સાથે જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો અને ઘણા મહિનાઓ સુધી તે સાઉદી અરેબિયાની જેલમાં હતો. મીનલ તેની પ્રેગ્નન્સી અને ડિલિવરી દરમિયાન એકલી હતી.


લલિત મોદી અને મીનલ મોદીના લગ્ન


 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Lalit Modi (@lalitkmodi)

થોડો સમય જતાં જેક સાથે નાતો તોડીને મીનલ દિલ્હી આવી ગઈ હતી. મીનલની લલિતની માતા સાથે સારી મિત્રતા હતી તેથી તે અવારનવાર લલિતના ઘરે આવતી હતી. લલિતને મીનલ માટે પહેલેથી જ સોફ્ટ કોર્નર હતો અને પછી બંને વચ્ચે નિકટતા વધવા લાગી અને અંતે તેઓએ લગ્ન કરવાનું નક્કી કર્યું.

લલિત મોદી અને મીનલ મોદી વચ્ચે ઉંમરનું અંતર

લલિત અને મીનલના લગ્ન વર્ષ 1991માં થયા હતા. લલિત પોતાના લગ્નને લઈને ખૂબ જ ચર્ચામાં હતા. પ્રથમ, તેણે છૂટાછેડા લીધા હતા અને એક છોકરીની માતા સાથે લગ્ન કર્યા હતા અને બીજું, તેમની વચ્ચે 9 વર્ષનું અંતર હતું. જો કે, તેઓએ સમાજને ધ્યાનમાં લીધા વિના તેમના સંબંધોને એક અલગ સ્તર પર લઈ જવાનો નિર્ણય કર્યો હતો.

લલિત મોદીના બાળકો

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Lalit Modi (@lalitkmodi)

મીનલ મોદીને જેકથી એક પુત્રી છે જેનું નામ કરીમા છે. તે જ સમયે લલિત અને મીનલને બે બાળકો છે. પુત્રીનું નામ આલિયા મોદી અને પુત્રનું નામ રૂચિર મોદી છે.

લલિત મોદીની પત્ની મીનલનું નિધન

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Lalit Modi (@lalitkmodi)

લલિત મોદીએ 10 ડિસેમ્બર 2018ના રોજ તેમની પત્ની મીનલ મોદીના મૃત્યુની માહિતી શેર કરી હતી. મીનલને કેન્સર હતું. તે લાંબા સમયથી આ બીમારી સામે લડી રહી હતી. જો કે તેના મૃત્યુને કારણે લલિત ભાંગી પડ્યો હતો.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Lalit Modi (@lalitkmodi)

પત્ની મીનલના મૃત્યુના લગભગ 4 વર્ષ બાદ હવે લલિતને ફરી પ્રેમ મળ્યો છે. તે બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેનને ડેટ કરી રહ્યો છે. તેમના ડેટિંગના સમાચારે સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે.

Whatsapp-channel Whatsapp-channel

20 July, 2022 01:06 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK