સૂરજની કરીઅર વિશે હવે સલમાન બોલશે
૧૯૮૩ની ફિલ્મ ‘હીરો’ની રીમેક એવી આ ફિલ્મથી સૂરજ બૉલીવુડમાં પોતાની કરીઅરની શરૂઆત કરવાનો છે, પરંતુ આ ફિલ્મ વિશે મિડિયા સાથે વાત કરવાની સલમાને સૂરજ અને તેના પપ્પા આદિત્ય પંચોલી બન્નેને ના પાડી છે. ગયા અઠવાડિયે આદિત્ય સલમાનને મળવા ‘મેન્ટલ’ના સેટ્સ પર હૈદરાબાદ ગયો ત્યારે સલમાને તેને કહ્યું હતું કે ‘અબ મૈં બોલુંગા’.