દાયકાઓથી મુંબઈની માર્કેટમાં સાડીના વારસાને સતત આગળ વધારી રહેલા દુકાનદારો કહે છે...
મુંબઈના ગુલાલવાડી વિસ્તારમાં સાડીની એક દુકાન
ભારતીય સંસ્કૃતિની છાંટ ધરાવતી સાડીનો દબદબો દુનિયાભરમાં વધ્યો છે. જોકે દરરોજ સાડી પહેરનારી મહિલાઓની સંખ્યા ઘટી છે અને રેગ્યુલર સાડીઓ વેચતી ઘણી દુકાનો પણ બંધ થઈ છે પરંતુ સાડીનો રુઆબ જરાય નથી ઘટ્યો. આજે ‘વર્લ્ડ સારી ડે’ નિમિત્તે મુંબઈમાં વર્ષોથી સાડીની દુકાન ધરાવતા કેટલાક અગ્રણીઓ સાડી માટે લોકોના બદલાયેલા પ્રેફરન્સ વિશે શું કહે છે એ જાણીએ



