પાંચ સહેલીઓ ૩૫ દિવસમાં ૫૫૦૦ કિલોમીટરનું ડ્રાઇવિંગ કરીને મસ્ત રોડ-ટ્રિપ કરી આવી
જે વૉલ્વો કારમાં ૫૫૦૦ કિલોમીટરની રોડ-ટ્રિપ કરી એની સાથે અંજુ પોલમપલ્લી, કિરણ લોઢા, પૂનમ નિર્મલ, મીનલ કિરી અને પારુલ શાહ.
ટ્રાવેલિંગ અને ડ્રાઇવિંગનાં શોખીન મુલુંડનાં મીનલ કિરીએ બહેનપણીઓ સાથે લાંબી રોડ-ટ્રિપ પર જવાનું સપનું જોયેલું, જે આૅલમોસ્ટ ૬૦ વર્ષની વયે શક્ય બન્યું. તેમની સાથે પારુલ શાહ, પૂનમ નિર્મલ, કિરણ લોઢા અને અંજુ પોલમપલ્લી એમ ચાર ફ્રેન્ડ્સ કઈ રીતે જોડાઈ અને આ ઉંમરે સેફ ટ્રાવેલ કરી શકાય એ માટે બધાંએ મળીને કેવી-કેવી તૈયારીઓ કરી અને સફરમાં કેવા રોમાંચક અનુભવો થયા એની દાસ્તાન ખૂબ મજાની છે