શું હૉર્મોન્સનાં ઇન્જેક્શન્સ લઈ શકાય?
પ્રતીકાત્મક તસવીર
સેક્સ-સંવાદ
સવાલ : મારી ઉંમર ૬૭ વર્ષ છે. રિટાયર્ડ સિનિયર સિટીઝન છું. છેલ્લાં બે વરસથી મને હાથ-પગમાં ધ્રુજારી આવતી હતી. ક્યારેક તો ચાલતી વખતે પણ કંપન થતું. એ માટે ન્યુરોલૉજિસ્ટ પાસે લાંબા સમયથી દવા ચાલે છે. હવે કંપન અને ધ્રુજારીમાં ઘણો ફરક છે, પણ એ દવાઓને કારણે મારી સેક્સલાઇફ સાવ જ ખતમ થઈ ગઈ છે. લાંબા ફોરપ્લે પછી ઉત્તેજના આવે છે, પણ ખૂબ ઓછી હોય છે. એને કારણે પત્નીને સંતોષ આપી શકતો નથી. ડાયાબિટીઝની તકલીફ છે, પણ નિયમિત દવાઓથી કાબૂમાં રહે છે. ફૅમિલી ડૉક્ટરનું કહેવું છે કે ઉંમરને કારણે હૉર્મોનમાં કમી આવી જવાથી આવું થાય છે. શું હૉર્મોન્સનાં ઇન્જેક્શન્સ લઈ શકાય?
ADVERTISEMENT
જવાબ: સામાન્ય રીતે ૬૦ વરસ પછી હૉર્મોન્સની ઊણપ થવાની શક્યતાઓ વધારે હોય છે એટલે તમે લીધેલી દવાની આડઅસરને દોષ દેવાને કોઈ કારણ નથી. એ છતાં હૉર્મોન્સની કેટલી ઊણપ છે એ બાબતે કોઈ ટેસ્ટ કરાવ્યા પછી ડૉક્ટરે તારણ કાઢ્યું છે કે કેમ એ જાણવું જરૂરી છે. સામાન્ય રીતે હૉર્મોન્સની ઊણપ હોય તો અઠવાડિયામાં બેથી ત્રણ વાર ઘીમાં વઘારેલી અડદની દાળ ખાઓ. એ માટે પાચનશક્તિ સારી હોવી જરૂરી છે. સાથે જ દેશી વાયેગ્રાની ૧૦૦ મિલિગ્રામની ગોળી સમાગમના એકાદ કલાક પહેલાં લઈ જુઓ. આ ગોળીથી ઇન્દ્રિયમાં જો ૩૦ ટકા ઉત્થાન થતું હોય તો એ ૮૦-૯૦ ટકા જેટલું થઈ જઈ શકે છે. ને એમ તમે સફળતાપૂર્વક સંભોગ પણ કરી શકશો અને પત્નીને સંતોષ પણ આપી શકશો.
આ પણ વાંચો : તારક મહેતાના 11 વર્ષઃ જાણો આ હિટ શો વિશે કેટલીક રસપ્રદ વાતો
જો એ છતાં પરિણામ ન મળે તો તમે સારી લૅબોરેટરીમાં જઈને ટેસ્ટોસ્ટેરોન હૉર્મોન્સ અને સેક્સ હૉર્મોન બાઇન્ડિંગ ગ્લોબ્યુલિન ટેસ્ટ કરાવો. હૉર્મોન્સની ટ્રીટમેન્ટ શરૂ કરતાં પહેલાં પ્રોસ્ટેટની તપાસ માટેની પ્રોસ્ટેટ સ્પેસિફિક ઍન્ટિજન ટેસ્ટ પણ કરવી જરૂરી છે. જો આમાં રિઝલ્ટ જરૂરી માત્રા કરતાં વધુ જણાય તો હૉર્મોન ટ્રીટમેન્ટ લેવી હિતાવહ નથી કેમ કે એમ કરવાથી પ્રોસ્ટેટ કૅન્સરના ચાન્સિસ વધી જાય છે.

