તબલાંને વૈશ્વિક ઓળખ અપાવનારા ઉસ્તાદ ઝાકિર હુસેનના પ્રભાવે આ કળા પ્રત્યે અવર્ણનીય જાગૃતિ આવી અને એનું જ પરિણામ છે કે આજે ઘણા યંગસ્ટર્સ પણ તબલાં પ્રત્યે અનેરું આકર્ષણ ધરાવે છે
ઉસ્તાદ ઝાકિર હુસેન
તબલાંને વૈશ્વિક ઓળખ અપાવનારા ઉસ્તાદ ઝાકિર હુસેનના પ્રભાવે આ કળા પ્રત્યે અવર્ણનીય જાગૃતિ આવી અને એનું જ પરિણામ છે કે આજે ઘણા યંગસ્ટર્સ પણ તબલાં પ્રત્યે અનેરું આકર્ષણ ધરાવે છે. જોકે આજે આપણે વાત કરીએ મુંબઈના કેટલાક એવા તબલાવાદક સાથે જેમના વિના શો અધૂરો લાગે. તબલાં પ્રત્યેનો તેમનો પ્રેમ માન્યામાં ન આવે. કઈ રીતે તબલાવાદન તેમના જીવનનો અમૂલ્ય હિસ્સો બન્યું એની રસપ્રદ વાતો જાણીએ




