અંબુજ દીક્ષિતનું માનવું છે કે થોડી ફિઝિકલ ઍક્ટિવિટી કરો એ પણ ભવિષ્યમાં હેલ્ધી રહેવાની દિશાનું અગત્યનું સ્ટેપ પુરવાર થઈ શકે છે, પણ એના માટે સજાગ રહીને ઍક્ટિવિટી ચાલુ કરવી જોઈએ
ફિટ & ફાઇન
અંબુજ દિક્ષિત
‘કલંક’ અને ‘એ ફૉર અંતરા’ જેવી ફિલ્મો પછી હવે વેબસિરીઝ ‘ડૅમેજ્ડ’થી ડેબ્યુ કરનારા અંબુજ દીક્ષિતનું માનવું છે કે થોડી ફિઝિકલ ઍક્ટિવિટી કરો એ પણ ભવિષ્યમાં હેલ્ધી રહેવાની દિશાનું અગત્યનું સ્ટેપ પુરવાર થઈ શકે છે, પણ એના માટે સજાગ રહીને ઍક્ટિવિટી ચાલુ કરવી જોઈએ
ગોલ્ડન વર્ડ્સ
હેલ્ધી ખાઓ અને ઍક્ટિવ રહો. જો આ બે બાબત તમને બરાબર સમજાઈ જાય પછી તમે બીજું કંઈ નહીં શીખો તો પણ ચાલશે.
ADVERTISEMENT
ઍક્ટર તરીકે મારા ક્રાફ્ટ પર કામ કરવું જેટલું મારા માટે મહત્ત્વનું છે એટલું જ મહત્ત્વ મારા માટે હેલ્થ અને ફિટનેસનું છે. ઑનેસ્ટ્લી કહીશ કે હેલ્ધી બૉડી હોય અને જો મેન્ટલી પણ તમે સ્વસ્થ હો ત્યારે તમારામાં ઘણી નવી એબિલિટી ડેવલપ થતી હોય છે. બહેતર વિચારી શકવાથી માંડીને બેસ્ટ નિર્ણય લેવાની ક્ષમતા કેળવી શકો અને સાથોસાથ તમે દરેક પ્રકારની પરિસ્થિતિને સાચી અને યોગ્ય રીતે મૂલવી શકો. હું એક વાત કહીશ કે આજે મોટા ભાગના લોકોને એવું લાગે છે કે ઍક્ટિંગ કે મૉડલિંગ ફીલ્ડમાં હોય તેણે જ ફિટ રહેવું જોઈએ. ઘણા લોકો તો પોતાની મોટી તોંદ માટે સામેથી જ જોક ક્રૅક કરે; પણ ના, એવું નથી. તમે કોઈ પણ પ્રોફેશનમાં હો, યાદ રાખજો કે હેલ્ધી અને ફિટ બૉડી તમને હૅપીનેસ આપશે અને લાઇફમાં હૅપીનેસથી વધારે કોઈ વાત હતી નહીં, છે નહીં અને ક્યારેય હોય પણ નહીં.
શરીર ઍક્ટિવ રહે એ જરૂરી
વર્ષોથી હું વેઇટ ટ્રેઇનિંગ કરું છું. થોડા સમય પહેલાં શૂટ દરમ્યાન થયેલી બૅક ઇન્જરીને કારણે અત્યારે મારે થોડો બ્રેક લેવો પડ્યો છે, પણ વર્કઆઉટની ગેરહાજરીમાં મેં મારી ફિઝિકલ ઍક્ટિવિટી છોડી નથી અને મારી દૃષ્ટિએ હેલ્થની બાબતમાં એ જ સૌથી બેસ્ટ બાબત છે કે તમે તમારા શરીરમાં આળસ ન ભરો.
ચાલી શકો, દાદર ચડી શકો; ઇન ફૅક્ટ, માત્ર ઊભા-ઊભા કામ કરો એ પણ ફિટનેસની મેળવવાની સૌથી ઈઝી બાબત છે. અત્યારે હું ફ્રી-હૅન્ડ એક્સરસાઇઝ વધુ કરું છું. મને મોડું-મોડું સમજાયું કે ફિટનેસની બાબતમાં તમે એક્સ્ટર્નલ બૉડી વેઇટની જેમ જ તમારા ઓરિજિનલ બૉડી વેઇટનો ભરપૂર ઉપયોગ કરી શકો છો. મારા કિસ્સામાં બીજી એક ખાસ બાબત તમને કહું કે હું નિયમિત દરરોજ સવારે મેડિટેશન અચૂક કરું છું.
ઇન ફૅક્ટ, મારા દિવસની શરૂઆત જ મેડિટેશનથી થાય છે એમ કહું તો ચાલે. જ્યારે વર્કઆઉટ તમારા જીવનનો હિસ્સો બની જશે અને મેડિટેશનથી તમારા દિવસની શરૂઆત થતી હશે ત્યાર પછી તમે જો કોઈ પણ કારણસર એમાંથી બ્રેક લેશો કે લેવો પડશે તો પણ તમને એ ગમશે નહીં. તમને સતત એવી ફીલ આવ્યા કરશે કે આજના દિવસે તમે કંઈક મેજર મિસ કર્યું કે પછી આજના દિવસે તમે તમારી જાતને મળ્યા નહીં. જ્યારે તમે એ સ્ટેજ પર પહોંચી જાઓ ત્યારે સમજજો કે હવે તમને હેલ્ધી થવાથી કોઈ નહીં રોકી શકે અને એ પણ માની લેજો કે વર્કઆઉટ હવે તમારી લાઇફસ્ટાઇલ બની ગયું છે.
આ પણ વાંચો : ફિટનેસ રાતોરાત અચીવ નહીં થાય, એના માટે રોજેરોજ તૈયારી કરવી પડશે
ડાયટ સાથે નો કૉમ્પ્રોમાઇઝ
ડાયટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઑફ અ ફિટ લાઇફસ્ટાઇલ. હા, ડાયટ વિના તમે ગમે એટલું હાર્ડ વર્કઆઉટ કરી લેશો તો પણ એનો કોઈ ફાયદો થવાનો નથી. એક બહુ સરસ અને સહેલી ઍડ્વાઇઝ આપું. વીકમાં ત્રણ દિવસ રનિંગ અને વૉકિંગ કરો અને બરાબર હેલ્ધી ડાયટ લેતા હો તો એક કૉમન મૅન માટે એ ઑલમોસ્ટ પૂરતું છે.
ફિટનેસનો થમ્બરૂલ એ છે કે પહેલાં બરાબર ખાઓ અને પછી વર્કઆઉટ કરો. તમને કહ્યું એમ બૅક ઇન્જરીને કારણે હું અત્યારે હેવી વર્કઆઉટ નથી કરી શકતો અને એ પછી પણ મેં ડાયટને ચુસ્તપણે ફૉલો કરવાનું રાખ્યું છે. આ જ કારણ છે કે હેવી વર્કઆઉટ ન હોવા છતાં મારી ફિટનેસમાં કોઈ ખાસ મેજર ઇફેક્ટ નથી દેખાતી. શું ખાવું અને કેટલું ખાવું એ તમારા ઍક્ટિવિટી-લેવલ અને તમારી શરીરની જરૂરિયાત પર આધાર રાખે છે.
મારી જ વાત કહું તો જે દિવસે હું વધુ વર્કઆઉટ કરું એ દિવસે મારા ફૂડમાં કૉમ્પ્લેક્સ કાર્બ્સ અને પ્રોટીન વધારી દઉં અને વર્કઆઉટ ઓછું કર્યું હોય કે થયું ન હોય એવા દિવસોમાં મારા ડાયટમાં કાર્બ્સનું પ્રમાણ ઘટાડી દઉં. તમે માનશો નહીં પણ એક સમય હતો કે હું અતિશય ફૂડી હતો. કોઈ પણ સમયે મને કંઈ પણ ચાલે. જોકે હેલ્થનું મહત્ત્વ સમજાયા પછી એની ઇચ્છા જ નથી થતી. સિલ્વેસ્ટર સ્ટેલન, સંજય દત્ત, સલમાન ખાન જેવા સ્ટાર્સનાં ફિઝિક્સ જોયા પછી મને ફિટનેસનું રીતસરનું ઘેલું લાગ્યું અને પછી ખરેખર ફૂડ તરફ જોવાની મારી નજર બદલાઈ ગઈ.