° °

આજનું ઇ-પેપર
Monday, 06 December, 2021


મસલ્સ જ નહીં, માઇન્ડને પણ ફિટ રાખો

23 November, 2021 07:54 PM IST | Mumbai | Rashmin Shah

માયરા કહે છે, ‘જો એવું ન હોત તો સિદ્ધાર્થ શુક્લા, રાજ કૌશલ કે અવિ બારોટ જેવા વર્કઆઉટ એક્સપર્ટ્સને આટલી નાની ઉંમરે હાર્ટ-અટૅક કેવી રીતે આવ્યો હોત?’

મસલ્સ જ નહીં, માઇન્ડને પણ ફિટ રાખો

મસલ્સ જ નહીં, માઇન્ડને પણ ફિટ રાખો

અનેક તેલુગુ ફિલ્મ અને ટીવી-સિરિયલ કરીને ‘ચાસણી’થી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટર થયેલી ગુજરાતી માયરા દોશી દૃઢપણે માને છે કે દેખાવથી જ નહીં પણ આજના સમયમાં મનથી પણ તંદુરસ્ત રહેવું અનિવાર્ય છે. માયરા કહે છે, ‘જો એવું ન હોત તો સિદ્ધાર્થ શુક્લા, રાજ કૌશલ કે અવિ બારોટ જેવા વર્કઆઉટ એક્સપર્ટ્સને આટલી નાની ઉંમરે હાર્ટ-અટૅક કેવી રીતે આવ્યો હોત?’

બૉડી અને માઇન્ડનું પર્ફેક્ટ અને પ્રૉપર સિન્ક્રોનાઇઝેશન એટલે ફિટનેસ. આપણે ત્યાં લોકોને એવું છે કે જિમમાં જઈ બાવડાં ફુલાવવાં કે પછી ઝીરો ફિગર થવું મીન્સ ફિટનેસ. પણ ના, એવું નથી. તમારી બૉડી ફિટ રહે એની સાથે-સાથે માઇન્ડ પણ એટલું જ ફિટ અને ઍક્ટિવ રહે એ જરૂરી છે. છેલ્લા બેત્રણ મહિનામાં આપણે એવા સ્ટાર્સ અને કૉમનર્સના એટલા ડેથ ન્યુઝ વાંચ્યા-સાંભળ્યા કે આપણને વિશ્વાસ ન આવે. સિદ્ધાર્થ શુક્લા હોય કે પછી મંદિરા બેદીના હસબન્ડ રાજ કૌશલ કે પછી સૌરાષ્ટ્રમાંથી રણજી ટ્રોફી રમતો ક્રિકેટર અવિ બારોટ. આટલી નાની ઉંમરે હાર્ટ-અટૅક પૉસિબલ છે? 
તમે આ સ્ટાર્સને જુઓ, તેમની લાઇફસ્ટાઇલ જુઓ તો ખ્યાલ આવે કે તે ઑલરેડી ફિઝિકલી ફિટ હતા, ડાયટ એવી હતી અને છતાં પણ તેમની સાથે આવું બની ગયું. હમણાં મેં મારા એક કૉમન ફ્રેન્ડના ન્યુઝ સાંભળ્યા, માત્ર ૨૩ વર્ષની ઉંમરે તેને હાર્ટ-અટૅક આવ્યો. આ જેમનાં પણ કોઈનાં ડેથ થયાં છે તેમને કોઈ ખરાબ વ્યસન પણ નહોતું. આ વાંચી- સાંભળી થાય કે બૉડીનું આટલું ધ્યાન રાખ્યા પછી પણ આવું કેમ થાય? હું કહીશ કે માઇન્ડની ફિટનેસના અભાવે.
આજકાલ એક કૉમન પ્રૉબ્લેમ બધાને છે, સ્ટ્રેસ. તમારું મન કામ બીજું કરવા માગે છે અને સ્ટ્રેસ એને બીજા જ કમાન્ડનાં કેમિકલ સપ્લાય કરે છે. આ જે કેમિકલ લોચો છે એને કહેવાય સ્ટ્રેસ. સ્ટ્રેસ આવે એટલે માઇન્ડ સામે મેકૅનિકલ એરર આવે અને પછી બૉડીમાં ગોટાળા શરૂ થાય. સ્ટ્રેસનાં ઘણાં કારણો છે. આપણી લાઇફસ્ટાઇલ, ઓવર-થિન્કિંગ, ટેન્શન, બ્લડ-પ્રેશરનું અપડાઉન, ભાગદોડ, કૉમ્પિટિશન... પણ એક વાત સત્ય છે કે સ્ટ્રેસ લેવું નહીં અને જો ભૂલથી પણ એવું લાગે તો તરત ડૉક્ટરને કન્સલ્ટ કરી લેવા અને જો એવું ન થવા દેવું હોય તો બહેતર છે કે ફિટનેસની બાબતમાં અલર્ટ થઈ વર્કઆઉટ પર લાગી જવું.
વર્કઆઉટ છે જરૂરી
મારું વર્કઆઉટ સિમ્પલ છે. દિવસ દરમ્યાન ૩૦થી ૪પ મિનિટ વર્કઆઉટ કરવાનું અને વીસ મિનિટથી લઈને અડધો કલાક મેડિટેશન. મેં વર્કઆઉટ એવું પ્લાન કર્યું છે કે જે બૉડીને પણ ફિટ રાખે અને મેન્ટલી ફિટનેસ પણ જુએ. ફિઝિકલ વર્કઆઉટમાં પ્લૅન્ક્સ, સ્ટ્રેચિંગ, યોગ, વૉકિંગ, રનિંગ અને એક્સરસાઇઝ શેડ્યુલ હોય. સ્કિપિંગ અને પ્લૅન્ક્સ જેવી એક્સરસાઇઝ હવે હું ઘરે જ કરી લઉં. આ થઈ ફિઝિકલ ફિટનેસની વાત, હવે કરીએ મેન્ટલ ફિટનેસની વાત. 
સિમ્પલ બ્રીધિંગ એક્સરસાઇઝ એટલે કે પ્રાણાયામ. હું મ્યુઝિક સાથે પ્રાણાયામ કરું છું તો મેડિટેશન પણ મ્યુઝિક સાથે કરું. મેડિટેશનમાં ઘણા લોકો કામના વિચારો કર્યા કરે છે જે ખોટું છે. શાંતિથી બેસવું અને એ સમયે કોઈ વિચાર ન આવે એ જરૂરી છે. શરૂઆતમાં એવું બને કે માઇન્ડ વિચારો કરવા લાગે, પણ એના પર તમારે કાબૂ લાવવાનો છે. તમે જેમ-જેમ મેડિટેશન કરો એમ-એમ તમારા વિચારો પણ કન્ટ્રોલમાં આવતા‍ જશે અને વિચારોને કન્ટ્રોલમાં લાવવામાં તમને પ્રાણાયામ ખૂબ હેલ્પફુલ બનવાનું છે. પ્રાણાયામની જે બ્રીધિંગ ટેક્નિક્સ છે એ ઑનલાઇન પણ ઘણી જોવા મળે છે તો બાબા રામદેવના વિડિયો પણ તમે જોઈને એ શીખી શકો છો.
બટરમિલ્ક છે બેસ્ટ
મારું ફૂડ મોસ્ટલી ઘરેથી જ આવતું હોય છે અને મને ઘરનું ખાવાનું સૌથી વધારે ભાવે છે. હા, એવું નથી કે બહારનું ખાતી જ નથી પણ બને ત્યાં સુધી ઘરેથી જ આવે એ વધારે સારું છે. મારો સૌથી મોટો પ્લસ પૉઇન્ટ એ છે કે હું ગમેએટલું ખાઉં, ક્યારેય મારું વજન વધતું નથી કે એ એક્સ્ટ્રા ફૅટ ક્યારેય બૉડીને હેરાન કરતી નથી. મારું મેટાબોલિઝ્મ બહુ સારું છે, પણ મેટાબોલિઝ્મ સારું છે એનો મતલબ એમ નથી કે હું પેટમાં કંઈ પણ ઓર્યા કરું. હેલ્ધી ફૂડ તમારી લાઇફસ્ટાઇલનો એક ભાગ હોવો જોઈએ જેથી સ્ટ્રેસ એ ફૂડને માધ્યમ બનાવીને તમારી બૉડીમાં એન્ટર ન થાય. 
સેટ પર હોઉં ત્યારે જો ઘરનું ફૂડ અવેલેબલ ન હોય તો ફ્રેશ ફ્રૂટ અને ડ્રાયફ્રૂટથી કામ ચલાવી લઉં અને ધારો કે એ ન હોય તો ઑર્ડર કરીને સૅલડ કે ફ્રૂટ્સ મંગાવી લઉં. પનીરમાં વેજિટેબલ્સ ઍડ કરીને હું મારું સૅલડ જાતે બનાવું છું, જે વીકમાં પાંચ-છ વાર તો હું ખાતી જ હોઈશ પણ હું ભૂખ મારું નહીં. કશું ભાવતું ન હોય તો પણ જ્યારે ભૂખ લાગે ત્યારે થોડું પણ ખાઈ લેવું જોઈએ. સમયસર ન જમીને પણ બૉડીને ડિસ્ટર્બ કરવાની પ્રક્રિયા બંધ કરવી જોઈએ. ડિનરમાં મોટા ભાગે ખીચડી કે દહીં-ભાત હોય.
ક્યારેક પીત્ઝા, પાસ્તા કે બીજું 

કોઈ જન્ક ફૂડ ખાવાનું મન થાય તો નૉમિનલ ક્વૉન્ટિટીમાં એ ખાઈ લેવાનું, મન મારીને કશું કરવાનું નહીં. પણ એ સમયે મગજ સતત સતેજ હોવું જોઈએ કે મારે વધારે નથી ખાવાનું, નામ પૂરતું જ ટેસ્ટ કરવાનું છે. અને હા, એક ખાસ વાત, દિવસ દરમ્યાન મને છાશ મળે એટલી વાર હું પીઉં. છાશ મારી ફેવરિટ છે અને મેટાબોલિઝ્મને પણ બહુ હેલ્પફુલ છે.

મહિલાઓને ખાસ કહેવાનું કે...

દિવસ દરમ્યાન તમે ફિઝિકલી અને મેન્ટલી વર્કઆઉટ ન કરી શકો તો ઍટ લીસ્ટ એટલું કરો કે બૉડીમાં જન્ક ફૂડ ન જાય. આપણી ગુજરાતી મહિલાઓ ઘરના કામને વર્કઆઉટ માને છે, પણ એ ખોટું છે. તેમણે સ્ટ્રેચિંગ, મેડિટેશન અને વૉકિંગ કે સ્કિપિંગ કરવું જ જોઈએ. આ બહુ બેઝિક છે અને આ બેઝિક ઍક્ટિવિટી તમે ક્યાંક પણ કરી શકો છો. સ્કિપિંગ અને સ્ટ્રેચિંગ સ્ટ્રેસને એકત્રિત નહીં થવા દે. તમે ટ્રાય કરશો તો ખ્યાલ આવશે કે સ્કિપિંગ અને સ્ટ્રેચિંગ પછી બૉડી અને માઇન્ડ ફ્રી લાગશે.

ગોલ્ડન વર્ડ્સ
સ્ટ્રેસને દૂર કરવામાં મેડિટેશન એકદમ બેસ્ટ છે, જે માઇન્ડને રિલૅક્સ કરે છે.

23 November, 2021 07:54 PM IST | Mumbai | Rashmin Shah

અન્ય લેખો

એકબીજાથી ચડિયાતા હોવાના દાવા-પ્રતિદાવા જ લોકોને દૂર કરવાનું કામ કરે છે

એક વાત યાદ રાખજો કે પ્રચાર જરૂરી છે, પણ બીજાના દુષ્પ્રચાર સાથે આગળ વધવું અયોગ્ય છે

05 December, 2021 07:51 IST | Mumbai | Manoj Joshi

૮૦૦૦ મીટરથી ઊંચાં ૧૪શિખરો ૬ મહિના અને છ દિવસમાં સર

અદ્ભુત, અસંભવ અને અકલ્પનીય લાગે એવી આ સિદ્ધિ છે નેપાલના નિર્મલ પુરજાની. આ જાંબાઝનું સાહસ કઈ રીતે પૉસિબલ બન્યું એની ડૉક્યુ ફિલ્મ ‘૧૪ પીક્સ : નથિંગ ઇઝ ઇમ્પૉસિબલ’ આવી છે. સપનાં જોવાની હામ ધરાવતા દરેકે ૩૮ વર્ષના આ યુવકની જિંદગીમાંથી શીખવા જેવું છે

05 December, 2021 07:49 IST | Mumbai | Aashutosh Desai

મહિલાઓ દ્વારા ચાલતું આ પ્રિન્ટિંગ પ્રેસ વર્ષેદહાડે કરે છે બે કરોડનું ટર્નઓવર

ઉત્તર ગુજરાતના વીસનગરમાં મહિલા દ્વારા સ્થપાયેલા અને મહિલાઓ દ્વારા જ ચાલતા પ્રિન્ટિંગ પ્રેસે પુરુષોના વર્ચસવાળા ફીલ્ડમાં પણ પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. ઓછું ભણેલી અને બિનઅનુભવી સ્ત્રીઓ પણ જો સાથે મળીને કંઈક કરવા ધારે તો શું થઈ શકે?!

05 December, 2021 07:41 IST | Mumbai | Shailesh Nayak

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK