જેમ્સ ક્લિઅરની બુક ‘ઍટમિક હૅબિટ્સ’ આ જ વાત કહે છે અને સાથોસાથ સૂચવે છે કે નાનામાં નાની વાતને જો એકસાથે એકઠી કરવામાં આવે તો એ જિંદગી બદલવાનો બેસ્ટ રસ્તો બની જાય છે
જેમ્સ ક્લિઅરની બુક ‘ઍટમિક હૅબિટ્સ’
બાયોકેમિકલ્સ જેવી બ્રાન્ચમાં માસ્ટર્સ કર્યા પછી કોઈ માણસ લેખક બની જાય એવું ધારી કઈ રીતે શકાય? કઈ રીતે એવું વિચારી પણ શકાય કે આજના સમયની ટોચની ત્રણ પ્રોફેશનલ બ્રાન્ચમાં ગોલ્ડ મેડલ લાવનારી વ્યક્તિ લાઇફમાં કશું નહીં કરવાનું નક્કી કરી લોકોની લાઇફ સુધારવાની બાબતમાં કામ કરવાનું નક્કી કરી શકે? દેખીતી રીતે આવું નક્કી કરનારો પાગલ લાગે અને જેમ્સ ક્લિઅર એવો જ પાગલ પુરવાર પણ થયો હતો. અમેરિકન રાઇટર જેમ્સ ક્લિઅરે બાયોકેમિકલ્સમાં ગોલ્ડમેડલ સાથે માસ્ટર્સ કમ્પ્લીટ કર્યું અને તેની પાસે ફાર્માસ્યુટિકલ કંપનીઓની લાંબી લાઇન લાગી ગઈ. મોટા ભાગની કંપનીઓએ બિલિયન્સમાં તેને પૅકેજ ઑફર કર્યું, કારણ કે બાયોકેમિકલ્સ ફેકલ્ટી દ્વારા જેમ્સ માનવ શરીરમાં કેમિકલ્સથી આવનારા ચેન્જનું રિસર્ચ કરવા માટે બેસ્ટ વ્યક્તિ હતી, પણ પોતાના એજ્યુકેશન દરમ્યાન જેમ્સના મનમાં એક વાત સ્પષ્ટ થઈ ગઈ હતી કે માણસનું ઘડતર તેનું બ્રેઇન કરે છે અને બ્રેઇનને ઘડવાનું કામ આદતો કરે છે. જો આદતો પર કામ કરવામાં આવે તો માનવ જીવન પર બહુ મોટી અસર ઊભી થઈ શકે છે.
જેમ્સ ક્લિઅરની બુક ‘ઍટમિક હૅબિટ્સ’ પણ આ જ કામ કરે છે અને એણે એ કર્યું પણ ખરું. અમેરિકામાં બેસ્ટ સેલર પુરવાર થયેલી ‘ઍટમિક હૅબિટ્સ’ ત્યાર પછી તો દુનિયાભરમાં એટલી પૉપ્યુલર થઈ કે એનું ૪૭ ભાષામાં રૂપાંતર થયું. જો તમામ ભાષાઓના સરવાળાને જૉઇન કરીને કહેવાનું હોય તો કહેવું રહ્યું કે ‘ઍટમિક હૅબિટ્સ’ની અત્યાર સુધીમાં પચાસ લાખથી વધારે નકલ વેચાઈ ચૂકી છે.
‘ઍટમિક હૅબિટ્સ’ની વાત પર આવતાં પહેલાં જેમ્સ ક્લિઅરની લાઇફ જોઈ લઈએ, કારણે કે એ એટલી જ ઇન્ટરેસ્ટિંગ છે જેટલી ‘ઍટમિક હૅબિટ્સ’ ઇન્ટરેસ્ટિંગ છે.
જેમ્સ અને એજ્યુકેશન બાયોકેમિકલ્સમાં માસ્ટર્સ થયા પછી જેમ્સે ફાર્મા કંપનીઓની સાથે જોડાવાને બદલે સ્પોર્ટ્સ ઍથ્લીટ્સ અને માર્કેટિંગ એક્ઝિક્યુટિવ્સના પર્ફોર્મન્સ કોચ તરીકેનો પ્રોફેશન શરૂ કર્યો. સ્પોર્ટ્સ ઍથ્લીટ્સને તૈયાર કરવાનું અને કંપનીના બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર બનીને માર્કેટમાં ફરતા એક્ઝિક્યુટિવ્સને ટ્રેઇન કરવાનું કામ કરનારા જેમ્સ ક્લિઅરે એ
લોકો પર વ્યક્તિગત કામ કરવાનું શરૂ કર્યું અને તેમની રોજબરોજની આદતમાં ચેન્જ આવે એના પ્રયાસો શરૂ કર્યા. જેમ્સ ક્લિઅર કહે છે, ‘આ કામ સહેલું છે કે અઘરું એની ચર્ચા કોઈએ ન કરવી જોઈએ. ચર્ચા એ બાબતની કરવી જોઈએ કે એમાં કન્સિસ્ટન્સી કેટલી રાખવામાં આવી. જો પાણીનું એક ડ્રૉપ પણ નિયમિત રીતે પથ્થર પર પડીને એમાં કાણું પાડી શકે તો આપણે તો માણસ છીએ. આપણામાં પણ જો કન્સિસ્ટન્સી આવી જાય અને આપણે આપણી ખરાબ આદતોને દૂર કરી શકીએ.’
જેમ્સ દ્વારા કરવામાં આવતા કામનું એટલું તો સરસ રિઝલ્ટ મળ્યું કે જેમ્સની પાસે કંપનીઓની લાંબી લાઇન લાગી ગઈ. જોકે જેમ્સના મનમાં બીજો જ એક વિચાર ચાલતો હતો અને જેમ્સે નવી કંપનીઓ સાથે કૉન્ટ્રૅક્ટથી જોડાવાને બદલે મનમાં આવેલા વિચારને અમલમાં મૂકવાનું શરૂ કરી પોતાનાં બધાં કામ બે વર્ષ માટે બંધ કરી ‘ઍટમિક હૅબિટ્સ’ લખવાનું શરૂ કર્યું.
બુક અને પછીની લાઇફ ‘ઍટમિક હૅબિટ્સ’ પબ્લિા થતાં જ એ એવી તે પૉપ્યુલર થઈ કે જેની કલ્પના ખુદ પબ્લિશરે નહોતી કરી. ‘ઍટમિક હૅબિટ્સ’ની પહેલી એડિશન માત્ર છત્રીસ કલાકમાં વેચાઈ હતી અને એનું કારણ હતું. બુક પબ્લિશ થયાના પહેલા જ દિવસે ન્યુ યૉર્ક ટાઇમ્સના એડિટરે ઑફિશ્યલ સ્ટેટમેન્ટ કર્યું હતું કે ‘ઍટમિક હૅબિટ્સ’ જો તેની લાઇફમાં પહેલાં આવી હોત તો તે આજે કદાચ અમેરિકાના પ્રેસિડન્ટ હોત!
‘ઍટમિક હૅબિટ્સ’ પછી જેમ્સે પર્સનલાઇઝ્ડ ટ્રેઇનિંગ બંધ કરી પબ્લિક સ્પીકર અને કંપનીઓ સાથે ગ્રુપ ટ્રેઇનિંગની શરૂઆત કરી. આજે અમેરિકાની એક પણ નામાંકિત કંપની એવી નથી જેણે જેમ્સ ક્લિઅર પાસે પોતાની કંપનીના સિનિયર ઑફિસરની ટ્રેઇનિંગ ન અપાવી હોય. જેમ્સ ક્લિઅર કહે છે, ‘કંપનીનો સમય બરબાદ કરવો અને કંપનીની ઇચ્છા હોય એ મુજબનો પર્ફોર્મન્સ ન આપવો એ કામચોરી નથી, આદત છે અને આ આદત સામાન્ય રીતે દરેક દસમાંથી આઠ વ્યક્તિઓમાં હોય છે. જો ધ્યાન આપી એના પર કામ કરવામાં આવે તો કંપની જ નહીં, વ્યક્તિનો પણ પર્સનલ ગ્રોથ થતો હોય છે.’

