Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > વ્યવસ્થાપકને જ વ્યવસ્થામાં રસ ન હોવો એ પણ કુટેવ છે

વ્યવસ્થાપકને જ વ્યવસ્થામાં રસ ન હોવો એ પણ કુટેવ છે

16 January, 2022 12:27 PM IST | Mumbai
Swami Sachidanand

વ્યક્તિગત રીતે જ કુટેવો છે એવું ક્યાં કહેવાયું છે? આ સભા જુઓ. 

મિડ-ડે લોગો

મિડ-ડે લોગો


વ્યક્તિગત રીતે જ કુટેવો છે એવું ક્યાં કહેવાયું છે? આ સભા જુઓ. 
આમંત્રિત વિશિષ્ટ મહેમાનો મંચ પરની ખુરસીઓ પર ગોઠવાવા લાગ્યા છે. વ્યવસ્થાપક હાજર નથી, કારણ કે કોઈ અવ્યવસ્થાને વ્યવસ્થિત કરવા ક્યાંક ગયા હશે! આ તમારી ધારણા છે. બાકી, જુઓ પેલી બાજુએ. દૂર ઊભાં-ઊભાં બીડી ફૂંકી રહ્યા છે અને વાતોના તડાકા લગાવી રહ્યા છે. એટલામાં ખાસ વિશિષ્ટ મહેમાનની ગાડી આવી પહોંચે છે. પેલા ઉતાવળા-ઉતાવળા હાંફળાફાંફળા તેમનું સ્વાગત કરવા સળગતી બીડીને ગમે ત્યાં ફેંકીને દોડે છે તેમને આવકારવા, પણ આ શું? 
સ્ટેજ પર તો તેમને બેસવાની જગ્યા જ નથી. પહેલા આવેલા મહેમાનો તથા મહેમાનોનાં પ્રિય પાત્રો અને માનભોગી બીજાઓ પોતપોતાની રીતે ઠીક લાગ્યું એમ ગોઠવાઈ ગયાં છે. હવે આ ખાસ મહેમાનને ક્યાં બેસાડવા? ફરી પાછું જગ્યા માટે મહેનત કરવાની અને માંડ જગ્યા કરીને પેલા વરરાજાની માફક પોંખાવાના મૂડમાં ઊભા રહેલા ખાસ મહેમાનને બેસાડવાના. આ છે વ્યવસ્થાપકની વ્યવસ્થા!! 
ખરેખર શું હોવું જોઈએ? પ્રત્યેક વિશિષ્ટ વ્યક્તિની જગ્યા પર નામ લખી રાખવાં જોઈએ. આવનાર મહેમાનો પોતપોતાના નામ પ્રમાણે ગોઠવાતા જાય. આપણે ત્યાં ઘણા એવા અનધિકૃત માણસો હોય છે જે વગર કહ્યે મંચ પર સારી જગ્યા જોઈને ચડી બેસતા હોય છે. તેમના આક્રમણને પાછું ધકેલવા વ્યવસ્થાપકે સ્વયં અથવા બીજા કોઈ યોગ્ય માણસે મંચનાં પગથિયાં આગળ સતત ઊભા રહેવું જોઈએ. આમંત્રિત પ્રત્યેક વ્યક્તિને યથાયોગ્ય આવકાર મળવો જોઈએ. એવું ન થાય તો એ અપમાન કહેવાય. 
આ માઇકવાળાને જુઓ, માઇક ચાલુ છે કે નહીં એ જોવા માટે તે વારંવાર જોર-જોરથી માઇકમાં ફૂંક મારે છે. તેની દેખાદેખીથી લગભગ પ્રત્યેક વક્તા માઇકમાં ફૂંક મારીને બોલવાનું શરૂ કરે છે. આ કુટેવથી એક તરફ માઇકમાં થૂંકના કણ તથા શ્વાસની ભીનાશ જવાથી માઇકનું આયુષ્ય તથા ક્ષમતા ઘટે છે તો બીજી તરફ, સભાને ન ગમતા કર્કશ ધ્વનિથી વારંવાર વિક્ષેપ પડે છે. માઇક કામ કરે છે કે નહીં એને તપાસવું જ હોય તો સ્ટૅન્ડ પર સહેજ આંગળીનો ટકોરો મારવાથી પણ ખ્યાલ આવી જાય. ફૂંક મારવાની કુટેવ એટલી બધી વ્યાપક બની ગઈ છે કે મોટા નેતાઓમાં પણ કોઈ વાર દેખાઈ જાય છે અને આ સભાનું સંચાલન કરનારા ઉદ્ઘોષકને જોઈ લો. પ્રત્યેક વક્તાના પ્રવચન પર બમણો સમય તેઓ કૉમેન્ટરી કરે છે. આખી સભાના પૂરા સમયમાંથી અડધો સમય તેમની કૉમેન્ટરીમાં ચાલ્યો જાય છે.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝ પેપરનાં નહીં.)


Whatsapp-channel Whatsapp-channel

16 January, 2022 12:27 PM IST | Mumbai | Swami Sachidanand

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK