એવું કામ અમારે ફરી કરવું નથી એટલે મોટા ભાગે અમે ના જ પાડીએ છીએ
ઍટલાન્ટાના સૌપ્રથમ દેરાસરમાં જૈન સંઘે ચોવીસેચોવીસ તીર્થંકરની સ્થાપના કરી છે.
આપણે વાત કરીએ છીએ અમેરિકાના ઍટલાન્ટામાં બનેલા પહેલા જૈન દેરાસરની. તમને કહ્યું એમ એ દેરાસરનું RCC-કૉન્ક્રીટનું કામ અમેરિકામાં શરૂ થયું તો સાઇડ-બાય-સાઇડ અમે પથ્થરનું દેરાસર બનાવવાનું કામ મકરાણા માર્બલ સાથે રાજસ્થાનના મકરાણામાં શરૂ કર્યું અને ત્યાં બનાવવાનું હતું એ દેરાસર આખું અહીં આપણે ત્યાં ઊભું કર્યું, પણ પેલી જે જિગ્સૉ પઝલ આવે એ રીતે.



