ઑટિસ્ટિક ચાઇલ્ડનાં ઇમોશન્સને લોકો સુધી પહોંચાડવાનું કામ ગુજરાતી મ્યુઝિક-કમ્પોઝર હિતેશ પટણીએ એટલું સુંદર રીતે કર્યું છે કે એ સાંભળતી વખતે આંખો ભીની થયા વિના નહીં રહે
હિતેશ પટણી
તમે કોઈને દયનીય પરિસ્થિતિમાં જુઓ અને તમારી આંખો ભરાઈ આવે તો સમજી શકાય પણ કોઈને દયનીય પરિસ્થિતિમાં જોયા પછી પણ તેનામાં રહેલી ટૅલન્ટને તમે પારખી જાઓ તો તમને કયા સ્તરનું તાજ્જુબ થાય? તાજ્જુબ થયા પછી તમે શું કરો?




