Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આ કન્યાની વાર્તાઓ અમેરિકન પબ્લિશરને પસંદ પડી ગઈ

આ કન્યાની વાર્તાઓ અમેરિકન પબ્લિશરને પસંદ પડી ગઈ

17 June, 2022 12:33 PM IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

થોડા સમય પહેલાં એ ઇન્ડિયન ઍપ પર પણ લોન્ચ થઈ છે ત્યારે જાણીએ આ બુકમાં એવી તે શી ખાસિયત છે એ જાણવા યંગ ગર્લ સાથે ગુફ્તેગો કરીએ

 ઇમેજિનેશન વર્લ્ડમાં વૅલ્યુઝ ઍડ કરીને ધ્યાનાએ સ્ટોરી બુક લખી નાખી, પણ એને પબ્લિશ કઈ રીતે કરવી એનો આઇડિયા નહોતો.

ઇમેજિનેશન વર્લ્ડમાં વૅલ્યુઝ ઍડ કરીને ધ્યાનાએ સ્ટોરી બુક લખી નાખી, પણ એને પબ્લિશ કઈ રીતે કરવી એનો આઇડિયા નહોતો.


ઘાટકોપરની ૧૧ વર્ષની ધ્યાના ગડાએ પૅન્ડેમિક દરમિયાન લખેલી સ્ટોરીઝની બુક ​પહેલાં અમેરિકામાં પ્રિન્ટ થઈ અને ઑનલાઇન શૉપિંગ ઍપ પર વેચાણ અર્થે મુકાઈ હતી. થોડા સમય પહેલાં એ ઇન્ડિયન ઍપ પર પણ લોન્ચ થઈ છે ત્યારે જાણીએ આ બુકમાં એવી તે શી ખાસિયત છે એ જાણવા યંગ ગર્લ સાથે ગુફ્તેગો કરીએ

કાલ્પનિક વાર્તાઓ બાળકોને ખૂબ ગમતી હોય છે. દાદા-દાદી કે મમ્મી-પપ્પા રાતે સૂતી વખતે સ્ટોરી સંભળાવે એ પણ તેમને બહુ ગમે. આપણે નાના હતા ત્યારે પૌરાણિક કથાઓ સાંભળવાની મજા પડતી, જ્યારે આજની પેઢીને હૅરી પૉટર અને ફૅરીટેલની ફિક્શનલ સ્ટોરી અટ્રૅક્ટ કરે છે. ઘાટકોપરની ૧૧ વર્ષની ધ્યાના હિતેન્દ્ર ગડાને પણ બાળવાર્તાઓનું ગજબનું આકર્ષણ છે. એ એટલી હદે કે વાર્તાઓ સાંભળીને અને વાંચીને તે પણ લખવા પ્રેરાઈ. પૅન્ડેમિક દરમિયાન ધ્યાનાએ લખેલી બુક અમેરિકાની ઍમેઝૉન ઍપ પર ​મૂકવામાં આવી હતી અને હાલમાં જ એને ઇન્ડિયન શૉપિંગ ઍપ પર રજૂ કરવામાં આવી છે. નાની ઉંમરે પુસ્તક લખવાની પ્રેરણા કઈ રીતે થઈ એ જાણવા મળીએ નાનકડી લેખિકાને. 
ઇન્સ્પાયર્ડ થઈ
સાત વર્ષની ઉંમરે ધ્યાનાએ સ્કૂલના મૅગેઝિન માટે લખવાનું શરૂ કર્યું હતું એવી જાણકારી આપતાં તેની મમ્મી અનિલા ગડા કહે છે, ‘ચાર વર્ષની ઉંમરથી ધ્યાના શ્રીમદ રાજચંદ્ર ડિવાઇન ટચનો ભાગ રહી છે. નાનપણથી જૈન ધર્મના સિદ્ધાંતો અને વિવિધ કૌશલો વિશેનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો હોવાથી વાંચન અને લેખનમાં તેની વિશેષ રુચિ રહી છે. સંતોનો તેના જીવનમાં પ્રભાવ રહ્યો છે. લેખિકા બનવાનું સપનું તેણે નાની વયે જ જોયું હતું. ટૂંકી વાર્તાઓ લખવી અને વાંચવી તેનો શોખ છે. શરૂઆતમાં મૉરલ વૅલ્યુઝ સાથે સ્મૉલ કન્ટેન્ટ લખતી. ઑબ્ઝર્વેશન અને લાઇફ એક્સ્પીરિયન્સમાંથી તેને પોતાનાં લક્ષ્યોને પ્રાપ્ત કરવાની પ્રેરણા મળે છે. તેની ઉંમરનાં બાળકોને ફિક્શન સ્ટોરીનું આકર્ષણ હોય એ સ્વાભાવિક છે. હૅરી પૉટર સિરીઝ તેને ખૂબ પસંદ છે. લૉકડાઉનમાં ઑનલાઇન સ્કૂલ હતી ત્યારે તેની પાસે ઘણો ફાજલ સમય હતો. એ વખતે તે ધાર્મિક પુસ્તકો ઉપરાંત બાળવાર્તા પણ વાંચતી હતી. હૅરી પૉટરના ઑથર જે. કે. રોલિંગથી ઇન્સ્પાયર્ડ થઈને શાઇન ટાઇમ નામથી તેણે સ્ટોરી બુક લખી છે. ઇમેજિનેશનમાં વૅલ્યુઝ ઍડ કરીને લખાયેલી બુક પ્રિન્ટ થતાં ધ્યાનાનું સપનું સાકાર થયું છે.’



Dhyana Gada


બુકની ખાસિયત 
ઘાટકોપર-પૂર્વમાં આવેલી પી. જી. ગારોડિયા સ્કૂલના સાતમા ધોરણમાં અભ્યાસ કરતી ધ્યાના સ્ટોરી બુક વિશે વાત કરતાં કહે છે, ‘મારી સ્ટોરીમાં ઇમેજિનેશન અને મૉરલ વૅલ્યુઝ બન્નેનું મિક્સ કન્ટેન્ટ છે. લૉકડાઉનમાં સોસાયટીના ગાર્ડનમાં આંટા મારતી વખતે આ જગ્યા ડાર્ક ફૉરેસ્ટ હોય અને ડૉગ ટાઇગર હોય એવું ઇમૅજિનેશન કરતી. વાર્તામાં મિસ્ટિકલ લૅન્ડ છે જ્યાં તમારાં બધાં સપનાં સાકાર થાય છે. અહીં મરમેઇડ્સ, ફૅરી (પરીઓ) અને ડ્રૅગન રહે છે. બ્રહ્માંડમાં સૌથી શક્તિશાળી સ્થળના રહેવાસીઓ એકબીજાને મદદરૂપ થઈ હળી-મળીને રહેતા હોય છે, પરંતુ ઈર્ષ્યા અને કપટથી પ્લૅનેટનું ભવિષ્ય જોખમમાં મુકાઈ જાય છે. બૅડીઝ (એક પાત્ર જે વિલનની ભૂમિકામાં છે) અને એના અનુયાયીઓ દ્વારા પ્લૅનેટને કબજે કરવામાં ન આવે એ માટે ક્વીન એન્જેલા અને તેની પુત્રીઓ મથામણ કરે છે. શું લોભ, ઈર્ષ્યા અને યુક્તિ બળને પછાડવા માટે પૂરતાં હશે? બુકનાં આઠ ચૅપ્ટરમાં શાઇન ટાઇમ ગર્લ્સ પ્લૅનેટને કઈ રીતે બચાવે છે એની વાર્તા છે. હું માનું છું કે ઈર્ષ્યા એવો અવગુણ છે જે તમને લાઇફમાં હેરાન કરે છે. કોઈ પણ વ્યક્તિને જીતવાનો એકમાત્ર રસ્તો પ્રેમ છે. લવ સૌથી પાવરફુલ વસ્તુ છે જેનાથી તમે આખી દુનિયાને ટૅકલ કરી શકો છો એવો મેસેજ આપ્યો છે. બુક લખતાં મને બે મહિનાનો સમય લાગ્યો હતો.’
બુક પ્રિન્ટ થઈ 
ઇમેજિનેશન વર્લ્ડમાં વૅલ્યુઝ ઍડ કરીને ધ્યાનાએ સ્ટોરી બુક લખી તો નાખી, પણ એને પબ્લિશ કઈ રીતે કરવી એનો આઇડિયા નહોતો. સૌથી પહેલાં અમેરિકામાં પ્રિન્ટ થઈ એ આકસ્મિક ઘટના કહી શકો એમ જણાવતાં અનિલાબહેન કહે છે, ‘ધ્યાનાને લેખનમાં વિશેષ રુચિ હોવાથી અમે તેને સ્મૉલ સ્ટોરી લખવા પ્રોત્સાહિત કરતા હતા, પણ તે બુક લખશે અને એ છપાશે એવું વિચાર્યું નહોતું. વ્યવસાયે હું લાઇફકોચ થેરપિસ્ટ છું. ઑનલાઇન કોચિંગ દરમિયાન વાતવાતમાં એક અમેરિકન ક્લાયન્ટ સાથે ધ્યાનાએ લખેલી સ્ટોરી બુકની વાત કરી. તેણે પબ્લિશરને ફૉર્વર્ડ કરી. આમ પ્રિન્ટિંગનો રસ્તો ખૂલી ગયો.’
વાતનો દોર પોતાના હાથમાં લેતાં ધ્યાના કહે છે, ‘સ્ટોરી લખવાની સાથે મારા માઇન્ડમાં કૅરૅક્ટરનાં પિક્ચર્સ પણ હતાં. પ્રિન્ટ કરતાં પહેલાં પબ્લિશિંગ હાઉસે પિક્ચર્સ ડ્રૉ કરવા માટે ડિઝાઇનરની વ્યવસ્થા કરી આપી હતી. હું એક્સપ્રેસ કરું એ રીતે તેઓ પોર્ટ્રેટ બનાવતા જાય. કલર્સ, કૅરૅક્ટરનાં ફીચર્સ વગેરે મારી ઇમેજિનેશન પ્રમાણે બનાવી આપ્યાં. કન્ટેન્ટ એડિટિંગ કરવામાં પણ તેમણે જ હેલ્પ કરી. પબ્લિશિંગ હાઉસ અમેરિકાનું હોવાથી સ્ટોરી બુક સૌપ્રથમ ત્યાંની ઍપ પર રજૂ કરવામાં આવી હતી. આ સમર વેકેશનમાં સ્ટોરી બુકને ડિવાઇન પ્લેસ પર લૉન્ચ કરી ઇન્ડિયન ઍપ પર મૂકવામાં આવી છે. નાનપણથી હું ધરમપુરમાં આવેલા શ્રીમદ રાજચંદ્રના આશ્રમમાં ત્રણ દિવસના સમર કૅમ્પમાં જાઉં છું. અહીં મૉરલ વૅલ્યુઝ શીખવવામાં આવે છે. સમર કૅમ્પમાં સેંકડો બાળકોની ઉપસ્થિતિમાં બુક લૉન્ચ કરવામાં આવી એ લાઇફટાઇમ મેમોરેબલ મોમેન્ટ્સ બની ગઈ.’
ધ્યાનાના પપ્પા બિઝનેસમૅન છે અને મમ્મી થેરપિસ્ટ. હૅરી પૉટર સિરીઝની જેમ ધ્યાના શાઇન ટાઇમ સિરીઝ પર કામ કરી રહી છે. સર્જનાત્મક લેખન ઉપરાંત સિન્ગિંગ અને ડાન્સમાં પણ તેને રસ છે. હાલમાં તે કમ્પ્યુટર કોડિંગ શીખી રહી છે. મૅથ્સ મનગમતો વિષય હોવાથી મોટા થઈને કમ્પ્યુટર એન્જિનિયર બનવું છે.

 ઇમેજિનેશન વર્લ્ડમાં વૅલ્યુઝ ઍડ કરીને ધ્યાનાએ સ્ટોરી બુક લખી નાખી, પણ એને પબ્લિશ કઈ રીતે કરવી એનો આઇડિયા નહોતો.


Whatsapp-channel Whatsapp-channel

17 June, 2022 12:33 PM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK