Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ગાડી નહીં,લોન મળશે:નૉન-બૅન્કિંગ ફાઇનૅન્સ કંપનીઓની કટોકટીની અસર વેચાણ પર

ગાડી નહીં,લોન મળશે:નૉન-બૅન્કિંગ ફાઇનૅન્સ કંપનીઓની કટોકટીની અસર વેચાણ પર

07 August, 2019 10:00 AM IST |

ગાડી નહીં,લોન મળશે:નૉન-બૅન્કિંગ ફાઇનૅન્સ કંપનીઓની કટોકટીની અસર વેચાણ પર

ગાડી નહીં,લોન મળશે

ગાડી નહીં,લોન મળશે


ભારતમાં વાહનોનું વેચાણ સતત ઘટી રહ્યું છે. ઉત્પાદકો માટે બમણો માર છે, કારણ કે ભારત અને ચીન વિશ્વમાં વાહનોના વેચાણમાં સૌથી ઝડપથી વિકસતાં બન્ને બજારો મંદીમાં ચાલી રહ્યાં છે, પરંતુ તકલીફ બન્ને દેશમાં અલગ-અલગ છે. ચીનમાં પ્રદૂષણ અંગેના નિયમો આકરા બનતાં ગાડીઓનું વેચાણ ઘટ્યું છે, જ્યારે ભારતમાં જીએસટી ટૅક્સમાં થયેલો વધારો અને નૉન- બૅન્કિંગ ફાઇનૅન્સ કંપનીઓની તકલીફ બે મહત્ત્વનાં કારણો છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં દેશમાં વેચાતાં કુલ કમર્શિયલ વાહનોમાં ૬૦ ટકા, કારમાં ૩૦ ટકા અને ૬૫ ટકા જેટલાં ટૂ-વ્હીલર્સમાં નૉન-બૅન્કિંગ કંપનીઓએ ધિરાણ આપ્યું છે. બજાર માને છે કે અત્યારે ગાડીઓ નહીં, પણ ધિરાણની હળવી શરતો એટલે કે લોનના કારણે ગાડીઓનું વેચાણ જોવા મળી રહ્યું હતું. અત્યારે ધિરાણ અટકી ગયું છે એટલે ગાડીઓનું વેચાણ પણ અટકી ગયું છે.

ધિરાણમાં ઘટાડો



સપ્ટેમ્બરથી ડિસેમ્બર ૨૦૧૮ના ત્રણ માસમાં નૉન-બૅન્કિંગ ફાઇનૅન્સ કંપની (એનબીએફસી)નું કમર્શિયલ અને ગ્રાહકોને થતું ધિરાણ ૧૭ ટકા ઘટ્યા પછી જાન્યુઆરીથી માર્ચના ક્વૉર્ટરમાં પણ ધિરાણ ૩૧ ટકા ઘટ્યું હતું. સતત બે ક્વૉર્ટરમાં ધિરાણ ઘટવાથી હવે એની અસર ગ્રાહકોની ખરીદી અને ઉદ્યોગોના રોકાણ પર પડી રહી હોવાની શક્યતા છે. દેશના નૉન-બૅન્કિંગ ધિરાણમાં ૨૩ ટકા જેટલો મોટો હિસ્સો ધરાવતા મહારાષ્ટ્રમાં એનબીએફસી થકી ધિરાણમાં માર્ચ ૨૦૧૯ના ક્વૉર્ટરમાં ૪૨.૯૭ ટકાનો ઘટાડો હતો. મહારાષ્ટ્ર રાજ્યમાં કુલ નવું ધિરાણ જાન્યુઆરીથી માર્ચ ૨૦૧૮ના ક્વૉર્ટરમાં ૬૮,૯૪૯ કરોડ હતું જે જાન્યુઆરીથી માર્ચ ૨૦૧૯ દરમિયાન ઘટીને ૩૯,૩૨૧ કરોડ રૂપિયા થઈ ગયું છે. બીજી તરફ આ જ સમયગાળામાં ગુજરાત રાજ્યમાં ધિરાણ ૨૯ ટકા ઘટી ૧૫,૧૧૮ કરોડ રૂપિયા થયું છે.


વેચાણમાં સુધારો અત્યારે જણાતો નથી

મે મહિનામાં ભારતમાં વેચાણ ૨૦.૫૫ ટકા ઘટ્યું હતું જે છેલ્લાં ૧૮ વર્ષનો સૌથી તીવ્ર ઘટાડો છે. જુલાઈ મહિનાના પ્રાથમિક આંકડા અનુસાર વેચાણમાં ઘટાડો વધારે તીવ્રતાથી ૩૦ ટકાના દરે ઘટ્યો છે. છેલ્લા ૧૮ મહિનામાં દેશભરમાં લગભગ ૨૮૬ જેટલા ઑટો ડીલર્સે ધંધો બંધ કરી દીધો છે અને હજી પણ કેટલાક ધંધો બંધ કરવાનું વિચારી રહ્યા છે. ઑટો પાર્ટ્સ કંપનીઓએ સરકારને પત્ર લખી જાણ કરી છે કે આ ક્ષેત્રને બેઠું કરવા પ્રયત્ન કરવામાં નહીં આવે તો લગભગ એક કરોડ લોકોની રોજગારી ઘટી શકે છે. તાતા મોટર્સ, મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર, મારુતિ સુઝુકી, હોન્ડા બધાએ ઉત્પાદન ઘટાડવાની જાહેરાત કરી છે. શનિવારે જ મારુતિએ લગભગ ૧૧૦૦ જેટલા કૉન્ટ્રૅક્ટ પર કામ કરતા કર્મચારીઓને છુટા કરી દીધા છે.


Whatsapp-channel Whatsapp-channel

07 August, 2019 10:00 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK