Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > પ્રૉફિટ-બુ‌કિંગ છતાં ડૉલરની મજબૂતીને કારણે સોનાનાં ભાવમાં વધારો

પ્રૉફિટ-બુ‌કિંગ છતાં ડૉલરની મજબૂતીને કારણે સોનાનાં ભાવમાં વધારો

17 August, 2019 11:28 AM IST |

પ્રૉફિટ-બુ‌કિંગ છતાં ડૉલરની મજબૂતીને કારણે સોનાનાં ભાવમાં વધારો

પ્રૉફિટ-બુ‌કિંગ છતાં ડૉલરની મજબૂતીને કારણે સોનાનાં ભાવમાં વધારો


ડૉલરના મૂલ્યમાં જોવા મળી રહેલો વધારો અને શૅરબજારમાં બે દિવસથી જોવા મળી રહેલા ઉછાળાને પગલે શુક્રવારે સોનાના ભાવમાં નફો બાંધવાની વૃત્તિ જોવા મળી રહી છે. આમ છતાં અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ-વૉરની પ્રતિકુળતાએ સોનાના ભાવ સાપ્તાહિક ધોરણે વધેલા છે. ચીને ગુરુવારે જાહેરાત કરી હતી કે પોતે અમેરિકાના ૧૦ ટકા ટૅરિફનો વળતો જવાબ તૈયાર કરી રહ્યું છે જેને લીધે ભાવમાં ઘટાડો સીમિત રહેલો જણાય છે. 

કૉમેક્સ પર સોનાનો વાયદો દિવસની ઊંચાઈ ૧૫૩૮ સામે ઘટીને અત્યારે ૧૫૨૨.૬૫ની સપાટીએ છે જે ગુરુવાર કરતાં ૦.૫૮ ટકાનો ઘટાડો દર્શાવે છે. હાજરમાં સોનું ૦.૬ ટકા ઘટી ૧૫૧૩.૬૬ની સપાટીએ છે. જોકે બન્નેના ભાવ સાપ્તાહિક ધોરણે વૃદ્ધિમાં છે. સોનાના ભાવ ચાલુ વર્ષે ૧૭ ટકા, જુલાઈમાં ૮ ટકા અને ઑગસ્ટમાં ગયા સપ્તાહ સુધીમાં ચાર ટકા વધ્યા છે. લગભગ ૨૦ દેશોમાં ભાવ સર્વાધિક ઊંચી સપાટીએ છે. કૉમેક્સ ગોલ્ડ વાયદામાં તેજીના ઓળિયા ૧૦૭૮ ટન છે. ચાલુ મહિને કૉમેક્સ ખાતે દૈનિક વૉલ્યુમ ૨૧૩ અબજ ડૉલર જેટલું છે. ૨૦૧૮ની સરેરાશ કરતાં ૮૭ ટકા વધુ છે. ચીનમાં દૈનિક વૉલ્યુમ ૨૧ અબજ ડૉલર જેટલા છે.



દરમ્યાન અમેરિકામાં નવાં મકાન બાંધવાની પ્રવૃત્તિ ૪ ટકા જેટલી ઘટી હતી, પરંતુ સામે નવાં મકાન બાંધવાની પરમ‌િટ ૮.૪ ટકા વધી હતી. આ રીતે હાઉસિંગમાં પણ અમેરિકન અર્થતંત્ર મક્કમ હોવાના સંકેત મળી રહ્યા છે જેથી સપ્ટેમ્બરમાં ફેડરલ રિઝર્વ વ્યાજદર નહીં ઘટાડે એવી ગણતરી વધી રહી છે અને એને કારણે સોનામાં પ્રૉફિટ-બુકિંગ જોવા મળી રહ્યું છે.


ડૉલરના મૂલ્યમાં વધારો

જોખમ લઈને વેપાર કરવાનું માનસ ફરી બની રહ્યું છે. અમેરિકામાં બેરોજગારીના આંકડા અને રીટેલ સેલ્સ ધારણા કરતાં સારા આવ્યા છે. આ બન્ને કારણસર ડૉલર મજબૂત બન્યો છે. ડૉલર ઇન્ડેક્સ આજે ૦.૧ ટકા વધી ૯૮.૦૭૮ની સપાટીએ છે. ચલણમાં યુરો ડૉલર સામે ૦.૨૮ ટકા નબળો છે. યેન સામે ડૉલર ૦.૧૯ ટકા વૃદ્ધિમાં છે અને કૅનેડિયન ડૉલર સામે પણ મજબૂત છે. બીજી તરફ પાઉન્ડ સામે ડૉલર નબળો પડ્યો છે. સાપ્તાહિક રીતે ડૉલર ઇન્ડેક્સ ૦.૭ ટકા વધ્યો છે.


ભારતમાં હાજર અને વાયદામાં સોનું ઘટ્યું

ભારતીય બજારમાં સોનાના ભાવ ઘટ્યા હતા. વિદેશી બજારમાં ભારતીય બજાર બંધ રહ્યું ત્યાં સુધી સ્થિર ભાવ અને ડૉલર સામે રૂપિયો વધી જતાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. મુંબઈમાં હાજરમાં સોનું ૮૫ ઘટીને ૩૮,૭૬૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ રહ્યું હતું. એમસીએક્સ સોનું ઑક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ ૩૮૧૪૩ ખૂલી ઉપરમાં ૩૮૨૨૦ અને નીચામાં ૩૭૭૫૨ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૨૪૬ રૂપિયા ઘટીને ૩૭૯૧૭ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ઑગસ્ટ કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૧૦૫ ઘટીને ૮ ગ્રામદીઠ ૩૦૦૬૭ રૂપિયા અને ગોલ્ડ-પેટલ ઑગસ્ટ કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૨૦ રૂપિયા ઘટીને ૧ ગ્રામદીઠ ૩૭૮૫ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની સપ્ટેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ર૨૧૨ ઘટીને બંધમાં ૩૭૪૭૬ રૂપિયાના ભાવ રહ્યા હતા. ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૪૪૧૧૯ ખૂલી ઉપરમાં ૪૪૧૩૦ અને નીચામાં ૪૩૫૫૨ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૨૬૯ ઘટીને ૪૩૮૧૦ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની ઑગસ્ટ ૨૭૬ ઘટીને ૪૩૮૧૫ રૂપિયા અને ચાંદી-માઇક્રો ઑગસ્ટ ૨૮૭ ઘટીને ૪૩૮૧૧ રૂપિયા બંધ રહ્યા હતા. હાજરમાં ચાંદી ૧૯૫ ઘટી ૪૪,૯૫૦ રૂપિયા પ્રતિ કિલો હતી.

રૂપિયો મજબૂતી સાથે બંધ
ભારતીય શૅરબજારમાંથી વિદેશી રોકાણકારો નાણાં ઉલેચી રહ્યા હોય અને વિદેશી બજારમાં ડૉલર મજબૂત હોવા છતાં ભારતીય ચલણ શુક્રવારે ૧૩ પૈસા વધીને બંધ આવ્યું હતું. બુધવારે ૭૧.૨૭ની સપાટીએ બંધ રહેલો રૂપિયો આજે ૪૧.૪૭ ખૂલ્યો હતો, પણ સતત ડૉલરની વેચવાલીને કારણે એમાં સુધારો જોવા મળ્યો હતો અને દિવસના અંતે ૭૧.૧૪ની સપાટીએ બંધ આવ્યો હતો. સાપ્તાહિક રીતે રૂપિયો ૩૬ પૈસા ઘટ્યો હતો. શૅરબજારની સાથે ફૉરેક્સ માર્કેટમાં પણ કેન્દ્ર સરકાર આર્થિક પૅકેજ જાહેર કરે અથવા તો આર્થિક સ્થિતિ સુધારવા માટે પગલાં જાહેર કરે એની રાહ જોવાઈ રહી છે.

Whatsapp-channel Whatsapp-channel

17 August, 2019 11:28 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK