ચીને રેપો-રેટ સહિત લૅન્ડિંગ અને મૉર્ગેજ રેટ ઘટાડતાં સોનામાં ખરીદી વધી
કૉમોડિટી કરન્ટ
પ્રતીકાત્મક તસવીર
લેબૅનનમાં હિઝબુલ્લાના આતંકવાદીઓને ઝેર કરવા ઇઝરાયલે ૮૦૦થી વધુ સ્થળોએ રૉકેટ-હુમલા કરીને ૫૦૦થી વધુને મોતને ઘાટ ઉતારતાં મોતનું તાંડવ ખેલાયું હોવાથી સોનામાં વધુ એક નવી ટોચ જોવા મળી હતી. વર્લ્ડ માર્કેટમાં સોનું વધીને ૨૬૪૦ ડૉલરની નવી ટોચે પહોંચ્યા બાદ પ્રત્યાઘાતી ઘટીને સાંજે ૨૬૨૪થી ૨૬૨૫ ડૉલરની રેન્જમાં હતું.