નીચામાં ૮૩૬૪૫, ૮૩૨૫૦ સપોર્ટ ગણાય. ચુનંદા શૅરોમાં ઘટાડે સપોર્ટ મળતો જોવા મળશે. બજાર ઝડપથી વધ્યું હોવાથી ઘટાડે લઈ શકાય. નદી-નાવ સંજોગ જોઈને ઝંપલાવવું.
પ્રતીકાત્મક તસવીર
વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૪૮૨૫ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૬૩૮.૫૦ પૉઇન્ટના નેટ સુધારે ૨૫૭૫૦.૨૦ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૧૬૫૦.૭૩ પૉઇન્ટના નેટ સુધારે ૮૪૦૫૮.૯૦ બંધ રહ્યો. ઉપરમાં ૮૪૦૯૦ કુદાવે તો ૮૨૧૬૦, ૮૪૬૦૦, ૮૪૭૭૫, ૮૫૦૭૦, ૮૫૫૨૦, ૮૫૯૭૮ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૮૩૬૪૫, ૮૩૨૫૦ સપોર્ટ ગણાય. ચુનંદા શૅરોમાં ઘટાડે સપોર્ટ મળતો જોવા મળશે. બજાર ઝડપથી વધ્યું હોવાથી ઘટાડે લઈ શકાય. નદી-નાવ સંજોગ જોઈને ઝંપલાવવું.
નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો અને અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ પણ સુધારાતરફી છે. લાંબા ગાળાનો સપોર્ટ ૨૧૨૬૫ ગણાય (આજથી આપણે ફ્લૅગ અને પીનન્ટ વિશે સમજીશું. અવારનવાર જોવા મળતી આ બન્ને રચનાઓનો ઉલ્લેખ સાથે જ કરવામાં આવે છે, કારણ કે ચાલુ ટ્રેન્ડમાં બન્ને રચનાઓ એક જ જગ્યાએ જોવા મળે છે તેમ જ બન્નેનાં વૉલ્યુમ તથા મેજરિંગ ટેક્નિક મોટા ભાગે સરખી હોય છે. ફ્લૅગ અને પીનન્ટ માટે એક જરૂરિયાત એ છે કે આ રચના પહેલાં તીવ્ર અને મોટા ભાગે સ્ટ્રેટલાઇન મૂવ હોવી જોઈએ. (ક્રમશઃ) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૫૧૯૦.૯૩ છે જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.
ADVERTISEMENT
એસીસી (૧૯૨૦.૨૦) : ૧૭૨૬.૩૬ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૯૩૫ ઉપર ૧૯૬૦, ૨૦૨૧, ૨૦૩૦ અને ૨૦૩૦ કુદાવે તો ૨૦૮૩, ૨૧૪૫ સુધીની શક્યતા. નીચામાં ૧૮૯૭ નીચે ૧૮૮૬, ૧૮૬૫ સપોર્ટ ગણાય.
ઇન્ડસઇન્ડ બૅન્ક (૮૫૭.૭૦) : ૭૨૫.૮૦નાં બૉટમ સુધારાતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરબૉટ તરફ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૮૭૬ ઉપર ૮૮૧ કુદાવે તો ૯૦૬, ૯૩૬ સુધીની શક્યતા ગણાય. નીચામાં ૮૪૬ નીચે ૮૩૫ સપોર્ટ ગણાય.
બૅન્ક નિફ્ટી ફ્યુચર (૫૭૬૪૮.૨૦) : ૫૫૩૫૦.૬૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૭૬૬૯ ઉપર ૫૮૧૦૦, ૫૮૫૩૦ સુધીની શક્યતા. નીચામાં ૫૭૨૫૧, ૫૬૮૦૦ સપોર્ટ ગણાય.
નિફ્ટી ફ્યુચર (૨૫૭૫૦.૨૦)
૨૪૫૭૫.૩૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૫૭૭૩ ઉપર ૨૫૮૪૦, ૨૬૦૦૦, ૨૬૧૨૦, ૨૬૨૬૦, ૨૬૪૦૩ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૨૫૬૩૫ નીચે ૨૫૫૬૪, ૨૫૩૨૦ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
હિન્દુસ્તાન ઝિન્ક (૪૫૧.૧૫)
૪૩૪.૭૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૪૫૫ ઉપર બંધ આવે તો ૪૬૭ કુદાવતાં ૪૮૦, ૪૯૨, ૫૦૩, ૫૧૫, ૫૨૭, ૫૪૦ સુધીની શક્યતા. નીચામાં ૪૩૮ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
ક્રૉમ્પટન ગ્રીવ્ઝ (૩૫૭.૧૫)
૩૦૧ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૬૨ ઉપર ૩૬૭, ૩૭૫, ૩૮૨, ૩૯૦ સુધીની શક્યતા. ૩૯૦ કુદાવે તો ૩૯૭, ૪૦૫, ૪૧૨, ૪૧૯ સુધીની શક્યતા. નીચામાં ૩૫૧ નીચે ૩૪૫ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

