Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટી ફ્યુચર : ઉપરમાં ૧૮૩૯૧, નીચેમાં ૧૮૧૭૦ મહત્ત્વની સપાટીઓ

નિફ્ટી ફ્યુચર : ઉપરમાં ૧૮૩૯૧, નીચેમાં ૧૮૧૭૦ મહત્ત્વની સપાટીઓ

Published : 15 May, 2023 03:02 PM | IST | Mumbai
Ashok Trivedi

ઉપરમાં ૬૨,૧૬૯ ઉપર ૬૨,૩૭૦, ૬૨,૭૭૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૬૧,૫૭૮ નીચે ૬૧,૩૦૦ સપોર્ટ ગણાય. 

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ચાર્ટ મસાલા

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૧૮,૧૪૭ સુધી આવી  સાપ્તાહિક ધોરણે ૨૦૩.૭૦ પૉઇન્ટના નેટ સુધારે ૧૮,૩૩૩.૪૦ બંધ રહ્યું તેમ જ બીએસઈ ઇન્ડેક્સ ૯૭૩.૬૧ પૉઇન્ટના નેટ સુધારે ૬૨,૦૨૭.૯૦ બંધ રહ્યો. ઉપરમાં ૬૨,૧૬૯ ઉપર ૬૨,૩૭૦, ૬૨,૭૭૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૬૧,૫૭૮ નીચે ૬૧,૩૦૦ સપોર્ટ ગણાય. 

નિફ્ટી ફ્યુચર ૧૮,૧૦૦ તૂટશે તો દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો પ્રવાહ નરમાઈતરફી થશે. મધ્યમ ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે. લાંબા ગાળાનો પ્રવાહ પણ સુધારાતરફી છે. સપોર્ટ ૧૬,૭૬૪ ગણાય. (ડૉ. થિયરી પ્રમાણે તેજીના ટ્રેન્ડ વખતે સતત હાયર બૉટમ અને હાયર ટૉપની રચના થાય છે અને મંદીના ટ્રેન્ડ વખતે સતત લોઅર ટૉપ અને લોઅર બૉટમની રચના થાય છે. મોટે ભાગે ટૉપની સામે લોઅર ટૉપ બને અને બે ટૉપની વચ્ચેનું બૉટમ તૂટતાં વેચવાના સંકેત મળે છે, પરંતુ ક્યારેક લોઅર ટૉપ બનતાં પહેલાં જ પાછલું બૉટમ તૂટીને ભાવો સારા એવા નીચે ગયા બાદ સુધારો આવે છે અને ત્યાર બાદ લોઅર ટૉપ બનાવી બે ટૉપ વચ્ચેનું બૉટમ તૂટે છે. એવી જ રીતે મોટે ભાગે બૉટમના સામે હાયર બૉટમ બને અને બે બૉટમ વચ્ચેનું ટૉપ કુદાવતાં લેવાના સંકેત મળે છે, પરંતુ ક્યારેક હાયર બૉટમ બનતાં પહેલાં જ પાછલું ટૉપ કુદાવી ભાવો સારા એવા ઉપર ગયા બાદ ઘટાડો આવે છે અને ત્યાર બાદ હાયર બૉટમ બનાવી બે બૉટમ વચ્ચેનું ટૉપ કુદાવાય છે. આવા સમયે ચાર્ટિસ્ટે પોતાની સમજણનો ઉપયોગ કરવો જોઈએ.) (ક્રમશ:) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૧૮,૧૮૧.૯૧ છે, જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.



પંજાબ નૅશનલ બૅન્ક (૪૮.૫૫) : ૫૩.૮૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક  ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૧.૨૫ ઉપર ૫૩.૮૫ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૪૬ નીચે ૪૪, ૪૦ મહત્ત્વનો સપોર્ટ ગણાય. ૧૯ મેએ પરિણામો અને ડિવિડન્ડ માટે બોર્ડ મીટિંગ છે. લાંબા ગાળાનું ધ્યાન સારું જ છે.     


લ્યુપીન (૭૭૩.૬૦) : ૬૨૮ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ મન્થ્લી ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૭૭૬ અને ૭૯૦ કુદાવશે તો લાંબા ગાળાની તેજીમાં જશે. નીચામાં ૭૫૭ નીચે ૭૪૬, ૭૩૪ સપોર્ટ ગણાય.        

બૅન્ક નિફ્ટી ફ્યુચર (૪૩,૭૫૭.૧૫) : ૩૮,૮૩૧.૫૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૪૩,૮૭૧ ઉપર ૪૩,૯૧૦, ૪૪,૨૫૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૪૩,૩૮૦ નીચે ૪૩,૧૭૦, ૪૨,૮૪૦ સપોર્ટ ગણાય.           


નિફ્ટી ફ્યુચર (૧૮,૩૩૩.૪૦)

૧૭,૫૮૩ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૮,૩૯૧ ઉપર ૧૮,૪૬૫, ૧૮,૫૫૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૧૮,૨૧૫ નીચે ૧૮,૧૭૦, ૧૮,૧૦૦ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

ઍક્સિસ બૅન્ક (૯૧૦.૬૫)

૮૧૪.૩૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ઓવરબૉટ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૯૧૪ ઉપર ૯૨૧, ૯૩૧, ૯૪૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૮૮૯ નીચે ૮૮૨ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

હિન્દ યુનિલીવર (૨૬૩૩.૪૦)

૨૪૧૯ના બૉટમથી સુધારાતરફી છે.  દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૬૪૦ ઉપર ૨૬૫૪, ૨૬૭૬, ૨૬૯૮, ૨૭૨૦, ૨૭૪૧ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૨૫૮૬ નીચે ૨૫૩૦ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

શૅરની સાથે શેર

પાંખ હો તો પાંખ ફફડાવી શકો, આભ મેળવવા અનુભવ જોઈએ. - જૈમિન ઠક્કર ‘પથિક’

Whatsapp-channel Whatsapp-channel

15 May, 2023 03:02 PM IST | Mumbai | Ashok Trivedi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK