Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > શૅરબજાર ફુલઑન ક્રિસમસની મસ્તીમાં : સેન્સેક્સ પ્રથમ વાર ૭૨,૦૦૦ની પાર : બૅન્ક નિફ્ટી ઑલટાઇમ હાઈ

શૅરબજાર ફુલઑન ક્રિસમસની મસ્તીમાં : સેન્સેક્સ પ્રથમ વાર ૭૨,૦૦૦ની પાર : બૅન્ક નિફ્ટી ઑલટાઇમ હાઈ

Published : 28 December, 2023 07:41 AM | IST | Mumbai
Anil Patel

હાલનો માહોલ જોતાં બજેટ સુધીમાં સેન્સેક્સ ૭૫,૦૦૦નો થાય તો પણ નવાઈ નહીં : અલ્ટ્રાટેક સવાચારસો રૂપિયાની તેજીમાં નવા શિખરે, સિમેન્ટ્સ શૅરો લાઇમ લાઇટમાં : બજાજ ઑટો ૬૭૦૦ની પાર, એમઆરએફ ૧.૨૧ લાખ રૂપિયાને વટાવી ગયો...

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


ઓવરઓટ પૉઝિશન અને વધુ પડતા ઊંચા વૅલ્યુએશનની ફિકરની ફાકીને શૅરબજાર હાલ તો ફુલઑન મસ્તીના મૂડમાં છે. બુધવારે સેન્સેક્સ પ્રથમ વાર ૭૨,૦૦૦ની ઉપર બંધ આવ્યો છે. નિફ્ટી ૨૧,૬૫૦ને વટાવી ગયો છે. ધીમી રાહે સુધારાની હૅટ-ટ્રિક બાદ બુધવારે સેન્સેક્સ આગલા બંધથી દોઢસો પૉઇન્ટ જેવો ઉપર, ૭૧,૪૯૨ ખૂલી ઉપરમાં ૭૨,૧૨૦ નજીક જઈને ૭૦૨ પૉઇન્ટની મજબૂતીમાં ૭૨,૦૩૮ ઉપર તો નિફ્ટી ૨૧,૬૭૬ થઈ ૨૧૩ પૉઇન્ટની આગેકૂચમાં ૨૧,૬૫૫ બંધ આવ્યો છે. સેન્સેક્સ નિફ્ટીમાં નવા શિખરની સાથે-સાથે બજારનું માર્કેટ કૅપ પણ પ્રોવિઝનલ ફીગર પ્રમાણે ૨.૪૦ લાખ કરોડના ઉમેરામાં ૩૬૧.૩૧ લાખ કરોડની સર્વોચ્ચ સપાટીએ આવી ગયું છે. યુટિલિટીઝ, એનર્જી, પાવર, ઑઇલ-ગૅસ, નિફ્ટી મીડિયા જેવા જૂજ સેક્ટોરલના નહીંવતથી સામાન્ય ઘટાડાને બાદ કરતાં ગઈ કાલે બંને બજારનાં તમામ ઇન્ડાઇસિસ વધીને બંધ રહ્યાં છે. માર્કેટ બ્રેડ્થ થોડીક પૉઝિટિવ ઝોનમાં હતી. એનએસઈમાં વધેલા ૧૧૦૫ શૅરની સામે ૧૦૩૪ કાઉન્ટર નરમ હતાં. બૅન્ક નિફ્ટી, એફએમસીજી, હેલ્થકૅર, નિફ્ટી ફાર્મા, મેટલ, કૅપિટલ ગુડ્સ, બૅન્કેક્સ, બ્રૉડર માર્કેટ જેવા બેન્ચમાર્કમાં નવા બેસ્ટ લેવલ બન્યા છે. ગુરુવારે એફ ઍન્ડ ઓમાં પતાવટનો દિવસ છે. બજાર વધ-ઘટે મક્કમ રહેવાની શક્યતા વધુ છે. મૌજુદા કલર જોતાં લાગે છે કે મિનિંગ ફુલ કરેક્શન હમણાં આવવું મુશ્કેલ છે. બજેટ સુધીમાં શૅર આંક ૭૫,૦૦૦ આસપાસ જાય તોયે નવાઈ નથી. બાય ધ વે, કોવિડનો નવો વેરિઅન્ટ બહુ ઝડપથી માથું ઊચકવા માંડ્યો છે. કેસ વધતા જાય છે, પરંતુ કોઈને એની ચિંતા નથી. 

થાઇલૅન્ડની નહીંવત નરમાઈ બાદ કરતાં તમામ અગ્રણી એશિયન બજાર બુધવારે સુધારામાં હતાં. હૉન્ગકૉન્ગ પોણાબે ટકા, જૅપનીઝ નિક્કી એક ટકાથી વધુ, સિંગાપોર એક ટકો, તાઇવાન પોણો ટકો, ચાઇના અને સાઉથ કોરિયા અડધા ટકાની આસપાસ તો ઇન્ડોનેશિયા નજીવું પ્લસ હતું. યુરોપ રનિંગમાં સાધારણથી લઈ અડધા ટકા જેવું ઉપર જણાયું છે. પાકિસ્તાની શૅરબજાર ચાર ટકા કે ૨૫૦૦ પૉઇન્ટના ધબડકા બાદ ૫૯,૧૭૧ બંધ રહ્યા પછી ગઈ કાલે ૫૯,૦૯૮ ખૂલી નીચામાં ૫૮,૭૫૮ થયા પછી શાર્પ બાઉન્સબૅકમાં ૬૧,૦૧૦ બતાવી ત્રણ ટકા કે ૧૮૧૮ પૉઇન્ટ વધીને ૬૦,૯૮૯ બંધ આવ્યું છે.



તાતા ગ્રુપના ૧૦ શૅરમાં નવી ટૉપ, થ્રીએમ ઇન્ડિયામાં ૪૯૦૯ની તેજી 
સેન્સેક્સના ૩૦માંથી ૨૮ અને નિફ્ટીના ૫૦માંથી ૩૯ શૅર બુધવારે વધ્યા છે. અલ્ટ્રાટેક સવાચાર ટકા કે ૪૨૪ની તેજીમાં ૧૦,૪૫૪ની ટૉપ સાથે સેન્સેક્સમાં તો હિન્દાલ્કો ૪.૪ ટકા ઊછળી ૬૦૬ નજીકના શિખરમાં નિફ્ટી ખાતે બેસ્ટ ગેઇનર હતા. જેએસડબ્લ્યુ સ્ટીલ ત્રણ ટકા, તાતા મોટર્સ ૨.૯ ટકા, ભારતી ઍરટેલ ૨.૨ ટકા, સ્ટેટ બૅન્ક અને ઇન્ડ્સઇન્ડ બૅન્ક ૧.૬ ટકા, લાર્સન દોઢ ટકો, તાતા સ્ટીલ ઇન્ફી અને બજાજ ફીનસર્વ ૧.૪ ટકા, મહિન્દ્ર સવા ટકો, એચડીએફસી બૅન્ક ૧.૨ ટકા, ઍક્સિસ બૅન્ક ૧.૧ ટકા, બજાજ ફાઇનૅન્સ એક ટકો, બજાજ ઑટો પોણાચાર ટકા કે ૨૪૫ રૂપિયા, ગ્રાસીમ ૨.૭ ટકા, આઇશર બે ટકા, તાતા કન્ઝ્યુમર અને એસબીઆઇ લાઇફ ૧.૯ ટકા, ડૉ. રેડ્ડીઝ લૅબ દોઢ ટકો, અપોલો હૉસ્પિટલ્સ એકાદ ટકો વધીને બંધ થયા છે. રિલાયન્સ માંડ નવેક રૂપિયા જેવો સામાન્ય વધી ૨૫૮૬ હતો. સેન્સેક્સમાં એનટીપીસી સવા ટકો ઘટી ૩૦૬ની અંદર ગયો છે. આ ઉપરાંત ઓએનજીસી ૦.૯ ટકા, અદાણી એન્ટર પોણો ટકો, યુપીએલ અડધો ટકો, સિપ્લા અને અદાણી પોર્ટ્સ ૦.૪ ટકા નરમ હતા. અદાણીના અન્ય શૅરમાં અદાણી પાવર પોણાબે ટકા, એસીસી અઢી ટકા, અંબુજા સિમેન્ટ્સ સવાબે ટકા, અદાણી એનર્જી પોણાબે ટકા નજીક પ્લસ હતા. અદાણી વિલ્મર સવા ટકાથી વધુ, સાંધી ઇન્ડ. અડધો ટકો અને અદાણી ગ્રીન નજીવા નરમ હતા. 


થ્રીએમ ઇન્ડિયા ૨૫ ગણા કામકાજે ૩૭,૪૭૫ની વિક્રમી સપાટી બનાવી ૧૫.૬ ટકા કે ૪૯૦૪ રૂપિયાની છલાંગ મારીને ૩૬,૩૬૬ના બંધમાં ‘એ’ ગ્રુપ ખાતે ટૉપ ગેઇનર બન્યો છે. ફેસવૅલ્યુ ૧૦ અને બુકવૅલ્યુ ૧૪૮૯ રૂપિયાની છે. વિદેશી પ્રમોટર્સ પાસે ૭૫ ટકા માલ છે. બોનસ હજી સુધી આવ્યું નથી. પૌષક લિમિટેડ ૬૧૪૨ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ પોણાસાત ટકા કે ૩૮૭ની તેજીમાં ૬૦૫૦ નજીક ગયો છે. ૧૦ના શૅરની બુકવૅલ્યુ ૧૧૪૮ જેવી છે. કંપનીએ એક માત્ર બોનસ સપ્ટેમ્બર ૧૯૯૩માં આપેલું છે, જે શૅરદીઠ એકના પ્રમાણમાં હતું. પ્રમોટર્સ પાસે ૬૭ ટકા હૉસ્ટ છે. તાતા ગ્રુપની વૉલ્ટાસ, તાતા મોટર્સ, એનો ડીવીઆર, ટાઇટન, ટીનપ્લેટ, ટ્રેન્ટ, તાતા સ્ટીલ, તાતા કૉફી, તાતા કન્ઝ્યુમર, તાતા મેટલિક્સ નવા બેસ્ટ લેવલે ગઈ કાલે જોવાયા છે. 

બૅન્ક ઑફ બરોડા અને ઇન્ડ્સઇન્ડ બૅન્ક નવા શિખરે, હુડકો લાઇમ લાઇટમાં 
બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૧ શૅરના સથવારે ૪૮,૩૪૭ની વિક્રમી સપાટી બનાવી ૧.૨ ટકા વધી ૪૮,૨૮૨ બંધ થયો છે. પીએસયુ બૅન્ક નિફ્ટી બે ટકા વધ્યો છે. એના ૧૨માંથી ૧૧ શૅર પ્લસ હતા. બૅન્કિંગના ૩૯માંથી ૯ શૅર જ માઇનસ હતા. ઉત્કર્ષ બૅન્ક દોઢ ટકા, જેકે બૅન્ક એક ટકા, કર્ણાટકા બૅન્ક અડધો ટકો ઘટ્યા છે. બૅન્ક ઓફ બરોડા ૨૩૪ નજીક નવી ટોચે જઈ ત્રણ ટકા વધી ૨૩૨ હતો. ઇન્ડ્સઇન્ડ બૅન્ક ૧૬૦૦ની ટૉપ બનાવી ૧.૬ ટકા વધી ૧૫૯૭ થઈ છે. એચડીએફસી બૅન્ક ઉપરમાં ૧૭૦૬ થઈ ૧.૨ ટકા વધી ૧૭૦૩ બંધમાં બજારને ૧૩૧ પૉઇન્ટ લાભદાયી નીવડી હતી. સ્ટેટ બૅન્ક ૧.૬ ટકા વધી ૬૪૮ હતી. ઇક્વિટાસ બૅન્ક અઢી ટકા, ફીનો પેમેન્ટ બૅન્ક દોઢ ટકા, સાઉથ ઇન્ડિયન બૅન્ક ૨.૫ ટકા, પીએનબી ૩.૭ ટકા, કૅનેરા બૅન્ક ૧.૭ ટકા પ્લસ હતા. 
ફાઇનૅન્સ બેન્ચમાર્ક ૧૪૧માંથી ૯૦ શૅરના સથવારે એક ટકા પ્લસ થયો છે. હુડકો ૮.૨ ટકાની તેજીમાં ૧૧૪ બંધ આવ્યો છે. ઉત્તમ ઇન્વેસ્ટમેન્ટ ૫ ટકાની ઉપલી સર્કિટે ૯૦૮ના શિખરે ગયો હતો. એલઆઇસી અઢી ગણા વૉલ્યુમે ૫ ટકા ઊચકાઈ ૮૨૦ હતો. અરમાન ફાઇ. ૩.૨ ટકા, જેએમ ફાઇ. ૩.૩ ટકા, ૩૬૦-વન ૩.૫ ટકા, દૌલત અલ્ગો બે ટકા, જિયોજિત ૨.૯ ટકા અપ હતા. આરઈસી, મોનાર્ક નેટવર્થ, મોતીલાલ ઓસ્વાલ, ટ્રુકેપ ફાઇ, બીએફ ઇન્વેસ્ટમેન્ટ, જીએફએલ લિમિટેડ, કલ્યાણી ઇન્વે. જેવી જાતો બેથી ચાર ટકા ડાઉન હતી. 
આઇટી ઇન્ડેક્સ ૫૬માંથી ૨૭ શૅરની હૂંફમાં ૨૪૫ પૉઇન્ટ વધ્યો છે. ઇન્ફી ૧.૪ ટકા, એચસીએલ ટેક્નૉ એક ટકા, ટીસીએસ ૦.૪ ટકા, લાટિમ ૦.૪ ટકો સુધર્યા છે. વિપ્રો નજીવો વધીને ૪૭૧ હતો. ૬૩ મૂન્સ ચાર ટકા ગગડી ૪૫૫ રહ્યો છે. સુબેક્સ ૩.૬ ટકા નરમ હતો. બ્લૅક બૉક્સ પાંચ ટકાની ઉપલી સર્કિટે ૨૬૪ વટાવી ગયો હતો. ટેલિકૉમમાં ભારતી ઍરટેલ ૨.૨ ટકાની મજબૂતીમાં ૧૦૨૧ તથા તેનો પાર્ટ પેઇડ શૅર ૩.૪ ટકા વધી ૬૨૨ હતો. તાતા ટેલિ ૧.૮ ટકા, તેજસનેટ સવા ટકો, ઇન્ડ્સ અડધો ટકો અપ હતા. એચએફસીએલ ૮૭ ઉપર નવી ટોચે જઈ બે ટકા ઘટી ૮૪ થયો છે. ઑટોમાં બજાજ ઑટો ૬૭૩૮ની નવી વિક્રમી સપાટી બાદ ચાર ટકા વધી ૬૭૧૮, એમઆરએફ ૧,૨૧,૩૦૦ની ઑલટાઇમ હાઈ બનાવી ૭૪૭ રૂપિયા વધી ૧,૨૦,૯૮૯, તાતા મોટર્સ ૭૪૨ની નવી ઊંચી સપાટી નોંધાવી ત્રણ ટકા ઊંચકાઈ ૭૪૧, આઇશર બે ટકા વધી ૪૧૧૮, મહિન્દ્ર દોઢ ટકા વધી ૧૬૮૭ બંધ હતા. મારુતિ સુઝુકી નજીવા સુધારે ૧૦,૨૮૫ થયો છે. 


નોમુરાના બુલિશ વ્યુ પાછળ સિમેન્ટ્સ શૅર ડિમાન્ડમાં, નુવાકો વિસ્ટા ઝળક્યો 
મુંબઈના થાણે-વેસ્ટ ખાતેની નેટવર્ક પિપલ સર્વિસિસ ટેક્નૉ દ્વારા એક શૅરદીઠ બેનું મેઇડન બોનસ જાહેર થયું છે. ભાવ પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૨૪૩૨ની સર્વોચ્ચ સપાટીએ ગયો છે. વર્ષની બૉટમ ૯૮ની છે. ક્યારેય ડિવિડન્ડ કંપનીએ આપ્યું નથી. કંપનીએ ગત વર્ષે ૪૦ કરોડની આવક પર ૬ કરોડનો નેટ પ્રૉફિટ કરી શૅરદીઠ ૧૦ની કમાણી મેળવી છે. ઇક્વિટી ૬૪૬ લાખ રૂપિયા છે. પ્રમોટર્સ હોલ્ડિંગ ૬૭.૬ ટકાનું છે. આવી કંપનીનું માર્કેટ કૅપ આજે ૧૫૭૧ કરોડ રૂપિયા થઈ ગયું છે, જે કેવળ સટ્ટાખોરીનું પરિણામ જણાય છે. સ્ટાન્ડર્ડ કૅપિટલ એક શૅરદીઠ બે બોનસ અને ૧૦ના શૅરના એકમાં વિભાજનમાં શુક્રવારે એક્સ-બોનસ એક્સ-સ્પ્લિટ થવાની છે. શૅર ગઈ કાલે બે ટકાની ઉપલી સર્કિટમાં ૭૮ વટાવી ત્યાં જ બંધ થયો છે. એચએમએ એગ્રો ઇન્ડ ૧૦ના શૅરના એકમાં વિભાજનમાં શુક્રવારે એક્સ સ્પ્લિટ થશે. ભાવ ગઈ કાલે ઉપરમાં ૭૮૯ નજીક જઈ દોઢ ટકો ઘટી ૭૬૪ થયો છે. 

હૅપી ફોર્જિંગ્સમાં ધારણાથી નીચો લિસ્ટિંગ ગેઇન, મુફતી અને આરબીઝેડમાં સુસ્તી 
બુધવારે મેઇન બોર્ડમાં ત્રણ અને એસએમઈમાં બે નવાં ભરણાં લિસ્ટિંગમાં ગયાં છે. લુધિયાણાની હૅપી ફોર્જિંગ્સ બેના શૅરદીઠ ૮૫૦ની ઇશ્યુ પ્રાઇસ અને ૨૩૫ના ગ્રે માર્કેટના પ્રીમિયમ સામે ૧૦૦૧ ખૂલી નીચામાં ૯૬૧ અને ઉપરમાં ૧૦૮૮ થઈ ૧૦૩૦ બંધ થતાં અત્રે ૨૧ ટકા કે શૅરદીઠ ૧૮૦ રૂપિયાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. મુંબઈના અંધેરી-ઈસ્ટની મુફતી જિન્સ ફેમ ક્રીડો બ્રૅન્ડ માર્કેટિંગ બેના શૅરદીઠ ૨૮૦ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રે માર્કેટના ૮૦ના પ્રીમિયમ સામે કમજોર લિસ્ટિંગમાં ૨૮૨ ખૂલી નીચામાં ૨૬૨ અને ઉપરમાં ૩૨૫ નજીક જઈ ૩૧૨ બંધ રહેતાં અત્રે ૧૧.૬ ટકાનું મામૂલી રિટર્ન મળ્યું છે. અમદાવાદી આરબીઝેડ જ્વેલર્સ ૧૦ના શૅરદીઠ ૧૦૦ની ઇશ્યુ પ્રાઇસ સામે ભાવોભાવ ૧૦૦ ખૂલી નીચામાં ૯૫ અને ઉપરમાં ૧૦૫ થઈ ત્યાં જ બંધ આવતાં અત્રે ૫ ટકાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. આગલા દિવસે લિસ્ટ થયેલી મોતીસન્સ જ્વેલર્સ ગઈ કાલે પાંચ ટકાની નીચલી સર્કિટમાં ૯૬ના તળિયે જઈ ત્યાં જ બંધ થઈ છે. સૂરજ એસ્ટેટ સવા ટકાના સુધારે ૩૩૮, મુથૂટ માઇક્રોફીન ૨૬૨ના તળિયે જઈ પોણો ટકો ઘટી ૨૬૪ તથા સહારા મૅરિટાઇમ દોઢ ટકો ઘટી ૮૦ બંધ હતી. તો તાજેતરમાં લિસ્ટેડ થયેલી આઇનોક્સ ઇન્ડિયા ૩.૫ ટકા ગગડી ૮૯૬ રહી છે. ડોમ્સ ઇન્ડ. પોણો ટકો ઘટીને ૧૨૭૭ અને ઇન્ડિયા શેલ્ટર ફાઇ ૫૨૩ની નવી બૉટમ બનાવી ૫૨૯ના લેવલે ફ્લૅટ હતી. આઝાદ એન્જિનિયરિંગનો બેના
શૅરદીઠ ૫૨૪ની ઇશ્યુ પ્રાઇસવાળો આઇપીઓ ગુરુવારે લિસ્ટિંગમાં જવાનો છે. ઇનોવા કેપટેબમાં પણ ૧૨૧નું પ્રીમિયમ ગગડી હાલ ૮૫ જેવું છે. 

Whatsapp-channel Whatsapp-channel

28 December, 2023 07:41 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK