Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > છેલ્લા કલાકના ખેલમાં બજાર પૉઝિટિવ ઝોનમાં રહેવામાં સફળ

છેલ્લા કલાકના ખેલમાં બજાર પૉઝિટિવ ઝોનમાં રહેવામાં સફળ

Published : 05 July, 2025 08:37 AM | Modified : 07 July, 2025 06:58 AM | IST | Mumbai
Anil Patel

જેન સ્ટ્રીટ પર સેબીના સપાટામાં નુવામા વેલ્થને ૮૭૦ રૂપિયાની થપ્પડ પડી : પારસ ડિફેન્સ એક્સસ્પ્લિટ થતાં ૧૦ ટકાની તેજીમાં બંધ

શૅરબજારની પ્રતીકાત્મક ફાઈલ તસવીર

માર્કેટ મૂડ

શૅરબજારની પ્રતીકાત્મક ફાઈલ તસવીર


જેન સ્ટ્રીટ પર સેબીના સપાટામાં નુવામા વેલ્થને ૮૭૦ રૂપિયાની થપ્પડ પડી : પારસ ડિફેન્સ એક્સસ્પ્લિટ થતાં ૧૦ ટકાની તેજીમાં બંધ : ડિફેન્સ અને પેપર શૅરોમાં નોંધપાત્ર ફૅન્સી જોવા મળી : પીસી જ્વેલર્સ ૧૯ ટકા ઊછળી, મઝદામાં ૨૦ ટકાની ઉપલી સર્કિટ : સોમવારે પાંચ SME શૅર લિસ્ટેડ થશે, ટ્રાવેલ ફૂડ ૨૦૦૦ કરોડનો પ્યૉર OFS ઇશ્યુ કરશે : પાકિસ્તાની બજાર સતત નવી ટૉપ સાથે ૧૩૧૯૩૦


શુક્રવારે યુરોપ રજામાં હતું. એશિયન બજાર માઇનસ હતાં. સાઉથ કોરિયા બે ટકા બગડ્યું હતું. અન્યત્ર ઘટાડો સામાન્યથી અડધા ટકાનો હતો. જપાન સમ ખાવા પૂરતું સુધર્યું છે. પાકિસ્તાની શૅરબજારે નવા શિખરની હારમાળા જાળવી રાખતાં ૧૩૦૬૮૭ના આગલા બંધ સામે ગઈ કાલે ૧૩૧૯૩૦ વટાવી રનિંગમાં ૧૦૩૫ પૉઇન્ટ વધીને ૧૩૧૭૨૨ દેખાયું છે. સેન્સેક્સ આગલા બંધથી ૬૮ પૉઇન્ટ જેવા સુધારે ૮૩૩૦૭ ખૂલી છેવટે ૧૯૩ પૉઇન્ટ વધી ૮૩૪૩૩ અને નિફ્ટી ૫૬ પૉઇન્ટ વધી ૨૫૪૬૧ બંધ થયો છે. પૉઝિટિવ ઓપનિંગ બાદ શૅરઆંક નીચામાં ૮૩૦૧૬ થયા ક્રમશઃ સુધારામાં ઉપરમાં ૮૩૪૭૮ દેખાયો હતો. છેલ્લો કલાક પ્રમાણમાં શાર્પ વધારાનો હતો. માર્કેટબ્રેડ્થ સહેજ પૉઝિટિવ બનતાં NSEમાં વધેલા ૧૫૭૮ શૅર સામે ૧૩૪૮ જાતો નરમ હતી. બજારનું માર્કેટકૅપ ૯૬૦૦૦ કરોડ રૂપિયા વધીને ૪૬૧.૨૩ લાખ કરોડને વટાવી ગયું છે. સેન્સેક્સ નિફ્ટીના નહીંવત્ સુધારા સામે એનર્જી, હેલ્થકૅર, ઑઇલ-ગૅસ, રિયલ્ટી, નિફ્ટી આઇટી, નિફ્ટી મીડિયા, નિફ્ટી ફાર્મા પોણાથી સવા ટકો વધ્યા છે. ઑટો, મેટલ, ટેલિકૉમ જેવાં સેક્ટોરલ નહીંવતથી અડધા ટકા નજીક ઢીલા હતા. આ સાથે વીકલી ધોરણે સેન્સેક્સ ૬૨૬ પૉઇન્ટ કે પોણો ટકો અને નિફ્ટી ૧૭૭ પૉઇન્ટ કે ૦.૭ ટકા ઘટ્યો છે.



સોમવારે વરલીની ટ્રાવેલ ફૂડ સર્વિસિસ એક રૂપિયાના શૅરદીઠ ૧૧૦૦ની અપરબૅન્ડમાં ૨૦૦૦ કરોડ રૂપિયાનો પ્યૉર ઑફર ફૉર સેલ ઇશ્યુ કરવાની છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ ૯૨ રૂપિયે ટકેલું છે. કંપનીએ ગયા વર્ષે ૧૭૬૩ કરોડની આવક પર ૩૮૦ કરોડ નજીક નફો કર્યો છે. આ ધોરણે ઇશ્યુ પ્રાઇસ ૪૮.૬નો પીઈ સૂચવે છે. ઇશ્યુની તમામ રકમ ૨૦૦૦ કરોડ પ્રમોટર્સના ઘરમાં જવાની છે. ક્રીઝાકનો ઇશ્યુ કુલ ૩૬ ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. પ્રીમિયમ વધીને હાલ ૪૨ બોલાય છે.


જેન સ્ટ્રીટ સામે સેબીનો સપાટો BSE લિમિટેડના શૅરને નડ્યો

ડેરિવેટિવ્ઝમાં એક્સપાયરીના દિવસે ઇન્ડેક્સ મૅનિપ્યુલેશનના ખેલ કરી ખોટી રીતે અબજો રૂપિયાની કમાણી કરવા બદલ સેબીએ અમેરિકન ટ્રેડિંગ જાયન્ટ જેન સ્ટ્રીટને સપાટામાં લીધી છે. આ કંપની પર બજારમાં કામકાજ કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. ખોટી રીતે કરેલી કમાણીમાંથી ડીસગોર્સમેન્ટ પેટે ૪૮૩૫ કરોડ રૂપિયા જમા કરાવવાનો આદેશ આપ્યો છે. જેન સ્ટ્રીટ સામે સેબીના પગલાને લીધે ડેરિવેટિવ્ઝ માર્કેટમાં ટ્રેડિંગ વૉલ્યુમને માઠી અસર થવાની આશંકા છે. BSE માટે આ ખરાબ છે એથી શૅર ગઈ કાલે નીચામાં ૨૬૧૩ થઈ સાડાછ ટકા કે ૧૮૪ રૂપિયા લથડી ૨૬૩૬ બંધ થયો છે.


જેન સ્ટ્રીટ તરફથી ડોમેસ્ટિક ટ્રેડિંગ પાર્ટનર તરીકે કામકાજ કરતી નુવામા વેલ્થ મૅનેજમેન્ટ ૭ ગણા વૉલ્યુમમાં નીચામાં ૭૨૦૨ થઈ સાડાદસ ટકા કે ૮૭૦ રૂપિયા તૂટી ૭૩૧૫ બંધ રહી છે. કૅપિટલ માર્કેટ રિલેટેડ અન્ય શૅરમાં એન્જલ વન નીચામાં ૨૭૪૦ થઈ ૬ ટકા કે ૧૭૬ રૂપિયા ખરડાઈ ૨૭૭૪ હતી. અન્યમાં સન્માન કૅપિટલ ૮.૫ ટકા, ઉત્તમ ઇન્વેસ્ટમેન્ટ ૪.૬ ટકા, કૅફીન ટેક ૨.૮ ટકા, આઇઆઇએફએલ કૅપિટલ ત્રણ ટકા બગડી છે. CDSL નીચામાં ૧૭૨૭ બતાવી સવાબે ટકા ગગડી ૧૭૬૩ હતી. KIFS ફાઇ સર્વિસિસ દોઢ ટકાના ઘટાડામાં ૧૭૮ થઈ છે. MCX પાંખા કામકાજે દોઢ ટકો ઘટી ૮૮૭૫ બંધ આવી છે.

ફાઇનૅન્સ સેક્ટરમાં ક્રેડિટ ઍક્સેસ ગ્રામીણ સ્ટ્રૉન્ગ બિઝનેસ આઉટલૂક પાછળ ૨૨ ગણા કામકાજે ઉપરમાં ૧૩૫૫ બનાવી સાડાચાર ટકાના ઉછાળે ૧૨૯૭ થઈ છે. નૉર્થ આર્ક કૅપિટલ સાત ટકા, મફીન ગ્રીન ફાઇ ૭ ટકા, સ્પંદન સ્ફૂર્તિ ત્રણ ટકા, ચૉઇસ એન્ટર ૫.૩ ટકા મજબૂત હતી.

ડી-ગ્રોથના વસવસામાં તાતાની ટ્રેન્ટ ૭૩૮ રૂપિયા લથડી

ટ્રેન્ટ તરફથી જૂન ક્વૉર્ટરમાં એના ફૅશન્સ સેગમેન્ટનો વૃદ્ધિદર ૨૦ ટકા રહેવાની ધારણા દર્શાવાઈ છે જે છેલ્લાં પાંચ વર્ષના સરેરાશ ૩૫ ટકાના ગ્રોથ કરતાં ઘણો નીચો છે. નુવામા વેલ્થ તરફથી ટ્રેન્ટમાં ડી-રેટિંગ જાહેર થયું છે. શૅર ગઈ કાલે આઠ ગણા વૉલ્યુમે નીચામાં ૫૪૨૫ થઈ ૧૨ ટકા કે ૭૩૮ રૂપિયા લથડી ૫૪૪૯ બંધ થયો છે. પારસ ડિફેન્સ ૧૦ના શૅરના પાંચ રૂપિયામાં વિભાજનમાં એક્સસ્પ્લિટ થતાં વૉલ્યુમ સાથે ૧૦ ટકાની તેજીની સર્કિટે ૯૩૭ વટાવી ત્યાં જ બંધ રહી છે. અન્ય ડિફેન્સ શૅરમાં ઍક્સિસ કેડસ સાડાચાર ટકા, આઇડિયાફોર્જ ૩.૩ ટકા, તનેજા ઍરોસ્પેસ બે ટકા, એસ્ટ્રામાઇક્રો ૧.૮ ટકા, અપોલો માઇક્રો ૨.૨ ટકા, માઝગાવ ડૉક સવા ટકો, કોચીન શિપયાર્ડ બે ટકા, ગાર્ડનરીચ એક ટકો, ડીસીએક્સ ઇન્ડિયા ત્રણ ટકા, GOCL કૉર્પ ૩.૪ ટકા, ભારત અર્થમૂવર દોઢ ટકા પ્લસ થઈ છે. નિફ્ટી ડિફેન્સ ઇન્ડેક્સ ૧૮માંથી ૧૭ શૅરના સથવારે એક ટકો વધ્યો છે.

જૂનનું વેચાણ ૧૨ ટકા ઘટવાનો વસવસો ચાલુ રાખતાં હ્યુન્દાઇ મોટર નરમાઈની હૅટ ટ્રિકમાં સવા ટકો ઘટી ૨૦૬૪ હતી. ઓલા ઇલેક્ટ્રિક પ્રત્યાઘાતી સુધારામાં ૨.૮ ટકા વધી ૪૧.૭૪ રહી છે. એ-ગ્રુપ ખાતે જેકે પેપર ૧૦.૬ ટકા, ચેન્નઈ પેટ્રો ૮.૩ ટકા, ટૂરિઝમ ફાઇ કૉર્પો ૮.૩ ટકા અને વેસ્ટકોસ્ટ પેપર ૮.૩ ટકા મજબૂત થઈ છે. મઝદા લિમિટેડ ૫૫ ગણા જંગી વૉલ્યુમે ૨૦ ટકાની ઉપલી સર્કિટ મારીને ૨૯૦ વટાવી ગઈ હતી. પીસી જ્વેલર્સ ૧૯ ટકા ઝળકી ૧૬.૭૧ રહી છે. પેપર ઉદ્યોગમાં ઇમામી પેપર્સ ૧૧ ટકા, ઓરિયેન્ટ પેપર ૭.૨ ટકા, TNPL પોણાનવ ટકા, આંધ્ર પેપર ૫.૫ ટકા, સિમ્પ્લેક્સ પેપર ૪.૭ ટકા, કુન્તમ પેપર્સ ૬ ટકા ઊંચકાઈ હતી.

બજાજ ફાઇનૅન્સ બન્ને બજારમાં ટૉપ ગેઇનર બની

ગઈ કાલે સેન્સેક્સના ૩૦માંથી ૨૦ શૅર અને નિફ્ટીના ૫૦માંથી ૩૧ શૅર પ્લસ હતા. બજાજ ફાઇનૅન્સ કામકાજના સારા વરતારા પાછળ ૧.૬ ટકા વધી ૯૨૫ થઈ છે. ઇન્ફી ૧.૪ ટકાની આગેકૂચમાં ૧૬૪૦ હતી. ICICI બૅન્ક ૧.૨ ટકા વધી ૧૪૪૩ બંધમાં બજારને ૧૦૦ પૉઇન્ટ ફળી છે. હિન્દુ યુનિલીવર સવા ટકો, અલ્ટ્રાટેક પોણો ટકો, ડૉ. રેડ્ડીઝ લૅબ સવા ટકો, વિપ્રો ૧.૧ ટકો, હિન્દાલ્કો એક ટકો, HCL ટેક્નૉ પોણો ટકો પ્લસ હતી. TCS અડધો ટકો સુધરી છે. રિલાયન્સ અડધો ટકો વધી ૧૫૨૭ હતી. જિયો ફાઇનૅન્સ ૩૨૫ પર યથાવત્ રહી છે. ટ્રેન્ટ વૉલ્યુમ સાથે ૧૨ ટકા લથડી ૫૪૪૯ બંધમાં બન્ને બજારમાં વર્સ્ટ પર્ફોર્મર બની બજારને ૧૩૮ પૉઇન્ટ નડી છે. તાતા સ્ટીલ ૧.૭ ટકા, આઇશર એકાદ ટકો, ટેક મહિન્દ્ર એક ટકો, મારુતિ સુઝુકી ૦.૯ ટકા ડાઉન હતી.

આગલા દિવસે ઝળકેલી ડીસીએમ શ્રીરામ ગઈ કાલે સાડાચાર ગણા વૉલ્યુમે ૪.૭ ટકા બગડી ૧૩૫૬ થઈ છે. અબ્રામ ફૂડ્સ, આઇકૉન ફૅસિલિયેટર્સ, AJC જ્વેલ, એટેન પેપર્સ જેવા તાજેતરમાં લિસ્ટેડ થયેલા SME ઇશ્યુ નીચલી સર્કિટમાં ઑલટાઇમ તળિયે ગયા હતા. સર્દામોટર શૅરદીઠ એક બોનસમાં બોનસ બાદ થતાં એક ટકો વધી ૧૦૫૫, કન્ટેનર કૉર્પોરેશન ૪ શૅરદીઠ એક બોનસમાં એક્સ-બોનસ થતાં અડધા ટકા સુધી ૫૯૯, કૂલ કૅપ્સ ઇન્ડસ્ટ્રીઝ શૅરદીઠ એક બોનસ અને ૧૦ના શૅરના બે રૂપિયામાં વિભાજનમાં એક્સ-બોનસ અને એક્સસ્પ્લિટ થતાં ૯૧ના લેવલે યથાવત્ બંધ રહી છે. એસ્ટેક લાઇફ સાયન્સ એક્સરાઇટ થતાં એક ટકો વધીને ૯૪૭ રહી છે. ટીસી લિમિટેડ એક્સરાઇટ થતાં સાડાસાત ટકા ગગડી ૧૪ની અંદર ગઈ  છે.

મારિકો વૉલ્યુમ સાથે ૭૪૫ની નવી ટોચે જઈ અઢી ટકા વધીને ૭૩૧ રહી છે. આર. ઝેડ. ગ્રુપની નજારા ટેક્નૉ ૧૩૯૯ના શિખરે જઈ સાધારણ સુધારે ૧૩૮૦ હતી. પૂનાવાલા ફીનકૉર્પ ૪૮૩ની નવી ઊંચી સપાટી નોંધાવી સવા ટકો વધીને ૪૭૩ નજીક સરકી છે.

ઍડકાઉન્ટી અને નીતુ યોશીનું મજેદાર લિસ્ટિંગ

SME કંપની ઍડકાઉન્ટી મીડિયા ૮૫ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રેમાર્કેટના ૪૦ના પ્રીમિયમ સામે ૧૩૦ ખૂલી પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૧૩૬ વટાવી ત્યાં બંધ થતાં ૬૦.૬ ટકાનો દમદાર લિસ્ટિંગ ગેઇન છૂટ્યો છે. નીતુ પોશી પાંચના શૅરદીઠ ૭૫ની ઇશ્યુ પ્રાઇસ અને ૧૮ના પ્રીમિયમ સામે ૧૦૫ ખૂલી પાંચ ટકાની તેજીની સર્કિટમાં ૧૧૦ વટાવી ત્યાં બંધ રહેતાં એમાં ૪૭ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. સોમવારે પુષ્પા જ્વેલર્સ, માર્કે લુવા ફૅશન્સ, સિલ્કી ઓવરસીઝ, વંદન ફૂડ્સ અને સીડાર ટેકક્સટાઇલ એમ કુલ પાંચ SME IPO લિસ્ટેડ થશે. હાલ ગ્રેમાર્કેટમાં સિડાર ટેક્સટાઇલમાં ૧૦ રૂપિયા તથા સિલ્કી ઓવરસીઝમાં ૨૪ રૂપિયાનું પ્રીમિયમ બોલાય છે.

તાજેતરમાં લિસ્ટેડ થયેલા જાણીતા શૅરમાં HDB ફાઇ સર્વિસિસ ગઈ કાલે ૨.૩ ટકા ઘટીને ૮૪૫, કલ્પતરુ ૪૧૫ના લેવલે યથાવત્, સંભવ સ્ટીલ અડધો ટકો સુધરી ૧૦૨, ગ્લોબ સિવિલ પ્રોજેક્ટસ ૮૧ના વર્સ્ટ લેવલે જઈ ૪.૭ ટકા ગગડી ૮૧.૫૦, એલનબેરી ઇન્ડ ગૅસિસ ૫૮૬ના શિખરે જઈ અઢી ટકાના ઘટાડે ૫૬૨ તથા ઇન્ડોગલ્ફ ક્રૉપ સાયન્સ ૧૦૫નો સૌથી નીચો ભાવ બતાવી ૨.૮ ટકા ગગડી ૧૦૭ બંધ રહી છે.

Whatsapp-channel Whatsapp-channel

07 July, 2025 06:58 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK