તાતા મોટર્સે મંગળવારે જણાવ્યા મુજબ એ પોતાનાં પૅસેન્જર વાહનોની કિંમતમાં ૧૯ જાન્યુઆરીથી સરેરાશ ૦.૯ ટકાનો વધારો કરશે. કાચા માલના ભાવમાં થયેલી વૃદ્ધિને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું કંપનીએ જણાવ્યું છે.
તાતા મોટર્સનાં પૅસેન્જર વાહનોના ભાવમાં આજથી વધારો થશે
તાતા મોટર્સે મંગળવારે જણાવ્યા મુજબ એ પોતાનાં પૅસેન્જર વાહનોની કિંમતમાં ૧૯ જાન્યુઆરીથી સરેરાશ ૦.૯ ટકાનો વધારો કરશે. કાચા માલના ભાવમાં થયેલી વૃદ્ધિને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું કંપનીએ જણાવ્યું છે.
તાતા મોટર્સ ટિએગો, પંચ અને હેરિયર મૉડલ ભારતમાં વેચે છે. તેણે ગ્રાહકોના પ્રતિભાવના આધારે અમુક વેરિઅન્ટના ભાવમાં ૧૦,૦૦૦ રૂપિયા સુધીનો ઘટાડો કરવાનું પણ શરૂ કર્યું છે.
૧૮ જાન્યુઆરી, ૨૦૨૨ના રોજ કે તેની પહેલાં જેમણે કારનું બુકિંગ કરાવ્યું હશે એમને ભાવવૃદ્ધિ લાગુ નહીં પડે, એમ કંપનીએ જણાવ્યું છે.
નોંધનીય છે કે ગયા સપ્તાહે મારુતિ સુઝુકી ઇન્ડિયાએ અમુક કારનાં મૉડલના ભાવમાં ૪.૩ ટકા સુધીની વૃદ્ધિ કરી હતી.