નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો અને અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ પણ નરમાઈતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે
પ્રતીકાત્મક તસવીર
વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૪,૪૦૯ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૧૮૬.૧૦ પૉઇન્ટના નેટ ઘટાડે ૨૪,૪૪૧.૧૦ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૭૪૨.૧૭ પૉઇન્ટના નેટ ઘટાડે ૭૯,૮૫૭.૭૯ બંધ રહ્યો. ઉપરમાં ૮૦,૫૫૦ ઉપર ૮૦,૬૨૦, ૮૦,૯૬૦ કુદાવે તો ૮૧,૦૯૩ ઉપર મંદીમાં રહેવું નહીં. ૮૧,૦૯૩ ઉપર ૮૧,૨૪૦, ૮૧,૨૯૦, ૮૧,૫૨૫, ૮૧,૭૬૦, ૮૧,૮૦૦ સુધીની શક્યતા. નીચામાં ૭૯,૭૭૫ નીચે ૭૯,૫૯૯ તૂટે તો ૭૯,૩૪૦, ૭૯,૦૦૦ સુધીની શક્યતા. બજાર હાઇલી ઓવરસોલ્ડ છે, ઉછાળા આવી શકે છે. નવું વેચનારે સાવચેત રહેવું. ટ્રમ્પની ટૅરિફ પર નજર રાખવી.
નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો અને અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ પણ નરમાઈતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે. લાંબા ગાળાનો સપોર્ટ ૨૧,૨૬૫ ગણાય. (બુલિશ કે બેરિશ બન્ને બ્રેકઆઉટ વખતે વૉલ્યુમ વધારે હોવું જોઈએ. અપસાઇડ બ્રેકઆઉટ વખતના વૉલ્યુમને ડાઉનસાઇડ બ્રેકઆઉટ વખતના વૉલ્યુમ કરતાં વધારે મહત્ત્વ અપાય છે. TIME LIMIT = બન્ને શૉર્ટ ટર્મ પૅટર્ન છે અને પૂર્ણ થવામાં એકથી ત્રણ અઠવાડિયાંનો સમય લાગે છે. ડાઉનટ્રેન્ડ વખતે ફ્લૅગ અને પીનન્ટને પૂર્ણ થતાં આનાથી પણ ઓછો સમય લાગે છે. એટલે કે આ પૅટર્ન એકથી બે અઠવાડિયાં સુધી પણ ચાલતી નથી. (ક્રમશ:) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૪,૭૬૭.૫૬ છે જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.
ADVERTISEMENT
રિલાયન્સ (૧૩૬૭.૮૦) ૧૫૫૧ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૪૦૮ ઉપર ૧૪૧૭, ૧૪૩૧ સુધીની શક્યતા. નીચામાં ૧૩૬૬ નીચે ૧૩૩૨, ૧૩૦૫, ૧૨૮૦ સુધીની શક્યતા.
ટિટાગર રેલ (૮૦૨.૯૫) ૯૭૪.૩૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૮૧૫ ઉપર ૮૩૫, ૮૫૫ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૭૯૬ નીચે ૮૧૪, ૭૯૪, ૭૭૭ સુધીની શક્યતા.
બૅન્ક નિફ્ટી ફ્યુચર (૫૫,૧૬૬.૦૦) ૫૭,૮૪૯.૮૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૫,૪૭૫ ઉપર ૫૫,૬૮૫, ૫૫,૮૦૦, ૫૫,૯૫૦ ઉપર મંદીમાં રહેવું નહીં. ૫૫,૯૫૦ ઉપર ૫૬,૧૪૦ કુદાવે તો ૫૬,૨૯૦, ૫૬,૪૫૦, ૫૬,૬૦૦ સુધીની શક્યતા. નીચામાં ૫૫,૦૭૦ નીચે ૫૫,૦૦૦, ૫૪,૬૮૦, ૫૪,૩૭૦, ૫૪,૦૫૦, ૫૩,૭૩૦, ૫૩,૫૮૫ સુધીની શક્યતા.
નિફ્ટી ફ્યુચર (૨૪,૪૪૧.૧૦)

૨૫,૭૯૨.૪૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૪,૫૬૦ ઉપર ૨૪,૬૬૦, ૨૪,૭૫૦ કુદાવે તો ૨૪,૮૧૩ મહત્ત્વની પ્રતિકારક સપાટી ગણાય. ૨૪,૮૧૩ ઉપર ૨૪,૮૮૦, ૨૪,૯૬૦, ૨૫,૦૩૦, ૨૫,૧૧૦, ૨૫,૨૬૦ સુધીની શક્યતા. નીચામાં ૨૪,૪૦૯ નીચે ૨૪,૩૧૦, ૨૪,૨૫૮, ૨૪,૦૭૦, ૨૩,૯૮૫ સુધીની શક્યતા. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
અદાની પોર્ટ (૧૩૨૫.૦૦)

૧૪૭૪ ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૩૩૭ ઉપર ૧૩૫૭, ૧૩૭૧ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૧૩૧૫ નીચે ૧૩૦૩, ૧૨૭૦ સુધીની શક્યતા. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
અપોલો હૉસ્પિટલ (૭૦૮૪.૫૦)

૨૨૮૪.૮૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૭૧૨૫ ઉપર ૭૨૨૬, ૭૨૭૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૭૦૫૩ નીચે ૭૦૧૦, ૬૯૨૦, ૬૮૪૦ સુધીની શક્યતા. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.


