નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો અને અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ પણ નરમાઈતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૪૫૮૧ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૨૭૯.૨૦ પૉઇન્ટના નેટ સુધારે ૨૪૮૪૭.૭૦ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૯૦૧.૧૧ પૉઇન્ટના નેટ સુધારે ૮૦૭૧૦.૭૬ બંધ રહ્યો. ઉપરમાં ૮૦૯૨૦ બંધ આવે તો ૮૧૪૭૭, ૮૨૨૩૨ પ્રતિકારક સપાટી ગણાય, જેની ઉપર વધુ સુધારો જોવા મળે. નીચામાં ૮૦૦૦૪, ૭૯૭૪૧ મહત્ત્વની સપાટી ગણાય. બજારનો ટ્રેન્ડ નરમાઈતરફી છે. હાયર બૉટમ ફૉર્મેશન હજી થયું નથી. માટે સમજીને વેપાર કરવો. સ્ક્રિપ મુજબ વધ-ઘટ જોવા મળશે. કોઈ પણ બાજુના વેપારમાં બહુ ઊભા ન રહેવું. હાલ સમાચારના આધારે ચાલુ બજારે ઉપર-નીચે કરે છે માટે નદી, નાવ અને સંજોગ મુજબ વેપાર કરવો હિતાવહ.
નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો અને અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ પણ નરમાઈતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે. લાંબા ગાળાનો સપોર્ટ ૨૧૨૬૫ ગણાય. નિયમ મુજબ જોઈએ તો ફ્લૅગ પૅટર્નની જેમ આ રચનામાં પણ ચાલુ ટ્રેન્ડની વિરુદ્ધ દિશામાં ઢાળ જોવા મળે છે. આ કારણસર ફોલિંગ વેજને બુલિશ તથા રાઇઝિંગ વેજને બેરિશ પૅર્ટન ગણવામાં આવે છે. હવે આપણે વેજ ફૉર્મેશન વિશે વિગતવાર જોઈએ. (ક્રમશઃ) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૪૭૮૮.૨૭ છે જે ક્લોઝિંગ પ્રાઇઝના આધારે રોજ બદલાયા કરે છે.
ADVERTISEMENT
વેદાન્તા (૪૪૫.૫૦) : ૪૦૬.૪૩ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૪૪૭ ઉપર ૪૫૪, ૪૬૩, ૪૭૧, ૪૮૧, ૪૯૦ સુધીની શક્યતા. નીચામાં ૪૩૫, ૪૩૨ સપોર્ટ ગણાય.
IDFC ફર્સ્ટ બૅન્ક (૭૨.૬૦) : ૬૭.૫૭ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૭૩ ઉપર ૭૬, ૭૯, ૮૨ સુધીની શક્યતા. નીચામાં ૬૯ સપોર્ટ ગણાય.
બૅન્ક નિફટી ફ્યુચર (૫૪૩૬૪.૬૦) : ૫૭૮૪૯.૮૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૪૭૨૦ ઉપર બંધ આવે તો ૫૫૪૧૮, ૫૫૪૬૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૫૩૭૭૯ નીચે ૫૩૭૧૫ તૂટે તો ૫૩૧૬૦, ૫૨૯૫૦ મહત્ત્વની સપાટી ગણાય.
નિફ્ટી ફ્યુચર (૨૪૮૪૭.૭૦)

૨૫૧૭૯ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૪૮૮૭ ઉપર બંધ આવે તો ૨૫૦૪૯, ૨૫૧૭૯ પ્રતિકારક સપાટી ગણાય. જેની ઉપર વધુ સુધારો જોવા મળે. નીચામાં ૨૪૬૩૮, ૨૪૪૭૮, ૨૪૪૦૯ મહત્ત્વના સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ર્ચાટ આપ્યો છે.
એસ્ટ્રાલ (૧૪૫૪.૯૦)

૧૨૬૧.૪૩ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૪૫૮ ઉપર ૧૪૭૨, ૧૪૯૫, ૧૫૦૯ સુધીની શક્યતા. નીચામાં ૧૪૧૯ નીચે ૧૪૦૮ સપોર્ટ ગણાય. આ સાથે દૈનિક લાઇન ચાર્ટ આપ્યો છે.
મધરસન સુમી (૪૫.૧૭)

૪૦.૬૭ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૪૬ ઉપર ૪૭, ૪૯ અને બાવન પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૪૨ સપોર્ટ ગણાય. આ સાથે દૈનિક લાઇન ચાર્ટ આપ્યો છે.


