Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૨૪,૨૩૯ ઉપર ૨૪,૩૨૫ અને નીચામાં ૨૩,૬૨૫ મહત્ત્વની સપાટીઓ

નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૨૪,૨૩૯ ઉપર ૨૪,૩૨૫ અને નીચામાં ૨૩,૬૨૫ મહત્ત્વની સપાટીઓ

Published : 27 April, 2026 10:12 AM | IST | Mumbai
Ashok Trivedi

નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

ચાર્ટ મસાલા

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૩,૮૩૪.૭૦ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૪૪૫.૨૦ પૉઇન્ટના નેટ ઘટાડે ૨૩૯૨૨.૮૦ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૧૮૧૨.૨૫ પૉઇન્ટના નેટ ઘટાડે ૭૬,૬૮૧.૨૯ બંધ રહ્યો. ઉપરમાં ૭૭,૭૧૦ ઉપર ૭૮,૧૧૨, ૭૮,૪૪૨ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૭૬,૪૦૩ નીચે ૭૫,૯૪૦, ૭૫,૮૬૮, ૭૫,૪૫૦, ૭૪,૯૭૦, ૭૪,૬૮૦ ૭૪,૪૭૦ સુધીની શક્યતા. ધારણા પ્રમાણે ગયા મંગળવારે ટૉપ બની ગયું છે. માસિક એક્સપાયરી હોવાથી સોમ-મંગળવારે વેચાણકાપણીનો ઉછાળો આવી શકે.

નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે. અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે. ૨૪,૪૦૯ તૂટતાં હવે લાંબા ગાળાનો સપોર્ટ ૨૧,૮૬૦ ગણાય (અને એ સપોર્ટ લેવલ મહત્ત્વનું બની રહે છે. અગર જો એ એરિયામાં ટ્રેડિંગ ઓછું થયું હોત તો એ એરિયા એટલો મહત્ત્વનો ન ગણાત. હવે આપણે આની વિપરીત દિશામાં જોઈએ. ભાવો જ્યારે વધવાતરફી હોય ત્યારે માર્કેટમાં ભાગ લેનારાઓ દરેક ઘટાડા વખતે વધારાનું લેણ કરતા હતા‍ જેને લીધે નવા સપોર્ટ લેવલની રચના થતી હતી. અગર જો ઘટાડા વખતે ભાવો પાછલું સપોર્ટ લેવલ તોડીને નીચે જાય તો આનો વિપરીત પ્રતિસાદ મળે. (ક્રમશઃ) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૪,૦૫૨.૦૧ છે, જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.



ગોદરેજ કન્ઝ્યુમર (૧૦૮૯.૯૦) : ૧૧૪૮ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૧૧૫ ઉપર ૧૧૨૫ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૧૦૮૩ નીચે ૧૦૬૮, ૧૦૫૭, ૧૦૪૬, ૧૦૩૫, ૧૦૨૩, ૧૦૧૨ સુધીની શક્યતા.


રિલાયન્સ (૧૩૨૭.૮૦) : ૧૨૯૧ના બૉટમથી સાઇડવેઝમાં છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ તરફ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૩૪૮ ઉપર ૧૩૭૩, ૧૩૮૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૧૩૨૫ નીચે ૧૩૧૦ અને ૧૨૯૧ મહત્ત્વની સપાટી ગણાય જેની નીચે વેચવાલી વધતી જોવા મળે. ઉછાળે વેચવાલી જોવા મળશે.

બૅન્ક નિફટી ફ્યુચર (૫૬,૨૦૬.૬૦) : ૫૭,૪૭૭ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૬,૪૯૦ ઉપર ૫૬,૫૬૦, ૫૭,૦૨૦, ૫૭,૪૭૭ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૫૫,૮૦૬ નીચે ૫૫,૧૭૦, ૫૪,૭૦૦, ૫૪,૬૦૬, ૫૪,૨૪૦, ૫૩,૭૮૫, ૫૩,૩૨૦, ૫૨,૯૪૦, ૫૨,૮૬૦ સુધીની શક્યતા. 


નિફ્ટી ફ્યુચર (૨૩,૯૨૨.૮૦) : ૨૪,૬૦૪ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૪,૦૨૫ ઉપર ૨૪,૧૭૦, ૨૪,૨૩૯, ૨૪,૩૨૫, ૨૪,૪૭૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૨૩,૮૩૪ નીચે ૨૩,૭૩૦, ૨૩,૬૨૫, ૨૩,૫૮૦, ૨૩,૪૪૦, ૨૩,૨૯૦, ૨૩,૧૮૦, ૨૩,૧૫૦ સુધીની શક્યતા. આ સાથે દૈનિક ર્ચાટ આપ્યો છે. 

HFCL (૧૦૦.૨૨) : ૫૯.૮૨ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૦૨ ઉપર ૧૦૮ સુધીની શક્યતા. નીચામાં ૯૬ નીચે ૯૨ સપોર્ટ ગણાય. આ સાથે લાંબા ગાળાનો માસિક ચાર્ટ આપ્યો છે. 

હિન્દુસ્તાન ઍરોનૉટિક્સ (૪૨૬૫.૮૦) : ૪૪૧૩ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૪૨૯૬ ઉપર ૪૩૫૪, ૪૩૮૭ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૪૨૩૬ નીચે ૪૧૭૯, ૪૧૨૧, ૪૦૬૨, ૪૦૦૪ સુધીની શક્યતા. આ સાથે દૈનિક ચાર્ટ આપ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

27 April, 2026 10:12 AM IST | Mumbai | Ashok Trivedi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK