Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટી સળંગ નવમા દિવસની આગેકૂચ સાથે સર્વોચ્ચ સપાટીએ બંધ થયો

નિફ્ટી સળંગ નવમા દિવસની આગેકૂચ સાથે સર્વોચ્ચ સપાટીએ બંધ થયો

Published : 28 August, 2024 09:20 AM | IST | Mumbai
Anil Patel

બજારનું માર્કેટકૅપ સર્વોચ્ચ સપાટીએ

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


સ્મૉલકૅપ, મિડકૅપ, બ્રૉડર માર્કેટ, આઇટી, હેલ્થકૅર, ટેલિકૉમ, FMCG ઇન્ડેક્સમાં નવાં બેસ્ટ લેવલ જોવાયાં : બજારનું માર્કેટકૅપ સર્વોચ્ચ સપાટીએ : તાતા ગ્રુપના સિલેક્ટિવ શૅર લાઇમલાઇટમાં, નેલ્કો નવા શિખરે, તાતા ઇન્વેસ્ટમેન્ટ ૧૨૦૦ અને તાતા ઍલેક્સી ૧૨૫૪ રૂપિયાની તેજીમાં બંધ : લોટસ ચૉકલેટ્સ બીજા દિવસે નીચલી સર્કિટમાં, ભાવ હજી તૂટશે : પૉલિસી બાઝાર નવી ટૉપ બનાવી ઘટાડે બંધ : નવી મુંબઈની પૅરામેટ્રિક્સના SME IPOને પ્રથમ દિવસે પ્રમાણમાં નબળો પ્રતિસાદ, ગ્રે માર્કેટમાં સોદા શરૂ થવા બાકી 


બહુમતી એશિયન બજારોની નજીવી પીછેહઠ વચ્ચે ઘરઆંગણે માર્કેટ નામજોગ સુધારામાં મંગળવારે બંધ થયું છે. સેન્સેક્સ આગલા બંધથી ૧૧૭ પૉઇન્ટના ગૅપમાં ઉપર, ૮૧,૮૧૫ ખૂલીને ૧૪ પૉઇન્ટ નજીક સુધરી ૮૧,૭૧૨ બંધ થયો છે. નિફ્ટી ૭ પૉઇન્ટ વધીને ૨૫,૦૧૮ની સર્વોચ્ચ સપાટીએ બંધ થયો છે. સળંગ નવમા દિવસની આગેકૂચ નિફ્ટીમાં છેલ્લા ૧૬ માસમાં પ્રથમ વાર જોવા મળી છે. ઇન્ટ્રા-ડેમાં નિફ્ટી એની ૨૫,૦૭૮ની ઑલટાઇમ હાઈની એકદમ નજીક, ૨૫,૦૭૩ વટાવી ગયો હતો. બજારનું માર્કેટકૅપ ૮૬,૦૦૦ કરોડના ઉમેરામાં હવે ૪૬૩.૧૫ લાખ કરોડ નજીક પહોંચ્યું છે જે વિક્રમી સપાટી છે. ડલ માર્કેટમાં પણ સ્મૉલકૅપ, મિડકૅપ ઑલટાઇમ હાઈ થઈ અડધો ટકો વધીને બંધ થયા છે. ટેલીકૉમ બેન્ચમાર્ક એક ટકો તો આઇટી ઇન્ડેક્સ અડધો ટકાની આગેકૂચમાં બેસ્ટ લેવલે રહ્યા છે. FMCG ઇન્ડેક્સ સર્વોચ્ચ સપાટી દેખાડી ૦.૯ ટકા ઘટ્યો છે. મેટલ બેન્ચમાર્ક પણ એટલો જ પીગળ્યો છે. નિફ્ટી ફાર્મા પોણો ટકો તો હેલ્થકૅર ઇન્ડેક્સ અડધો ટકો વધી નવા શિખરે ગયાં હતાં. માર્કેટ બ્રેડ્થ થોડી હકારાત્મક હતી. NSEમાં વધેલા ૧૨૯૨ શૅર સામે ૧૦૭૫ કાઉન્ટર્સ ઘટ્યાં છે.



બજાજ સર્વની સબસિડિયરી બજાજ હાઉસિંગ ૭૦૦૦ કરોડનો ઇશ્યુ લાવવાની તૈયારીમાં છે. ઇશ્યુમાં બજાજ ફીનસર્વ અને બજાજ ફાઇનૅન્સના શૅરધારકો માટે રિઝર્વ ક્વોટા રહેવાનો છે એટલે બજાજ ફીનસર્વ બે ટકા ઊચકાઈ સેન્સેક્સ ખાતે વધવામાં મોખરે હતો. નિફ્ટી ખાતે SBI લાઇફ ૨.૪ ટકા, શ્રીરામ ફાઇનૅન્સ ૨.૧ ટકા તથા મારુતિ સુઝુકી ૨ ટકા કે ૨૫૩ રૂપિયા વધી યૉપ ગેઇનર્સ બન્યા છે. એચડીએફસી લાઇફ, લાર્સન, બજાજ ફાઇનૅન્સ, ઇન્ફોસિસ, ICICI બૅન્ક, સનફાર્મા, ઍક્સિસ બૅન્ક જેવા શૅર એકથી બે ટકા નજીક પ્લસ હતા. રિલાયન્સ પોણા ટકાના ઘટાડે ૩૦૦૦ના બંધમાં સેન્સેક્સને સર્વાધિક ૭૦ પૉઇન્ટ નડ્યો છે.


ટાઇટન, JSW સ્ટીલ અને હિન્દુસ્તાન યુનિલીવર આશરે બેથી સવાબે ટકા બગડી બન્ને મેઇન બેન્ચમાર્ક ખાતે ટૉપ લૂઝર્સ બન્યા છે. તાતા મોટર્સ, ગ્રાસિમ, કોલ ઇન્ડિયા, NTPC, હિન્દાલ્કો, આઇટીસી, ટેક મહિન્દ્ર એકથી દોઢ ટકા નજીક નરમ હતા. જ્વેલરી કંપની ગોલ્ડિયમ ઇન્ટરનૅશનલ ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૩૨૪ ઉપરની નવી ટોચે પહોંચ્યો છે. તાતા ઇન્વેસ્ટમેન્ટ ૧૨૦૦ રૂપિયા, તાતા ઍલેક્સી ૧૨૫૪ રૂપિયા, નેલ્કો ૧૫૪, બાસ્ફ ૩૪૪ રૂપિયા, ટીવીએસ હોલ્ડિંગ્સ ૬૩૮ રૂપિયા, સેન્ચુરી ટેક્સટાઇલ સવાસો રૂપિયા ઝળક્યા છે. નીટ લિમિટેડ સતત આઠમા દિવસની આગેકૂચમાં ૧૮૩ના શિખરે જઈ ૧૪ ટકા ઊછળી ૧૭૬ નજીક સરક્યો હતો. ભાવ વર્ષ પૂર્વે ૭૮ હતો. ઍપ્ટેક પોણો ટકો સુધરી ૨૪૪ રહ્યો છે. 


Whatsapp-channel Whatsapp-channel

28 August, 2024 09:20 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK