નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૨,૮૦૯ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૪૪૧.૬૫ પૉઇન્ટના નેટ સુધારે ૨૩,૫૫૫.૫૫ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૧૩૧૫.૫૦ પૉઇન્ટના નેટ સુધારે ૭૭,૫૦૫.૯૬ બંધ રહ્યો.
બોમ્બે સ્ટોક એક્સચેન્જની પ્રતીકાત્મક ફાઈલ તસવીર
વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૨,૮૦૯ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૪૪૧.૬૫ પૉઇન્ટના નેટ સુધારે ૨૩,૫૫૫.૫૫ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૧૩૧૫.૫૦ પૉઇન્ટના નેટ સુધારે ૭૭,૫૦૫.૯૬ બંધ રહ્યો. ઉપરમાં ૭૭,૬૦૫ ઉપર ૭૭,૯૦૦ કુદાવે તો ૭૭,૯૬૦, ૭૮,૩૫૦, ૭૮,૭૯૦, ૭૯,૨૩૦, ૭૯,૪૫૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૭૬,૮૩૩ નીચે ૭૬,૭૦૦ સપોર્ટ ગણાય. IN EVERY BUDGET POOR GETS SUBSIDY AND RICH GETS REBATE. MIDDLE CLASS SEE TV AND DEBATE. બજેટ સામાન્ય જનતા માટે સારું કહી શકાય. ૧૨ લાખ સુધી ટૅક્સ ફ્રી, પણ દેશમાં વર્ષના ૧૨ લાખ સુધીની આવક ધરાવનાર કેટલા? નવું બજેટ ૯ દિવસ. બજાર એની કુદરતી ચાલે ચાલશે.
નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે અને અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે. લાંબા ગાળાનો સપોર્ટ ૨૧,૨૬૫ ગણાય. (ASCENDING TRIANGLE = આ પૅટર્ન જણાવે છે કે વેચનાર કરતાં લેનાર વધારે શક્તિશાળી છે. આને લીધે આની ગણના સામાન્ય રીતે બુલીશ પૅટર્ન તરીકે કરવામાં આવે છે. આમાં અપર ટ્રેન્ડલાઇન સપાટ હોય છે, જ્યારે લોઅર ટ્રેન્ડલાઇન એસેન્ડિંગ એટલે કે ઉપર તરફ જતી હોય છે.) (ક્રમશઃ) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૩,૩૧૮.૬૦ છે જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.
ADVERTISEMENT
ડાબર (૫૩૯.૧૦) : ૫૦૧.૧૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરબૉટ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૪૧ ઉપર ૫૫૨ કુદાવે તો ૫૬૩, ૫૭૩, ૫૮૩ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૫૩૦ નીચે ૫૨૨ સપોર્ટ ગણાય.
એસબીઆઇ કાર્ડ (૮૨૪.૯૫) : ૭૦૫.૫૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૮૩૩ ઉપર ૮૪૦ કુદાવે તો ૮૬૯, ૯૦૦, ૯૩૨, ૯૬૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૮૦૫ નીચે ૭૮૦ સપોર્ટ ગણાય. ઘટાડે લઈ શકાય.
બૅન્ક નિફ્ટી ફ્યુચર (૪૯,૭૬૮.૬૦) : ૪૭,૭૨૨.૨૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૦,૦૭૫ ઉપર ૫૦,૨૫૦ કુદાવે તો ૫૦,૩૭૨ અને ૫૦,૩૭૨ કુદાવે તો ૫૦,૪૭૦, ૫૦,૮૬૦, ૫૧,૨૫૦, ૫૧,૬૦૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૪૯,૧૫૧ નીચે ૪૯,૦૩૦ સપોર્ટ ગણાય.
નિફ્ટી ફ્યુચર (૨૩,૫૫૫.૫૫)
૨૨,૮૦૯ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૩,૬૪૪ ઉપર ૨૩,૭૧૫ કુદાવે તો ૨૩,૮૭૦, ૨૪,૦૦૦, ૨૪,૧૨૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૨૩,૪૧૧ નીચે ૨૩,૦૦૦ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
ઇન્ડ્સ ઇન્ડ બૅન્ક (૧૦૦૯.૪૦)
૯૨૩.૭૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ અને અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૦૨૩ ઉપર ૧૦૩૨, ૧૦૬૭, ૧૧૦૩, ૧૧૪૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૯૯૫ નીચે ૯૭૨ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
આરતી ઇન્ડસ્ટ્રીઝ (૪૫૯.૬૫)
૩૯૦.૨૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૪૬૪ અને ૪૬૭ કુદાવતાં ૪૮૪, ૫૦૭, ૫૩૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૪૪૮ નીચે ૪૩૯ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

