Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ટર્મ લાઇફ પૉલિસી હેઠળ ક્રિટિકલ ઇલનેસ રાઇડર લેવાનો ફાયદો

ટર્મ લાઇફ પૉલિસી હેઠળ ક્રિટિકલ ઇલનેસ રાઇડર લેવાનો ફાયદો

23 June, 2021 03:01 PM IST | Mumbai
Nisha Sanghvi

ટર્મ લાઇફ સાથે લેવાયેલા ક્રિટિકલ ઇલનેસ કવરની ખાસિયત એ છે કે તેમાં સમગ્ર પૉલિસીના કાળ દરમ્યાન પ્રીમિયમ સમાન રહે છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ગયા લેખમાં આપણે આરોગ્ય વીમા હેઠળ આવતી ક્રિટિકલ ઇલનેસ પૉલિસી વિશે વાત કરી. આ વખતે આપણે જીવન વીમા હેઠળની ટર્મ લાઇફ પૉલિસીના ભાગરૂપે મળતા ક્રિટિકલ ઇલનેસ કવર વિશે જાણકારી મેળવીશું અને બન્નેની તુલના કરીશું.

ક્રિટિકલ ઇલનેસ પૉલિસીમાં અમુક નિશ્ચિત ગંભીર બીમારીઓમાંથી કોઈ બીમારીનું નિદાન થાય ત્યારે એકસામટી મોટી રકમ મળે છે. આવી પૉલિસી ખાસ કરીને જેમના પરિવારમાં વડીલોને કૅન્સર, કિડની ફેઇલ્યોર, લિવર ફેઇલ્યોર, કોરોનરી આર્ટરી બાયપાસ સર્જરી વગેરે જેવી તકલીફ થઈ ચૂકી હોય એવા લોકોએ લેવી જોઈએ.



ટર્મ લાઇફ પૉલિસી સાથે ક્રિટિકલ ઇલનેસ કવર તરીકે પૉલિસી મળે છે. ટર્મ લાઇફના પ્રીમિયમમાં થોડી વધારે રકમ ઉમેરીને આ કવર આપવામાં આવે છે. ટર્મ લાઇફ સાથે લેવાયેલા ક્રિટિકલ ઇલનેસ કવરની ખાસિયત એ છે કે તેમાં સમગ્ર પૉલિસીના કાળ દરમ્યાન પ્રીમિયમ સમાન રહે છે.


ક્રિટિકલ ઇલનેસ કવર ખરીદતી વખતે ધ્યાનમાં રાખવાના કેટલાક મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ બાજુમાં ટેબલ બનાવીને આપ્યા છે એ વાચકો ધ્યાનથી વાંચી લેશે તો એ તેમને ભવિષ્યમાં ઘણું લાભદાયી પુરવાર થશે.

છેલ્લે એટલું કહેવાનું કે જો તમે હજી સુધી ટર્મ લાઇફ પૉલિસી લીધી ન હોય તો તેમાં ક્રિટિકલ ઇલનેસ રાઇડર ઉમેરીને પૉલિસી લેવી, કારણ કે એમાં પૉલિસીની સંપૂર્ણ મુદત સુધી પ્રીમિયમ એકસમાન રહે છે.


Whatsapp-channel Whatsapp-channel

23 June, 2021 03:01 PM IST | Mumbai | Nisha Sanghvi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK