Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > News In Short: ભારતીય રૂપિયામાં ડૉલર સામે માત્ર ત્રણ પૈસાનો સુધારો થયો

News In Short: ભારતીય રૂપિયામાં ડૉલર સામે માત્ર ત્રણ પૈસાનો સુધારો થયો

24 May, 2022 04:51 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ડૉલર ઇન્ડેક્સ વિશ્વની મુખ્ય છ કરન્સી સામે ૧૦૨.૧૫ પર પહોંચ્યો હતો

ભારતીય રૂપિયામાં ડૉલર સામે માત્ર ત્રણ પૈસાનો સુધારો થયો

ભારતીય રૂપિયામાં ડૉલર સામે માત્ર ત્રણ પૈસાનો સુધારો થયો


ભારતીય રૂપિયામાં સરેરાશ સપ્તાહની શરૂઆત ફ્લેટ જેવી રહી હતી. જોકે દિવસના અંતે રૂપિયો ત્રણ પૈસા જેવો સુધર્યો પણ હતો. ડૉલર ઇન્ડેક્સમાં સરેરાશ મજબૂતાઈ અને ભારતીય શૅરબજારમાં પણ મોટો ઘટાડો અટક્યો હોવાથી ટેકો મળ્યો હતો.
ભારતીય રૂપિયો ડૉલર સામે સોમવારે ૭૭.૭૧ની સપાટી પર ખૂલીને દિવસ દરમિયાન ટૂંકી રેન્જમાં અથડાયા બાદ છેલ્લે ૭૭.૫૨૫૦ પર બંધ રહ્યો હતો, જે શુક્રવારે ૭૭.૫૫૨૫ની સપાટી પર બંધ રહ્યો હતો.
ડૉલર ઇન્ડેક્સ વિશ્વની મુખ્ય છ કરન્સી સામે ૧૦૨.૧૫ પર પહોંચ્યો હતો, જે શુક્રવારે ૧૦૨.૯૫ પર હતો. અમેરિકન ડૉલર ઇન્ડેક્સમાં વિકનેસ હોવાથી પણ રૂપિયામાં સરેરાશ ટેકો મળ્યો હતો. જોકે વ્યાજદરમાં આગામી દિવસોમાં વધારો થવાનું પ્રેશર હોવાથી રૂપિયો અન્ડરપ્રેશરમાં રહે એવી સંભાવના ફૉરેક્સ ડીલરોએ વ્યક્ત કરી હતી.  
ફુગાવો, વ્યાજદર વધારા અને યુક્રેન વૉરની સાથે ક્રૂડ તેલના ભાવની વધઘટ પર ફૉરેક્સ માર્કેટની આગામી દિવસોની ચાલનો આધાર રહેલો છે.

સરકારી ઑઇલ કંપનીની ભાવની નીતિથી ખાનગી કંપનીઓને કરોડોનું નુકસાન



રિલાયન્સ બીપી મોબિલિટી લિમિટેડે સરકારને પત્ર લખ્યો હોવાની વાત : સૂત્રો


રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને સુપરમેજર બીપીનું સંયુક્ત સાહસ ધરાવતી કંપની આરબીએમએલે સરકારને જણાવ્યું છે કે ભારતમાં ખાનગી ક્ષેત્ર માટે ઈંધણનું છૂટક વેચાણ બિનટકાઉ બની ગયું છે, કારણ કે મોટો બજાર હિસ્સો ધરાવતી જાહેર ક્ષેત્રની કંપનીઓએ વારંવાર પેટ્રોલ અને ડીઝલના ભાવ કિંમત કરતાં ઓછા દરે સ્થિર કર્યા છે એમ સૂત્રોએ જણાવ્યું હતું. દેશમાં ઉત્તર પ્રદેશ સહિતનાં પાંચ રાજ્યોમાં ચૂંટણી હોવાથી ક્રૂડ તેલના ભાવમાં વધારો થયો હોવા છતાં સરકારી કંપનીઓએ નવેમ્બર ૨૦૨૧ની શરૂઆતથી રેકૉર્ડ ૧૩૭ દિવસ સુધી પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર રાખ્યા હતાં. ચૂંટણી બાદ વધારો કર્યો હતો અને ૪૭ દિવસ સુધી ભાવ ફરી સ્થિર રાખ્યા હતા. આવી નીતિથી રિલાયન્સને ૭૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. નાયરે એનર્જીએ ૩ રૂપિયાનો લિટરે વધારો કર્યો હોવાથી થોડીક નુકસાની ઓછી થઈ હતી. ૧૬ મેની સ્થિતિએ પેટ્રોલમાં ૧૩.૦૮ રૂપિયા અને ડીઝલમાં ૨૪.૦૯ પ્રતિ લિટરીની અન્ડર રિકવરી જોવા મળી હતી. એક સૂત્રએ જણાવ્યું હતું કે રિલાયન્સ બીપી મોબિલિટી લિમિટેડે પેટ્રોલિયમ મંત્રાલયને ઈંધણના ભાવ નિર્ધારણના મુદ્દા પર પત્ર લખ્યો છે અને રજૂઆત કરી હતી.

પી-નોટ્સનું રોકાણ એપ્રિલમાં વધીને ૯૦,૫૮૦ કરોડ રૂપિયા


ચીનમાં આર્થિક મંદીને કારણે ભારતીય શૅરબજારમાં પી-નોટ્સ મારફત રોકાણ વધ્યું

સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ ચીનમાં નોંધપાત્ર આર્થિક મંદી વચ્ચે વિદેશી રોકાણકારો ચીનમાંથી ભારતમાં રોકાણની ફાળવણી વધારી રહ્યા હોવાથી એપ્રિલના અંતમાં પાર્ટિસિપમેન્ટ નોટ્સ (પી-નોટ્સ) દ્વારા ભારતીય મૂડીબજારોમાં રોકાણ થોડું વધીને ૯૦,૫૮૦ કરોડ રૂપિયાનું થયું છે. 
પી-નોટ્સ વિદેશી રોકાણકારોને રજિસ્ટર્ડ ફૉરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ દ્વારા જારી કરવામાં આવે છે જેઓ પોતાની જાતને સીધી નોંધણી કરાવ્યા વિના ભારતીય શૅરબજારનો ભાગ બનવા ઇચ્છે છે. જોકે તેઓએ યોગ્ય પ્રક્રિયામાંથી પસાર થવાની જરૂર છે.
સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (સેબી)ના ડેટા અનુસાર ભારતીય બજારોમાં પી-નોટ્સ રોકાણનું મૂલ્ય - ઇક્વિટી, ડેટ અને હાઇબ્રિડ સિક્યૉરિટીઝ - એપ્રિલના અંતમાં ૯૦,૫૮૦ કરોડ રૂપિયા હતું, જે ૨૦૧૮માં ૮૭,૯૭૯ કરોડ રૂપિયા હતું. જાન્યુઆરીમાં આ વર્ષે રોકાણ ૮૭,૯૮૯ કરોડ રૂપિયા હતું, જે ફેબ્રુઆરીમાં વધીને ૮૯,૧૪૩ કરોડ રૂપિયાએ પહોંચ્યું હતું.

ક્રૂડના ૧૧૦ ડૉલરના ભાવ ફુગાવા કરતાં પણ મોટું જોખમ

કેન્દ્રીય ઑઇલપ્રધાન હરદીપ સિંહ પુરીએ જણાવ્યું હતું કે ક્રૂડ તેલના ભાવ ૧૧૦ ડૉલર પર રહેવાથી વૈશ્વિક અર્થતંત્ર માટે ફુગાવા કરતાં પણ મોટો ખતરો પેદા થઈ શકે છે. જો ક્રૂડ આ લેવલ પર રહે તો તમે માત્ર ફુગાવાની વાત નથી કરતા, તો પછી તમે મોટાં જોખમોની વાત કરી રહ્યાં છો. મંદી શબ્દ અહીં આવે છે અને જો વૈશ્વિક અર્થવ્યવસ્થા એ દિશામાં જાય છે, તો તેલ ઉત્પાદકો સહિત દરેકને એનાં પરિણામોનો સામનો કરવો પડશે એમ તેમણે કહ્યું હતું.

અખાતમાં ક્રિપ્ટો ક્ષેત્રે વધુ એક સાહસ : આઇસી૧૫ ઇન્ડેક્સ ૬૦૪ પૉઇન્ટ વધ્યો

અખાતના દેશોમાં ક્રિપ્ટોકરન્સી ક્ષેત્રે વધુ એક સાહસ તૈયાર થયું છે. કતારમાં કૉઇનમેના નામે પ્રથમ પ્રાદેશિક અને નિયમન હેઠળના ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જની સ્થાપના થઈ છે. કતારના નાગરિકો કૉઇનમેનામાં અકાઉન્ટ ખોલીને પોતાના બૅન્ક ખાતાને તેની સાથે સાંકળી શકે છે. બહેરિનમાં મુખ્ય મથક ધરાવતું કૉઇનમેના લાઇસન્સ ધરાવતું પ્રથમ ઓનશોર ક્રિપ્ટો એક્સચેન્જ છે. દરમ્યાન, ભારતમાં રિઝર્વ બૅન્કના ગવર્નર શક્તિકાંત દાસે એક ટીવી ચૅનલને આપેલી મુલાકાતમાં કહ્યું છે કે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ  કરવા બાબતે રોકાણકારોએ સાવચેત રહેવું જોઈએ, કારણ કે બધા જાણે છે એમ હાલ ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં જોરદાર કડાકો બોલાયો છે. 
ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં સોમવારે વૃદ્ધિનો દોર જારી રહેતાં બીટકૉઇન આશરે ૧ ટકાના વધારા સાથે ૩૦,૪૮૩ ડૉલરના ભાવે પહોંચ્યો છે. આ જ રીતે ઇથેરિયમમાં લગભગ ૨ ટકાની વૃદ્ધિ થતાં ભાવ ૨૦૭૧ ડૉલર પર પહોંચ્યો છે. 
અગાઉ ક્રિપ્ટોવાયરે લૉન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ–આઇસી૧૫ સોમવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ૨૪ કલાકમાં ૧.૪૬ ટકા (૬૦૪ પૉઇન્ટ) વધીને ૪૧,૮૪૯ પૉઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ ૪૧,૨૪૫ ખૂલીને ૪૨,૦૫૦ સુધીની ઉપલી અને ૪૦,૫૧૮ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. 

Whatsapp-channel Whatsapp-channel

24 May, 2022 04:51 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK