દિવાળી ટાણે શૅરબજારમાં દુઃખના દિવસો: દિવાળી પહેલાંના દિવસો શૅરબજાર માટે હાલ તો અંધકારમય બન્યા હોવાનું દેખાય છે, પરંતુ આ અંધકાર જ નવા પ્રકાશ તરફ લઈ જશે.
સ્ટૉક ટ્રેન્ડ
શેરબજાર
આ દિવાળી માર્કેટ માટે કોઈ પણ પ્રકારની રહે, ચિંતા ન કરવી. માર્કેટ ઘટાડાતરફી હોવાથી દિવાળી સારી ન ગણાય એવું માનવું ભૂલભર્યું છે, કારણ કે દિવાળીમાં જ આપણે દરેક વસ્તુની વધુ ખરીદી કરતા હોઈએ છીએ, તો પછી શૅરબજારમાં ઘટેલા ભાવોએ સ્ટૉક્સ કેમ નહીં? લાંબી તેજી અને ઊંચાઈની યાત્રા બાદ માર્કેટ ઇન્ડેક્સ નીચે જાય, ભાવ ડાઉન થાય એ વાસ્તવમાં મંદી ન કહેવાય, બલકે તક કહેવાય. ભારતમાં દિવાળીનો માહોલ ભલે ખરીદી અને ઉત્સવનો હોય, ગ્લોબલ માહોલ યુદ્ધ સહિતની સમસ્યાઓને કારણે અનિશ્ચિતતાનો હોવાથી અત્યારે બુલિશ ટ્રેન્ડને બ્રેક લાગે એ સહજ છે. આમ પણ આપણે ઘણા લાંબા સમયથી ઓવરહીટેડ માર્કેટની ચિંતા કરતા હતા, જેથી માર્કેટની ઓવરહીટ પણ સમજવી પડે અને સહન પણ કરવી પડે.