Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > વૈશ્વિક સ્તરે મંદીનો માહોલ: હવે આ મનોરંજન કંપની કરશે 7000 લોકોની છટણી

વૈશ્વિક સ્તરે મંદીનો માહોલ: હવે આ મનોરંજન કંપની કરશે 7000 લોકોની છટણી

09 February, 2023 02:26 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આ છટણીનો આંકડો મનોરંજન કંપની ડિઝનીના વૈશ્વિક કર્મચારીઓના લગભગ 3 ટકા છે. ડિઝનીના ત્રિમાસિક પરિણામો બાદ બુધવારે આ છટણીની જાહેરાત કરવામાં આવી છે

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક


વિશ્વભરમાં મંદીના માહોલ વચ્ચે મોટી કંપનીઓમાં છટણી (Disney Lay Off)ની પ્રક્રિયા ચાલી રહી છે. ફેસબુક, મેટા, ગૂગલ, ટ્વિટર બાદ હવે એન્ટરટેઈનમેન્ટ કંપની ડિઝનીનું નામ પણ આ લિસ્ટમાં સામેલ થઈ ગયું છે. કંપનીએ તેના કર્મચારીઓમાંથી 7,000 કર્મચારીઓને કાઢવાનું મન બનાવી લીધું છે અને આ માટે એક યાદી પણ તૈયાર કરવામાં આવી છે. ડિઝનીમાં આટલા મોટા પાયે છટણી કરવાનો નિર્ણય સીઈઓ બૉબ ઈગર દ્વારા લેવામાં આવ્યો છે, જેમણે ગયા વર્ષે ડિસેમ્બર 2022માં કંપનીનો ચાર્જ સંભાળ્યો હતો.

$5.5 બિલિયનની થશે બચત



આ છટણીનો આંકડો મનોરંજન કંપની ડિઝનીના વૈશ્વિક કર્મચારીઓના લગભગ 3 ટકા છે. ડિઝનીના ત્રિમાસિક પરિણામો બાદ બુધવારે આ છટણીની જાહેરાત કરવામાં આવી છે. કંપની વતી, આ નિર્ણય વિશે કહેવામાં આવ્યું છે કે છટણીનો આ નિર્ણય કંપનીમાં $ 5.5 બિલિયનના ખર્ચને બચાવવાના લક્ષ્ય હેઠળ લેવામાં આવ્યો છે.


ખર્ચ ઘટાડવાના નામે ઝડપી છટણી

રિપોર્ટ અનુસાર, 1 ઑક્ટોબર સુધી ડિઝનીએ 2,20,000 લોકોને હાયર કર્યા હતા. તેમાંથી લગભગ 1,66,000 યુએસમાં અને 54,000 આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરે છે. આમાંથી લગભગ 80 ટકા કર્મચારીઓ કંપની માટે પૂર્ણ-સમય કામ કરતા હતા. વૈશ્વિક મંદીને ટાંકીને કંપનીઓ તેમના ખર્ચ બચાવવા અથવા ખર્ચ ઘટાડવાના નામે ઝડપી છટણી કરી રહી છે. ડિઝનીની સ્થિતિ પર નજર કરીએ તો ડિઝની પ્લસના ગ્રાહકોમાં 1 ટકાનો ઘટાડો થયો છે.


CEOએ છટણી અંગે આપ્યું આ નિવેદન

આ મોટી છટણી અંગે ડિઝનીના સીઈઓ બૉબ ઈગરે કહ્યું છે કે “હું આ નિર્ણયને હળવાશથી લેતો નથી. વિશ્વભરમાં અમારા કર્મચારીઓની પ્રતિભા અને સમર્પણ માટે મને ખૂબ જ આદર અને પ્રશંસા છે.” કંપની દ્વારા શૅર કરાયેલ છટણી વિશેની માહિતી સાથે, એવું કહેવામાં આવ્યું છે કે તેની સ્ટ્રીમિંગ સેવાએ છેલ્લા ક્વાર્ટરમાં પ્રથમ વખત ગ્રાહકોની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાવ્યો છે, કારણ કે ગ્રાહકોએ તેમના ખર્ચમાં ઘટાડો કર્યો છે. ગયા વર્ષે કંપનીના ગ્રાહકોની સંખ્યામાં ઝડપથી વધારો થયો હતો.

આ પણ વાંચો: અદાણી ગ્રુપ સાથે બૅન્કોનું એક્સપોઝર જોખમ ઊભું કરવા માટે અપૂરતું : ફિચ

ડિઝની પ્લસના ગ્રાહકોમાં ઘટાડો થયો

ડિઝની પ્લસ માટે આ ખૂબ જ પડકારજનક સમય છે. રિપોર્ટ અનુસાર, 31 ડિસેમ્બર, 2022 સુધીમાં કંપનીના કુલ ગ્રાહકો ઘટીને 168.1 મિલિયન થઈ ગયા હતા. નોંધનીય છે કે ગત વર્ષ 2022થી મંદીના વધતા જોખમના અહેવાલો વચ્ચે ઘણી મોટી કંપનીઓએ કર્મચારીઓને તેમના કર્મચારીઓની છટણી કરી દીધી છે. કર્મચારીઓને બહારનો રસ્તો બતાવતા મોટા નામોમાં ફેસબુક (Facebook Meta), ટ્વિટર (Twitter), એમેઝોન (Amazon), અલિબાબ (Alibaba), ગૂગલ (Google) જેવા મોટા પણ સામેલ છે.

Whatsapp-channel Whatsapp-channel

09 February, 2023 02:26 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK