આ કોઈ પણ રજિસ્ટર્ડ મેમ્બરની અધિકૃત વ્યક્તિ નથી કે રજિસ્ટર્ડ મેમ્બર નથી. કોઈ પણ ઇન્ટરમીડિયરીનું રજિસ્ટ્રેશન BSEની વેબસાઇટ પર વેરિફાય કરી શકાય છે.
પ્રતીકાત્મક તસવીર
બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (BSE)એ કરેલી જાહેરાત અને સ્પષ્ટતા મુજબ બે હસ્તીઓ ગેરકાનૂની પ્રવૃત્તિઓ જેવી કે મૂડીરોકાણ કે ટ્રેડિંગનું રિસર્ચ ઍનલિસ્ટ રજિસ્ટ્રેશન વિના ભલામણ કરવી, SEBI રજિસ્ટર્ડ રિસર્ચ ઍનલિસ્ટ હોવાનો ડોળ કરીને નફો વહેંચવાના ધોરણે રોકાણકારો પાસેથી ભંડોળ પ્રાપ્ત કરવાની પ્રવૃત્તિ કરી રહી છે જેમાં રોહન શિંદે, માર્કેટ મંત્ર 99, સંપર્ક 91375 94010, 93230 01715 અને રિદ્ધિ પટેલ, રૂપેશ, માય ટ્રેડ્સ, સંપર્ક નંબરો 96670 42694, 81787 62684, 86454 21540નો સમાવેશ થાય છે.
રોકાણકારોને BSEના સત્તાવાળાઓએ જણાવ્યું છે કે આ કોઈ પણ રજિસ્ટર્ડ મેમ્બરની અધિકૃત વ્યક્તિ નથી કે રજિસ્ટર્ડ મેમ્બર નથી. કોઈ પણ ઇન્ટરમીડિયરીનું રજિસ્ટ્રેશન BSEની વેબસાઇટ પર વેરિફાય કરી શકાય છે.

