૨૦૨૫ સુધીમાં ૯૦ કરોડ લોકો ઈન્ટરનેટ વાપરતા થવાનો અંદાજ
પ્રતીકાત્મક તસવીર
દેશમાં પહેલી વાર અડધાથી વધુ ભારતીય આશરે ૭૫.૯૦ કરોડ લોકો સક્રિય રીતે ઇન્ટરનેટ વપરાશકર્તા બન્યા છે અને મહિનામાં ઓછામાં ઓછા એક વખત ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે એમ ઔદ્યોગિક બોડી આઇએએમએઆઇ અને માર્કેટ ડેટા ઍનલિટિક્સ ફર્મ કંતારના સંયુક્ત અહેવાલમાં જણાવાયું છે.
રિપોર્ટ અનુસાર, ભારતમાં સક્રિય ઇન્ટરનેટ બેઝ ૨૦૨૫ સુધીમાં વધીને ૯૦ કરોડ થવાની ધારણા છે.
ADVERTISEMENT
૭૫.૯૦ કરોડ ‘સક્રિય’ ઇન્ટરનેટ યુઝર્સ છે, જેઓ મહિનામાં ઓછામાં ઓછું એક વાર ઇન્ટરનેટ એક્સેસ કરે છે. આ પ્રથમ વખત છે કે મોટા ભાગના ભારતીયો સક્રિય ઇન્ટરનેટ યુઝર્સ બન્યા છે એમ ઇન્ટરનેટ ઇન ઇન્ડિયા રિપોર્ટ ૨૦૨૨માં જણાવાયું છે.
અહેવાલ મુજબ, ૨૦૨૨ માટે ભારતમાં કુલ ૭૫.૯૦ કરોડ ‘સક્રિય’ ઇન્ટરનેટ વપરાશકર્તાઓમાંથી ૩૯.૯૦ કરોડ ગ્રામીણ ભારતના છે, જ્યારે ૩૬ કરોડ શહેરી ભારતમાંથી છે, જે દર્શાવે છે કે ગ્રામીણ ભારત દેશમાં ઇન્ટરનેટના વિકાસને આગળ ધપાવી રહ્યું છે.
અંદાજે ૭૧ ટકા ઇન્ટરનેટ પેનિટ્રેશન સાથે શહેરી ભારતમાં માત્ર છ ટકાની વૃદ્ધિ જોવા મળી છે, જેમાં એકંદરે ગ્રામીણ ભારતમાંથી આવતા લોકોની સંખ્યાનો મોટો ભાગ છેલ્લા એક વર્ષમાં ૧૪ ટકા વૃદ્ધિ દરમાં જોવા મળ્યો છે. એવો અંદાજ છે કે ૨૦૨૫ સુધીમાં ભારતમાં તમામ નવા ઇન્ટરનેટ યુઝર્સમાંથી ૫૬ ટકા ગ્રામીણ ભારતના હશે, એમ રિપોર્ટમાં જણાવાયું છે.


