
વરિષ્ઠ કલાકાર અને સિનિયર આર્ટિસ્ટ ફોરમના અધ્યસ્થાપક રહી ચૂક્યા છે. તેમની અંતિમયાત્રા આજે એટલે કે 3 એપ્રિલ 2025ના રોજ સાંજે પાંચ વાગ્યે તેમના નિવાસસ્થાનેથી નીકળશે.
પ્રવીણ રાવલ જેમને પ્રલયકાકા તરીકે વધારે ઓળખવામાં આવતા હતા. પ્રલય રાવલનું આખું નામ પ્રવીણભાઈ જશુભાઈ રાવલ હતું. તારીખ 3 એપ્રિલ 2025ના રોજ સવારે સાડા અગિયાર વાગ્યે તેમનું નિધન થયું. પ્રવીણ રાવલના નિધનના સમાચાર તેમના દીકરા ધૈર્ય પ્રવીણ રાવલે આપ્યા છે.
પ્રવીણ રાવલની અંતિમ યાત્રા આકાશગંગા અપાર્ટમેન્ટ, સોલા રોડ, નારણપુરા અમદાવાદથી સાંજે પાંચ વાગ્યે નીકળશે.
પોતાના પ્રલય દાદાને યાદ કરતા જાણીતા ગુજરાતી અભિનેતા મલ્હાર ઠાકરે પણ પોસ્ટ કરી છે જેમાં મલ્હારે લખ્યું છે કે, 'પ્રલય દાદા તમો અને તમારી મસ્તી બહુ યાદ આવશો. અદ્દભૂત કલાકાર અને વ્યક્તિ ની ફાઇનલ exit ????'
પ્રવીણ રાવલે અનેક ગુજરાતી ફિલ્મોમાં કૉમેડી આર્ટિસ્ટ તરીકે કામ કર્યું છે. આ સિવાય પ્રલયકાકા તરીકે જાણીતા પ્રવીણ રાવલે અનેક નાટકોમાં પણ કામ કર્યું. ગુજરાતી ઈન્ડસ્ટ્રી તેમના નામ અને કામને હંમેશાં યાદ રાખશે.