
સ્થળ: એસ.પી. જૈન ઓડિટોરિયમ, ભવન્સ કોલેજ કેમ્પસ, અંધેરી પશ્ચિમ, મુંબઈ.
દિવસ અને સમય: ૨૦ એપ્રિલ ૨૦૨૫, રવિવાર, સવારના ૧૦.૦૦ થી ૦૧.૩૦
કાર્યક્રમની હાઈલાઈટ: 'કવિ કાન્ત' ફિલ્મનો પ્રિમિયર શો
પૂર્વાલાપ ફાઉન્ડેશન - ટૂંક પરિચય: ગુજરાતના અગ્રેસર કવિ, ખંડકાવ્યના પ્રણેતા, નિબંધકાર, નાટ્યલેખક, અનુવાદક, શિક્ષક અને પ્રખર વિદ્વાન સ્વ. મણિશંકર રત્નજી ભટ્ટ 'કાન્ત' (૨૦ નવેમ્બર ૧૮૬૭ - ૧૬ જુન ૧૯૨૩)ની સાહિત્યિક સ્મૃતિની જ્યોતને સદા પ્રજવલિત રાખવાના હેતુથી કવિ કાન્તના કટુંબીજનોએ મુંબઈમાં પૂર્વાલાપ ફાઉન્ડેશનની વર્ષ ૨૦૨૩માં સ્થાપના કરી. નસીબની બલિહારી એવી કે ૧૯૨૩ના વર્ષના જે દિવસે કવિ કાન્તના કાવ્યસંગ્રહ પૂર્વાલાપનું અમદાવાદમાં વિમોચન થવાનું હતું એ જ દિવસે કવિનું લાહોર જતી ટ્રેનમાં અણધાર્યું નિધન થઈ ગયું. એમની પૂણ્યશતાબ્દિ (૧૯૨૩-૨૦૨૩) મનાવવા માટે પૂર્વાલાપ ફાઉન્ડેશને ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદના સભાગૃહમાં ૧૮ જૂન ૨૦૨૩ના દિવસે એકદિવસીય પરિસંવાદ યોજ્યો હતો.
પૂર્વાલાપ ફાઉન્ડેશન ફેલોશીપ અને 'કવિ કાન્ત' ફિલ્મ: આ પ્રથમ ફેલોશીપ સુરતના યુવાન ફિલ્મ દિગ્દર્શક અને સંશોધનકાર જય ખોલિયાને અપાઈ હતી અને તેના ભાગરૂપે 'કવિ કાન્ત'ના નામે ૮૫ મિનિટની ખૂબ અભ્યાસપૂર્ણ ફિલ્મકૃતિનું નિર્માણ થયું અને તેનો પ્રથમ પ્રિમિયર શો મુંબઈમાં ૨૦ એપ્રિલ ૨૦૨૫ના રવિવારે એસ.પી. જૈન ઓડિટોરિયમમાં થશે. આ પ્રસંગે ફિલ્મ સાથે જોડાયલી વ્યક્તિઓ હાજર રહેશે.
મુખ્ય વક્તા - કવિ કાન્તના જીવનકવનને વણી લેતી નાટ્યકૃતિ 'જળને પડદે'ના લેખક ડૉ. સતીશ વ્યાસ: ગુજરાતના અગ્રણી સાહિત્યકાર અને કવિ કાન્ત-સ્કોલર અને કાન્તના જીવનકવનને આવરતાં નાટક 'જળને પડદે'ના લેખક ડૉ. સતીશ વ્યાસ આ કાર્યક્રમમાં મુખ્ય વક્તવ્ય રજૂ કરશે. આ નાટકના નાયક શ્રી કમલ જોશીએ જ જય ખોલિયાની ફિલ્મમાં કવિ કાન્તનો કંઠ આપ્યો છે.
ખાસ અતિથિ: ભારતના એકમાત્ર પ્રવૃત્તિશીલ સ્વીડનબોર્ગિયન દેવળના રેવરન્ડ પીટર દેવાસી કેરળથી પધારશે. વિદિત છે તેમ સ્વીડનના અનેક વિદ્યા પ્રવિણ ઇમેન્યૂઅલ સ્વીડનબોર્ગના લખાણોની કવિ કાન્તના જીવન પર ઘેરી અસર પડી હતી.
ટ્રસ્ટીઓ
ફોન સંપર્ક
જિજ્ઞેશ મકવાણા: ૯૧૬૭૬૦૫૦૬૧
અંકિત રાય: ૯૧૩૭૧૬૭૯૪૨