કવિ તથા નિબંધકાર પ્રદીપ સંઘવીના પુસ્તકો પ્રવાસ પ્રદીપ, કારવી અને નક્તમાલ અને નક્તમાલિકાને (અલગ અલગ પુસ્તકોને) ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાતી સાહિત્ય અકાદમી, મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી , કલાગુર્જરી તથા કુમાર આર્ટસ ફાઉન્ડેશનના પારિતોષિક પ્રાપ્ત થયાં છે.
વ્યવસાયે તબીબ પ્રદીપ સંઘવીના લોહીમાં પ્રકૃતિ અને સાહિત્ય ઘૂંટાઈને સાથે દોડતાં હોય એવી ભાવકને અનુભૂતિ થતી હોય છે. અનેક કાર્યક્રમો દ્વારા એમણે પ્રકૃતિ તથા સાહિત્યના અસીમ સૌદર્યનો શ્રોતાઓને પરિચય કરાવ્યો છે.
આવા વિશિષ્ટ કવિ તથા નિબંધકાર પ્રદીપ સંઘવી' ઝરૂખો 'માં પ્રકૃતિ અને સાહિત્યની વાત કરશે.વળી આ દૃશ્ય શ્રાવ્ય રજૂઆત રહેશે. સાહિત્ય જગતના મિત્રો 'પ્રવાસ -પ્રદીપ'માંથી વાચિકમ પણ કરશે .
૧ ફેબ્રુઆરી રવિવારે સાંજે ૫ વાગ્યે સંજય પંડ્યાના સંચાલનમાં આ કાર્યક્રમ સાઈબાબા મંદિર, બીજે માળે સાઈબાબા નગર, બોરીવલી પશ્ચિમના સરનામે યોજાયો છે.
આ જાહેર કાર્યક્રમમાં સાહિત્ય તથા પ્રકૃતિ પ્રેમીઓને હાજર રહેવા સાઈલીલા વૅલ્ફેર ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ આમંત્રણ પાઠવ્યું છે.


