Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



.... તો આવી ગઈ ગુર્જરી નમોસ્તુતે ઉજવવાની ક્ષણ! તૈયાર છો ને? આ રહી વિગતો

22 November, 2024 10:17 IST | Mumbai

.... તો આવી ગઈ ગુર્જરી નમોસ્તુતે ઉજવવાની ક્ષણ! તૈયાર છો ને? આ રહી વિગતો

દરવર્ષની જેમ આ વર્ષે પણ કાંદિવલી એજ્યુકેશન સોસાયટી સંચાલિત બી. કે. શ્રોફ વિનયન મહાવિધાલય તથા એમ. એચ. શ્રોફ વાણિજ્ય મહાવિદ્યાલયના 'ગુજરાતી સાહિત્ય મંડળ' દ્વારા ગુર્જરી નમોસ્તુતેનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય મહાવિધાલય મહોત્સવ ગુર્જરી નમોસ્તુતે બુધવાર, તા.૧૧/૧૨/૨૦૨૪ના રોજ ઉજવાશે. આ વર્ષે ગતિશીલ ગુજરાતનો રંગ, માણીએ ગુર્જરી સંગ આ વિષય નક્કી કરાયો છે.

કઈ સ્પર્ધાઓ ઓનલાઈન?

૧. P.P.T. બનાવટ
૨. હું આર. જે...
૩. નિબંધ લેખન
૪. ચિત્ર પરથી સર્જન
૫. જ્ઞાન પરિક્ષણ (Quiz)

કઈ સ્પર્ધા પરિસરમાં?

૧. ગીતગુંજન
૨. નૃત્ય સ્પર્ધા
3. એકપાત્રીય અભિનય
૪. બેગ પેઈન્ટીંગ
૫. વક્તૃત્વ સ્પર્ધા
૬. મહેંદી
૭. રંગોળી બનાવટ
૮. વાનગી બનાવટ
૯. ગરબી સજાવટ

સામાન્ય નિયમો જાણી લો

(૧) સ્પર્ધકોએ સ્પર્ધા સમયે મહાવિદ્યાલયનું ઓળખપત્ર (આઈ.ડી.કાર્ડ) અથવા પુસ્તકાલયનું ઓળખપત્ર (લાયબ્રેરી કાર્ડ) સાથે લાવવું ફરજિયાત છે.
(૨) નોંધણી વિભાગ કાર્યાલય સ્પર્ધાના બે કલાક પહેલા ખુલશે.
(૩) સ્પર્ધકોએ સ્પર્ધાના અડધો કલાક પહેલા નિશ્ચિત વર્ગમાં આવી જવું જરૂરી રહેશે.
(૪) ગુર્જરી મહોત્સવની દરેક Online સ્પર્ધામાં સહભાગી થવા માટે પ્રત્યેક સ્પર્ધકે તા. ૮/૧૨/૨૦૨૪ સુધીમાં તે સ્પર્ધા સંબંધી લિંક પર જઈ રજિસ્ટ્રેશન કરી પોતાની ફાઈલ સમયસર અપલોડ કરવી ફરજીયાત છે.
(૫) જે સ્પર્ધાઓ Zoom Application ના માધ્યમથી લાઈવ થશે તે સ્પર્ધાઓમાં સહભાગી થનાર સ્પર્ધકે ના.૧/૧૨/૨૦૨૪ સુધીમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.
(૬) પ્રત્યેક સ્પર્ધાના રજિસ્ટ્રેશન બાદ રજિસ્ટ્રેશન ફોર્મમાં આપેલી લિંક દ્વારા તે સ્પર્ધા સંબંધી Whatsapp ગ્રુપમાં જોડાવું ફરજીયાત છે.
(૭) લાઈવ સ્પર્ધાઓની Zoom link રજિસ્ટ્રેશન બાદ તે સ્પર્ધા સંબંધી Whatsapp સુપમાં મોકલવામાં આવશે.
(૮) આ સ્પર્ધાઓ દરમ્યાન સ્પર્ધાના નિયમો અને શિરતનું પાલન કરવાનું રહેશે. નિયમભંગ કરનાર વિધાર્થી સ્પર્ધામાં ભાગ લઈ શકશે નહીં.
(૯) પરિસ્થિતિ અને સંજોગો અનુસાર નિયમોમાં ફેરબદલ થઈ શકે છે.
(૧૦) તા.૨/૧૨/૨૦૨૪ ના રોજ સવારે ૧૦.૦૦ કલાકે પ્રત્યેક મહાવિદ્યાલયના પ્રતિનિધિ અને ઉપપ્રતિનિધિઓની એક મિટિંગ રહેશે. તે સમયે સ્પર્ધકોની યાદી અને પ્રવેશપત્ર નોંધણી કરાવવાની રહેશે.
(૧૧) આ ઉત્સવ દરમ્યાન મહાવિધાલયની ઈમારત કે અકસ્યામતોને આવેલા સ્પર્ધકો દ્વારા જો નુકશાન થશે તો ભરપાઈ કરવાની જવાબદારી તે સ્પર્ધકની થશે.
(૧૨) જ્ઞાન પરીક્ષણ સ્પર્ધા સિવાયની તમામ સ્પર્ધાઓમાં પ્રથમ, દ્રિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર વિજેતાઓને રોકડ ઈનામ તથા ઈ-પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે.
(૧૩) પ્રત્યેક સ્પર્ધાના પરિણામ તથા વિજેતાઓની યાદીની જાહેરાત તા. ૧૧/૧૨/૨૦૨૪ ના રોજ થનારા ઈનામ વિતરણ સમારંભમાં કરવામાં આવશે.
(૧૪) ઈનામ વિતરણ સમારંભ તા. ૧૧/૧૨/૨૦૨૪ ના રોજ સાંજે ૫.૦૦ કલાકે કે.ઈ.એસ. શ્રોફવિનયન તથા વાણિજ્ય મહાવિધાલયના પંચોલિયા હોલમાં થશે,
(૧૫) Online Zoom Application સ્પર્ધામાં ભાગ લેનાર પ્રત્યેક સ્પર્ધકે પોતાના મોબાઈલ ફોન અથવા કોમ્પ્યુટરમાં Zoom Application Download કરવી ફરજિયાત છે.
(૧૬) નિર્ણાયકોનો નિર્ણય આખરી રહેશે.

વધુ વિગતો માટે કોનો સંપર્ક કરશો?

વત્સલ પૂજારા - ૯૯૨૫૬૪૬૪૬૨, પાર્થ મકવાણા - ૭૨૦૮૩૮૧૩૯૭, ભવ્ય પટેલ - ૯૭૫૭૦૫૮૫૮૩


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK