
શ્રી નાગર મંડળ અંધેરી દ્વારા હાટકેશજયંતી નિમિત્તે ૬ઠી એપ્રિલના રોજ વિશેષ પાટોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત વિવિધ કાર્યક્રમો થનાર છે.
શું શું આયોજનો થશે?
સાડા ત્રણથી સાડા પાંચ કલાકે ગંગાધર ચંદ્રચૂડ રૂદ્રાર્ચન થશે. આ પૂજાવિધિ પાંચ યજમાનો દ્વારા સંપન્ન થશે. ત્યારબાદ નાગર મંડળ, અંધેરીનાં જે જે સભ્યો મહાકુંભનાં દર્શને જઇ આવ્યાં છે તેઓનું અભિવાદન પણ કરવામાં આવશે. જેમાં સુલભા બુચ, વિપુલ વૈદ્ય, જયદીપ છાયા, ઇરા દેસાઇ, પ્રેરક મહેતા, રાજશ્રી અને પાર્થિવ ત્રિવેદી, વારિણી ત્રિવેદી, નીના છાયા, દીપા અને મનીષ માંકડ, પ્રીતિ અને ઉરેશ અંતાણીનો સમાવેશ થાય છે. આ તમામ સભ્યોનું બહુમાન કરવામાં આવનાર છે.
શ્રી આલાપ દેસાઇ
શ્રીમતી હેમાંગિની દેસાઇ
સાંજે 6.15 વાગ્યાથી જાણીતાં સૂરસાધક હેમાંગિની દેસાઇ અને આલાપ દેસાઇ દ્વારા ગુજરાતી સુગમ સંગીત અને હિન્દી ગીત-ગઝલનો કાર્યક્રમ 'ગાનગંગા' શરૂ થશે. સૂરોની આ ગંગામાં દોઢ કલાક સુધી શ્રોતાઓ તરબોળ થશે.
મંડળની કારોબારી સમિતિ, પ્રમુખ અર્ચિતા મહેતા, ઉપપ્રમુખ જાગૃતિ વૈષ્ણવ દ્વારા સૌને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે.
આ પાટોત્સવ માણવા ક્યાં જવું?
મલ્ટિપર્પઝ હૉલ, સ્ટિલ્ટ લેવલ (ઇ ટાવરની નજીક),ઓબેરોય સ્પ્લેન્ડર, મજાસ ડેપો સામે, JVLR, જોગેશ્વરી (પશ્ચિમ)
એક બીજી મસ્ત વાત...
શ્રી નાગર મંડળ અંધેરીની કારોબારી સમિતિનાં પ્રમુખ શ્રીમતી અર્ચિતા મહેતા જણાવે છે કે, 'અત્યારે ચૈત્ર નવરાત્રી ચાલી રહી છે. અમારી જ પાંત્રીસ બહેનો દ્વારા બેઠા ગરબાઓનું રેકોર્ડીંગ-શૂટિંગ કરવામાં આવ્યું છે. અમારી શ્રી નાગર મંડળ અંધેરીની યુટ્યુબ ચેનલ પર તેમાંથી રોજ ત્રણ ગરબા રજૂ કરવામાં આવશે.'