Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



કલાગુર્જરી દ્વારા આ વર્ષે પણ 'ગિરા ગુર્જરી પારિતોષિક સ્પર્ધા ૨૦૨૪'નું આયોજન, જાણી લો નિયમો

26 September, 2024 09:30 IST | Mumbai

કલાગુર્જરી દ્વારા આ વર્ષે પણ 'ગિરા ગુર્જરી પારિતોષિક સ્પર્ધા ૨૦૨૪'નું આયોજન, જાણી લો નિયમો

કલાગુર્જરી (સ્થાપક સંસ્થા)ના ઉપક્રમે શ્રી દ્વિરેકભાઈ રાજ દ્વારા પુરસ્કૃત સ્વ. વિરેનભાઈ કલ્યાણજીભાઈ રાજ પોપટની સ્મૃતિમાં “ગિરા ગુર્જરી પારિતોષિક સ્પર્ધા ૨૦૨૪” નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વર્ષ ૨૦૨૨ અને ૨૦૨૩ માં પ્રકાશિત પુસ્તકો મોકલવાનાં રહેશે. ગુજરાતી સાહિત્યમાં પદાર્પણ કરતા સર્જકોને પ્રોત્સાહન મળે તે હેતુથી તેમણે નવલકથા, નવલિકા, નિબંધ, કાવ્ય, નાટક અને આત્મકથા / જીવન ચરિત્ર વિભાગ માટે મૌલિક પુસ્તકો મોકલવાનાં રહેશે. આ છ વિભાગમાં પ્રથમ પુરસ્કૃત કૃતિના સર્જકને રૂા. ૫,૦૦૦/- (પાંચ હજાર), દ્વિતીય પુરસ્કૃત કૃતિના સર્જકને રૂા. ૩,૦૦૦/- (ત્રણ હજાર) અને તૃતીય પુરસ્કૃત કૃતિના સર્જકને રૂ. ૨,૦૦૦/- (બે હજાર) ના રોકડ ઈનામો આપવામાં આવશે. ગુરુવાર, તા. ૩૧-૧૦-૨૦૨૪ સુધીમાં કૃતિ કાર્યાલયને મોકલવા વિનંતી છે. આ સ્પર્ધા માટેના પ્રવેશ પત્રો રૂબરૂ અથવા ટપાલ અથવા વૉટસએપ નંબર - 95942 61960 દ્વારા અગાઉથી સંસ્થાના કાર્યાલય કલાગુર્જરી (સ્થાપક સંસ્થા), શ્રી દશરથલાલ જોષી પુસ્તકાલય બિલ્ડિંગ, ડી. જે. રોડ, (સ્ટેશન રોડ), વિલે પાર્લે (પશ્ચિમ), મુંબઈ - ૪૦૦ ૦૫૬ પરથી મેળવી શકાશે. પ્રવેશ પત્ર ભરવાની છેલ્લી તા. ગુરૂવાર, તા. ૩૧-૧૦-૨૦૨૪ રહેશે.

નિયમો -

  1. વર્ષ ૨૦૨૨ અને ૨૦૨૩ માં જે લેખકનું પ્રથમ મૌલિક પુસ્તક પ્રગટ થયું હોય તેની બે પ્રત મોકલવાની રહેશે. આ પ્રત કોઈપણ સંજોગોમાં પરત કરવામાં આવશે નહિ. સ્પર્ધા માટે પુસ્તકની PDF સ્વીકાર્ય નથી.
  2. આ સ્પર્ધામાં ભાગ લેનાર લેખકનું આનુષાંગિક વિભાગનું પુસ્તક વર્ષ ૨૦૨૨/૨૦૨૩ પૂર્વે પ્રકાશિત ના થવું હોવું જોઈએ.
  3. આ સ્પર્ધા માટે નવલકથા, નવલિકા, નિબંધ, કાવ્ય, નાટક અને આત્મકથા / જીવનચરિત્ર મૌલિક સાહિત્ય કૃતિઓ સ્વીકારવામાં આવશે. લેખક પ્રત્યેક વિભાગ માટે સ્વલિખિત કૃતિ મોકલાવી શકે છે.
  4. ઉપરોક્ત છ વિભાગમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય પારિતોષિક આપવામાં આવશે. પ્રથમ પારિતોષિક વિજેતાને રૂ।. ૫,૦૦૦/- (પાંચ હજાર) નું, દ્વિતીય પારિતોષિક વિજેતાને રૂા. ૩,૦૦૦/- (ત્રણ હજાર) અને તૃતીય પારિતોષિક વિજેતાને રૂા. ૨,૦૦૦/- (બે હજાર) રોકડ ઈનામો આપવામાં આવશે. નિર્ણાયકોની દ્રષ્ટિએ પ્રથમ, દ્વિતીય અથવા તૃતીય પારિતોષિકને લાયક કોઈપણ પુસ્તક નહીં હોય તો તે પુરસ્કાર આપવામાં આવશે નહિ.
  5. પ્રત્યેક વિભાગ માટે નિર્ણાયકની નિયુક્તિ કરવામાં આવશે અને નિર્ણાયકોનો નિર્ણય અંતિમ ગણાશે.
  6. સ્પર્ધા માટે મોકલાવેલી કૃતિની બે પ્રત સંસ્થા કાર્યાલય : કલા ગુર્જરી (સ્થાપક સંસ્થા), શ્રી દશરથલાલ જોષી પુસ્તકાલય, ડી. જે. રોડ, (સ્ટેશન રોડ), વિલે પાર્લે (પશ્ચિમ), મુંબઈ ૪૦૦ ૦૫૬ ઉપર રજીસ્ટર્ડ પોસ્ટ અથવા કૂરીયર દ્વારા તા. ૩૧-૧૦-૨૦૨૪ સુધીમાં મોકલવાની રહેશે.


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK