
શું તમને પણ થાય છે ને કે What next after 10th / 12th / Graduation?
હાલમાં જ આપ સૌ વિદ્યાર્થીમિત્રો વિવિધ પરીક્ષામાં ઉત્તિર્ણ થયા છો તે બદલ હાર્દિક અભિનંદન. આ સાથે કારકીર્દીના ઘડતર માટે શું નિર્ણયો લેવા તેની થોડી ચિંતા પણ હશે. ધોરણ ૧૦ પાસ થયા પછી Arts, Science કે પછી Commerce શું લેવું? ધાર્યા પ્રમાણે ટકા ન આવ્યા તો શું થયું? કયા વિષયો લઈ આગળ ભણતર કરવું? આના વિશે વિદ્યાર્થી અને વાલીઓને પૂર્ણ જ્ઞાન કે માર્ગદર્શન હોતું નથી. પરિણામે અડોશ-પડોશમાં કે મિત્રોને પૂછીને ભવિષ્યના નિર્ણયો લેવાતા કોય છે જે આગળ જતા ઘણી વખત ખોટા પુરવાર થાય છે.
ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં રાખીને સંસ્થા દ્વારા કરિયર માર્ગદર્શન શિબીરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબીરમાં શ્રી. હિરેન પાસડ ધોરણ ૯, ૧૦, ૧૧, ૧૨ અને સ્નાતક થયેલા વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતર માટેના વિવિધ વિકલ્પો વિશે સચોટ માર્ગદર્શન શનિવાર તા. ૩૧.૦૫ ૨૦૨૫ના રોજ સાંજે ૫.૦૦ કલાકે એ-ર હૉલ ખાતે આપવાના છે. શ્રી હિન પાસડ જેઓ મોટીવેશનલ સ્પીકર અને કારકિર્દી માર્ગદર્શક તરીકે કાર્યરત છે તેમજ અનેક શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને નમ્ર વિનંતી કે આ શિબીરમાં સમસયર ઉપસ્થિત રહી તમે તમારા પ્રશ્નોને/મૂંઝવણોનું નિરાકરણ કરશો.
કરિયર માર્ગદર્શન શિબીરના આયોજન મહાલક્ષ્મી વિકાસ સેવા સમિતી અને ઈકો ફાઉડેશનના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે.
સમય : શનિવાર તારીખ ૩૧.૦૫.૨૦૨૫ રોજ સાંજે ૫.૦૦ કલાકે
સ્થળ : એ-ર સભાગૃહ, મહાલક્ષ્મી નવરંગ, ડૉ. આંબેડકર નગર, એ. કે. રાઠોડ માર્ગ, મહાલક્ષ્મી, મુંબઈ ૪૦૦ ૩૪. ખાસ
નોંધ : ૧) વિદ્યાર્થી મિત્રોને પોતાના વાલીઓને સાથે લાવવા વિનંતી.
ર) નોંધ કરવા પોતાના સાથે એક નોટબુક પેન લાવવી જરૂરી છે.
આ આયોજનમાં સહયોગી સંસ્થા તરીકે મહાલક્ષ્મી મેઘવાળ પંચાયત વિ-૧૦ અને શ્રી તુલસીવાડી મેઘવાળ પંચાયત વિ-૦૯એ સાથ આપ્યો છે.