Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



શુક્રવારે મુંબઈમાં યોજાઇ રહી છે ભવાઇ કાર્યશાળા

22 August, 2024 12:01 IST | Mumbai

શુક્રવારે મુંબઈમાં યોજાઇ રહી છે ભવાઇ કાર્યશાળા

વિકાસ ઘનશ્યામ નાયક, લીલી પટેલ, અનુરાગ પ્રપન્ન

ભવાઈનો પ્રારંભ થયો અસાઈત ઠાકર દ્વારા ૧૪ મી સદીમાં. અસાઈત ઠાકરે ૩૫૦ ઉપરાંત વેશ લખ્યા.ઉત્તર ગુજરાતનાં ગામોમાં ભવાઈના વેશ નિયમિત ભજવાતા.કળાનું આ સ્વરૂપ જૂની રંગભૂમિના આગમન સાથે અને ત્યારબાદ નવી રંગભૂમિનાં લોકહૃદયમાં સ્થાનને કારણે ઝાંખું પડતું ગયું. મુંબઈમાં તો ભવાઈના કલાકારનો ઉલ્લેખ કરવો હોય તો બે ત્રણ નામથી આગળ વધાય એવી પરિસ્થિતિ નથી.મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી, આ કળાને નવી પેઢી સુધી પહોંચાડી શકાય એવું વાતાવરણ તૈયાર કરવા માગે છે . દશરથલાલ જોષી વાચનાલયના સહયોગમાં ૨૩ ઑગસ્ટ શુક્રવારે સાંજે વિલે પાર્લેમાં ૫.૩૦થી ૮.૩૦ દરમિયાન અકાદમીએ ' ભવાઈ શિબિર' નું આયોજન કર્યું છે. વરિષ્ઠ કલાકાર લીલી પટેલ તથા અનુરાગ પ્રપન્ન અને ભવાઈ જેમના પરિવારમાં ઊતરી આવી છે એવા વિકાસ ઘનશ્યામ નાયક રજૂઆત દ્વારા માર્ગદર્શન આપશે આ કાર્યક્રમ જાહેર જ છે પણ અભિનય અને ગાનમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ તથા ભાવકો સંકલનકર્તા સંજય પંડ્યાનો 9821060943 પર સંપર્ક કરી નામ નોંધાવશે તો એમને શિબિર દરમિયાન ભજવણી કરવાની સ્ક્રીપ્ટ વ્હોટસએપ ગ્રૂપ મારફત મળી જશે. આ કાર્યક્રમ માટે સ્થળ સૌજન્ય કલાગુર્જરીનું છે તથા હેમાંગ જાંગલા અને અમૃત માલદેનો આયોજન માટે સહયોગ મળ્યો છે. તો શુક્રવારે સાંજે પહોંચી જજો દશરથલાલ જોષી વાચનાલય, સ્ટેશન રોડ, વિલે પાર્લે પશ્ચિમના સરનામે


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK