Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



ઉપનિષદ તથા મહાભારતની રસપ્રદ વાતો જાણવાનો અવસર ન ચૂકશો

21 September, 2024 09:28 IST | Mumbai

ઉપનિષદ તથા મહાભારતની રસપ્રદ વાતો જાણવાનો અવસર ન ચૂકશો

મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા બોરીવલીના શ્રી સાઈલીલા વૅલફેર ટ્રસ્ટના ' ઝરૂખો 'ના સહયોગમાં ૨૧ સપ્ટેમ્બર શનિવારે સાંજે ૭.૨૦ વાગ્યે ' શાસ્ત્રોનું સાહિત્ય ' નામે કાર્યક્રમનું આયોજન થયું છે . આ કાર્યક્રમમાં વિદ્વાન વક્તાઓ ડૉ.નિરંજના જોષી, ઈશ્વરભાઈ પુરોહિત તથા ડૉ. જિતેન્દ્ર દવે ઉપનિષદ તથા મહાભારતના વિષયે વાત કરશે. આ કાર્યક્રમનું સંચાલન ડૉ.કલ્પના દવે કરશે. સાઈબાબા મંદિર,બીજે માળે, સાઈબાબા નગર, બોરીવલી પશ્ચિમના સરનામે યોજાયેલા આ કાર્યક્રમનું સંયોજન હિતેન આનંદપરા અને સંજય પંડ્યાએ કર્યું છે. સંકલન સહાય દેવાંગ શાહની છે. અકાદમીનો આ જાહેર કાર્યક્રમ છે. અકાદમી તથા સાઈલીલા વૅલફેર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સહુને જાહેર નિમંત્રણ પાઠવે છે.


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK