
ભવન્સ કલ્ચરલ સેન્ટર અંધેરીના ઉપક્રમે વર્ષ 2008થી ચાલતી કાવ્યસંપદા શ્રેણી અંતર્ગત ત્રિદિવસીય ગઝલોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૧૧, ૧૨ અને ૧૩ એપ્રિલે બપોરે ૩.૩૦ થી રાત્રે ૯.૦૦ કલાક દરમ્યાન આ ઉત્સવ બીસીસીએ હૉલ અને એસ. પી. જૈન ઑડિટોરિયમ ખાતે યોજાશે. ત્રણ દિવસના, નવ સત્રના, સોળ કલાકમાં ૪૮ કલાકારો સહભાગી થશે. વક્તવ્યના ત્રણ સત્રમાં જવાહર બક્ષી `જ્યાં જ્યાં ગઝલ મારી ઠરે', રઈશ મનીઆર `છેલ્લાં 50 વર્ષની ગઝલસફર', ડૉ. પ્રકાશ કોઠારી `રૂપની લીલા જોઈ હતી' અને હેમેન શાહ `ગમી તે ગઝલ વિષય' પર વક્તવ્ય આપશે.
ઉદયન મારુ, હંસા દવે અને સ્નેહલ મુઝુમદાર અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. સંગીતના ત્રણ સત્રમાં દેવેશ દવે, હિમાલી વ્યાસ નાયક, અમન રાયઠઠ્ઠા, પ્રતીક શાહ, રાઘવ દવે, પ્રકાશ પરમાર, સુરેશ જોશી, રેખા ત્રિવેદી, વિરાજ-બીજલ, આદિત્ય નાયક, ઉદય મઝુમદાર, જાહન્વી શ્રીમાંકર અને મુદ્રા દવે વિવિષ ગઝલોની સાંગીતિક પ્રસ્તુતિ કરશે. મુશાયરાના ત્રણ સત્રમાં ઉદયન ઠક્કર, કિરણસિંહ ચૌહાણ, સુરેશ ઝવેરી, ચેતન ફ્રેમવાલા, ઈન્તેખાબ અન્સારી, મિતા ગોર મેવાડા, રઈશ મનીઆર, ગૌરાંગ ઠાકર, ભાવિન ગોપાણી, ડૉ. પ્રણય વાઘેલા, હર્ષવી પટેલ, હેમેન શાહ, હિમાંશુ પ્રેમ, ભાવેશ ભટ્ટ, હેમંત પુણેકર, રાજેશ હિંગુ અને દિગંત મેવાડા ગઝલપઠન કરશે. આ અવસરે સૈફ પાલનપુરી, યુસુફ બુકવાલા અને મરીઝના પરિવારજનો ઉપસ્થિત રહેશે. કલાકાર ચિરાગ વોરા શયદાની ગઝલો રજૂ કરશે.
વિવિધ સત્રોનું સંચાલન મુકેશ જોષી, દિલીપ રાવલ, હિતેન આનંદપરા, સંજય પંડ્યા અને હરદ્વાર ગોસ્વામી કરશે.
પ્રવેશ તથા વધુ વિગત માટે ભવન્સ કાર્યાલયનો સંપર્કઃ 91371 67942 / 91676 05061.