World cup: ભારતે શ્રીલંકાને 7 વિકેટથી હરાવ્યું, રોહિત-રાહુલની સેન્ચુરી

Jul 06, 2019, 23:10 IST

લીડ્સમાં વર્લ્ડ કપ 2019ના 44માં મેચમાં ભારતે શ્રીલંકા સામે 7 વિકેટથી જીત મેળવી છે.પહેલા બેટિંગ કરતા શ્રીલંકાએ 7 વિકેટના નુકસાને 50 ઓવરમાં 264 રન બનાવ્યા હતા જેના જવાબમાં ભારતે 265નો ટાર્ગેટ 43.3 ઓવરમાં 3 વિકેટના નુકસાને ચેઝ કર્યો હતો

World cup: ભારતે શ્રીલંકાને 7 વિકેટથી હરાવ્યું, રોહિત-રાહુલની સેન્ચુરી
રાહિત-રાહુલે ફટકારી સદી

લીડ્સમાં વર્લ્ડ કપ 2019ના 44માં મેચમાં ભારતે શ્રીલંકા સામે 7 વિકેટથી જીત મેળવી છે. શ્રીલંકાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.પહેલા બેટિંગ કરતા શ્રીલંકાએ 7 વિકેટના નુકસાને 50 ઓવરમાં 264 રન બનાવ્યા હતા જેના જવાબમાં ભારતે 265નો ટાર્ગેટ 43.3 ઓવરમાં 3 વિકેટના નુકસાને ચેઝ કર્યો હતો. રોહિત શર્માએ વર્લ્ડ કપની 5મી જ્યારે લોકેશ રાહુલે પહેલી સદી ફટકારી છે.

રોહિત અને રાહુલની સેન્ચુરી

265ના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની ફરી એકવાર સારી થઈ હતી. ટીમના ઓપનર રોહિત શર્મા અને લોકેશ રાહુલએ સેન્ચુરી ફટકારી હતી. રોહિત શર્માની આ વર્લ્ડકપમાં 5મી સદી હતી. આ સાથે કોઈ પણ એક વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી ફટકારનારો પહેલો પ્લેયર બની ગયો છે. આ પહેલા આ રેકોર્ડ સાંગાકારાના નામે હતો. ભારત તરફથી રોહિત શર્માએ 103 બનાવ્યા . લોકેશ રાહુલે પણ લય મેળવતા વર્લ્ડકપની પહેલી સદી ફટકારતા 111 રનની ઈનિંગ રમી હતી. આ સિવાય વિરાટ કોહલીએ અણનમ 34 રન ફટકાર્યા હતા. શ્રીલંકા તરફથી મલિંગા, રજિથાલ અને ઈસુરૂને 1-1 વિકેટ મળી હતી. આ સિવાય શ્રીલંકાની બોલિંગમાં ખાસ ધાર જોવા મળી હતી નહી.

આ પણ વાંચો: કાશ્મીર સંબંધી મેસેજ લઈને ફરી ઉડ્યું મેદાન ઉપરથી વિમાન

એન્જીલો મેથ્યુઝની સદી એળે 

ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા શ્રીલંકાની શરૂઆત ખાસ સારી થઈ હતી નહી. શ્રીલંકાએ માત્ર 55 રનના સામાન્ય સ્કોર પર 4 વિકેટ ગુમાવી હતી. જો કે ટીમના અનુભવી થિરિમાને અને મેથ્યુઝ ઈનિંગ સંભાળી હતી અને શ્રીલંકાના સ્કોરને 264 સુધી લઈ જવામાં મહત્વનો ફાળો ભજવ્યો હતો. શ્રીલંકા તરફથી મેથ્યુઝે 113 અને થિરિમાનેએ 53 રનની ઈનિંગ ફટકારી હતી. મેથ્યુઝ અને થિરિમાનેએ 124 રનની પાર્ટનરશિપ કરી હતી. ભારત તરફથી બુમરાહે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી જ્યારે ભુવનેશ્વર કુમાર, કુલદિપ યાદવ, હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજાએ અનુક્રમે 1-1 વિકેટ ઝડપી હતી,

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK