World Cup 2019: ભારતે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવી જોઈએ:ગાવસકર

મુંબઈ | Jun 04, 2019, 12:09 IST

ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન સુનીલ ગાવસકરનું માનવું છે કે ઇંગ્લૅન્ડ ઍન્ડ વેલ્સમાં ચાલી રહેલા ક્રિકેટ વિશ્વ કપ-૨૦૧૯માં ટીમોની જીત અને હાર પિચો પર નિર્ભર કરશે.

World Cup 2019: ભારતે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવી જોઈએ:ગાવસકર
સુનીલ ગાવસ્કર

ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન સુનીલ ગાવસકરનું માનવું છે કે ઇંગ્લૅન્ડ ઍન્ડ વેલ્સમાં ચાલી રહેલા ક્રિકેટ વિશ્વ કપ-૨૦૧૯માં ટીમોની જીત અને હાર પિચો પર નર્ભિર કરશે. તેમણે સલાહ આપી કે ‘જો પિચ પર ઘાસ ન હોય અને ડે મૅચ છે તો ટીમ ઇન્ડિયાએ ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે ભારતે ૧૯૮૩ની ૨૫ જૂને ઐતિહાસિક લૉર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલા ફાઇનલ મુકાબલામાં વેસ્ટ ઇન્ડીઝને હરાવીને પ્રથમ વખત વિશ્વ કપનું ટાઇટલ જીત્યું હતું. હવે વિરાટ કોહલીની આગેવાની વાળી ટીમની પાસે આગામી ૧૪ જુલાઈ ૨૦૧૯ના ઇતિહાસનું પુનરાવર્તન કરવાની તક છે.

આ પણ વાંચોઃ World Cup 2019: શ્રીલંકાને આંચકો આપવા મક્કમ અફઘાનિસ્તાન

તેમણે કહ્યું કે ઉલ્લેખનીય છે કે ઇંગ્લૅન્ડમાં આ સમયે સોનેરી તડકો નીકળી રહ્યો છે અને આસમાન સાફ છે. જો પરિસ્થિતિ આવી રહેશે તો ફાસ્ટ બોલરોને પિચ પરથી વધુ મદદ મળશે નહીં. ભારતીય ટીમ પોતાનો પ્રથમ મુકાબલો ૫ જૂને આફ્રિકા વિરુદ્ધ રમશે. એને જોતાં ગાવસકરે સલાહ આપી છે કે ટૉસ જીત્યા બાદ પ્રથમ બોલિંગ કરવી ભારતીય ટીમ માટે યોગ્ય રહેશે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK